એક જમાનાના જાજરમાન એક્ટર હતાં, આજે ઇલાજનાં પૈસા નથી, ને રહે છે વૃદ્ધાશ્રમમાં ….

બોલીવુડને સાપસીડીનો ખેલ પણ કહી શકાય જેમાં રસ્તામાં સીડી મળી જાય તો આકાશ સુધી જઈ શકાય પણ જો રસ્તામાં સાપ આવી ગયો, તો એ જ ગગનચુંબી ઊંચાઈથી નીચે પડી જવાય.
આજે અમે આવી જ એક વાત લાવ્યા છીએ સતીષ કૌલની.

તેમણે પુણેની FTIT ગ્રેજ્યુએશનની ડીગ્રી લીધી જેમાં જયા બચ્ચન અને ડેની ડેન્ઝોપ્પા જેવા મહાનાયકો તેમના કલાસમેટ હતા.

તેઓ ૧૯૭૦-૧૯૮૦ ના દાયકામાં સપોર્ટ એકટર તરીકે કામ કરતા હતા. ‘આંટી નંબર વન’, ‘ઝંઝીર’, ‘યારાના’, ‘રામ-લખન’, ‘કર્મ’, ‘વોરન્ટ’, ‘જન્મકુંડળી’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સપોર્ટ એક્ટર તરીકે કામ કર્યું હતું.

તેમજ દેવ આનંદ, દિલીપકુમાર થી માંડીને અનીલ કપૂર, ગોવિંદા, અજય દેવગણ અને શાહરુખ ખાન જેવા અભિનેતાઓ જોડે પણ તેમણે કામ કર્યું છે. જો કે તેમની સૌથી પ્રિય ફિલ્મ તો ‘કર્મ’ હતી.

આટલું જ નહિ, તેઓએ બોલીવુડ અને પંજાબી બંને મળીને લગભગ ૩૦૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના કરિયરમાં એક સમય એવો આવી ગયો હતી કે તેઓ પંજાબી સિનેમાના અમિતાભ બચ્ચન તરીકે પણ ઓળખાતા હતા.

૧૧ સપ્ટેમ્બરે તેમનો ૬૪મો જન્મ દિવસ હતો પરંતુ હાલમાં તેઓ પોતાનું જીવન વૃદ્ધાશ્રમમાં વિતાવી રહ્યા છે. તેમજ તેઓ આર્થિક તંગીને કારણે નજરમાં આવ્યા છે.

ફિલ્મોમાં કામ ઓછું કર્યા બાદ સતીષ કૌલના છૂટાછેડા થઈ ગયા હતા. તેમનો પુત્ર પણ અમેરિકામાં સેટ થઈ ગયો. ત્યારબાદ તેઓએ એક્ટિંગ સ્કુલ ખોલી પરંતુ તે સ્કુલ પણ ચાલી નહિ અને ખુબ જ મોટું નુકસાન થઈ ગયું. ત્યારબાદ તેઓના જીવનમાં આર્થિક તંગી શરુ થઈ.
લગભગ ૨૦૧૪ની સાલમાં તેઓ બાથરૂમમાં લપસી ગયા જેને લીધે સ્પાઈનનું ફ્રેકચર થયું હતું. આ કારણે તેઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રાખ્યા હતા અને છેલ્લે દવા કરાવવાના પણ રૂપિયા ખૂટી ગયા હતા.
એ પછી તેમને લુધિયાણાના વૃદ્ધાશ્રમમાં દાખલ કર્યા. સતીષ કૌલ છેલ્લે ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ માં કાજોલ અને અજય દેવગણ સાથે દેખાયા હતા.

આવા અણધાર્યા જીવન વિશે શું કહેવું? કમેન્ટ કરી દો.