કોપરેલ તેલના 20 અદ્ભુત ઉપયોગો જાણી તમે પણ આજે જ તેનો ઉપયોગ શરૂ કરી દેશો

કોપરેલ તેલ આ પૃથ્વીનાં સૌથી વધારે લાભદાયી ખોરાકોમાંનું એક છે. તેના ઘણાબધા ઉપયોગો અને ફાયદાઓ છે.

સ્વાસ્થ્ય અને સૌંદર્યથી માંડીને પાકકલા સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને કોપરેલ તેલના કેટલાક મહત્ત્વના ઉપયોગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. માટે તેના અદ્ભુત ઉપયોગ તેમજ ફાયદા માટે અમારો આજનો આ લેખ ચોક્કસ વાંચો.

રસોઈ અને રેસિપિ – કોપરેલ તેલ હાઈ સ્મોક પોઇન્ટ ધરાવે છે, અને માટે જ તે એક ઉત્તમ કુકિંગ ઓઇલ છે. તે બેકિંગ અને વઘાર માટે ઉત્તમ છે. તમે તેનો માખણની જગ્યાએ તેમજ સ્મુધીઝમાં પણ કરી શકો છો.

કૂદરતી ઉર્જા વધારનાર – કોપરેલ તેલનો ઉપયોગ કુદરતી એનર્જી બુસ્ટર તરીકે કરી શકાય છે. જ્યારે તેને અળશી સાથે ભેળવીને ખાવામાં આવે છે ત્યારે તમને તેમાંથી આખા દિવસની ઉર્જા મળી જાય છે. પરસેવો પાડી નાખતા વર્કઆઉટ બાદ અથવા સાંજના સમયે શરીરમાં જે સુસ્તી આવી જાય છે તેના માટે આ એક ઉત્તમ એનર્જી બુસ્ટર સાબિત થાય છે.

શેવિંગ ક્રીમ તરીકે – તમે કોપરેલતેલનો ઉપયોગ શેવિંગ કરવા માટે પણ કરી શકો છો. તે તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝર પણ પુરુ પાડશે અને તમારા શરીર માટે સુરક્ષિત પણ છે. આ ઉપરાંત તેમાં ફુગરોધી તેમજ જંતુરોધી સંપત્તિ હોવાથી જો તમારી ત્વચા અતિ સંવેદનશીલ હશે તો તેમાં મદદરૂપ રહેશે.

બ્લડ શુગર પર નિયંત્રણ રાખે છે – કેપરેલ તેલ તમારા શરીરના લોહીની શર્કરાના સ્તરને અંકુશમાં રાખે છે અને શરીરમાં ડાયાબિટિસ થવાના જોખમને પણ ઘટાડે છે. અભ્યાસ જણાવે છે કે મધ્યમ ફેટિ એસિડથી ભરપુર ખોરાક જેમ કે કોપરેલ તેલવાળો ડાયટ અપનાવવાથી તે ઇન્સ્યુલિન પ્રતિકાર સામે લડે છે અને લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે.

ત્વચાનું કુદરતી મોઇશ્ચરાઇઝર – નિઃશ્ચિંત પણે તમારે તમારા ચહેરા તેમજ ચામડી પર કોપરેલ તેલ લગાવવું જ જોઈએ. કારણ કે કોપરેલ તેલમાં એવી ગુણવત્તા સમાયેલી છે જે તમારી ત્વચાને પંપાળે છે અને તેને ભેજ પુરો પાડે છે. તે નોન-સ્ટીકી અને ત્વચામાં તરત જ શોષાય જાય છે, અને તમારી ત્વચાને સતત સ્વસ્થ તેમજ ભેજગ્રસ્ત રાખે છે.

હોર્મોન્સ ઉત્પાદનને બુસ્ટ કરે છે – કોપરેલ તેલમાં એવા પ્રકારનો ફેટી એસિડ હોય છે જે હોર્મોન ઉત્પાદનમાં મદદ કરે છે. કોપરેલ તેલમાં સમાયેલી સ્વસ્થ ચરબી વધતી ચયાપચયની ક્રિયાને સપોર્ટ કરે છે અને ત્વચા પરની બળતરા દૂર કરે છે, જેનાથી કુદરતી રીતે જ હોર્મોન્સ બેલેન્સ થાય છે.

મેકઅપ રીમુવર – જો તમને રાત્રે સુતી વખતે મેકઅપ દૂર કરવામાં તકલીફ થતી હોય તો કોપરેલ તેલ એ એક ઉત્તમ વિકલ્પ છે. તે તમારી ત્વચા માટે કોમળ તેમજ સુરક્ષિત છે અને તે છતાં મેકઅપના તૈલી પદાર્થોને તે અસરકારક રીતે દૂર કરે છે. અને તે તમારી સુંવાળી ત્વચાને નુકસાન પણ નથી કરતું.

હેર કન્ડિશનર તરીકે – કોપરેલ તેલનો ઉપયોગ તમે તમારી ખોપરી તેમજ વાળને મોઇશ્ચરાઈઝ કરી નરિશ કવરા માટે પણ કરી શકો છો. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કોપરેલ તેલ વાળના મૂળિયામાં ઘૂસી જાય છે અને તે કોઈ મિનરલ ઓઇલ કરતાં તો ક્યાંય વધારે ઉત્તમ છે. સામાન્ય હેયર કન્ડિશનરમાં આ જ મિનરલ ઓઇલનો ઉપયોગ થાય છે પણ તેના કરતાં વધારે અસરકારક કોપરેલ તેલ છે.

યિસ્ટ સંક્રમણ માટે – કોપરેલ તેલમાંનો ફેટિ એસિડમાં 50% લ્યુરિક એસિડ હોય છે, જે એક એન્ટિ-માઇક્રોબાયલ છે જે વાયરસ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ અને ફંગસનો નાશ કરે છે. તમારા રોજિંદા ખોરાકમાં જો તમે કોપરેલ તેલનું સેવન કરશો તો તમારું શરીર વિવિધજાતની બિમારીઓથી દૂર રહેશે અને તેનાથી તમારા પેટમાંનું અલ્સર રુઝાશે.

માનસિક તાણ દૂર કરે છે – જો તમે તમારા ખોરાકમાં કોપરેલ તેલનો ઉપયોગ કરશો તો તે તમારી માનસિકત તાણમાં ઘટાડો કરવામાં મદદ કરશે. સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું છે કે વર્જિન કોપરેલ તેલ એટલે કે અત્યંત શુદ્ધ કોપરેલ તેલમાં મધ્યમ ફેટિ એસિડ અને એન્ટિઓક્સિડન્ટ્સમાં કુદરતી એન્ટિડિપ્રેસન્ટની ક્ષમતા સમાયેલી છે.

ઘરગથ્થુ ડીઓડરન્ટ – કોપરેલ તેલમાંની કિટાણુરોધી સંપત્તી તેને કુદરતી ડીઓડરન્ટ બનાવવામાં એક મહત્ત્વની સામગ્રી સાબિત કરે છે. ડીઓડરન્ટ તરીકે કોપરેલ તેલ તમને તેજ સુરક્ષા પ્રદાન કરે છે જે તમને પેલા કેમિકલવાળા ડીઓડરન્ટમાંથી મળે છે અથવા નથી પણ મળતું. તે પણ એક ચર્ચાનો વિષય છે.

મસાજ માટે – કોપરેલ તેલ એ એક અદ્ભુત મસાજ ઓઈલ છે, અને તે એટલા માટે કે તે ત્વચામાં ખુબ જ સરળતાથી તેમજ ઝડપથી શોષાય જાય છે. આ ઉપરાંત તેમાં વિટામિન ઈ પણ હોય છે. તેમજ તેની પ્રસન્ન કરતી સુગંધ અને ઓછી તૈલીયતા પણ તેને અન્ય તેલ કરતા વધારે આવકાર્ય બનાવે છે.

કૂદરતી માઉથવોશ – તમે તમારા પેઢા તેમજ દાતની મજબુતાઈ માટે કોપરેલ તેલનો ઉપયોગ કરી શકો છો. કોપરેલ તેલમાં એન્ટિબાયોટિક પ્રોપર્ટી હોય છે જે તમારા દાતને સડાથી છૂટકારો આપે છે. આ ઉપરાંત તમે તેનો તાજા શ્વાસ માટે માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તે માટે તમારે કોપરેલતેલ અને બેકિંગ સોડાનું મિશ્રણ લઈ તેમાં ફુદીનાનું તેલ જ નાખવાનું રહે છે.

કોપરેલ તેલમાંથી ઘરેજ નાહવાનો સાબુ બનાવી શકાય છે – કોપરેલ તેલ વિવિધ જાતના વિટામિનો તેમજ પોષકતત્ત્વોથી ભરપુર હોય છે અને માટે જ તેમાંથી તમે તમારા માટે ઘરે જ નાહવાનો સાબુ બનાવી શકો છો. તે તમારી ત્વચાની સંભાળ રાખશે અને તેને મોઇશ્ચરાઇઝ પણ રાખશે. તમે તેને પીગાળીને તમારા નાહવાના પાણીમાં પણ ઉમેરી શકો છો.

પાલતુ પ્રાણી માટે કોપરેલ તેલનો ઉપયોગ – કોપરેલ તેલમાં તમારા પાલતુ કુતરા કે બીલાડી માટે પણ કેટલાએ ગુણ છે. આંતરીક રીતે, તે તમારા પાલતુ પ્રાણીનું મેટાબોલિઝમ અને રોગપ્રતિકારક શક્તિ સુધારે છે, તેમજ તેમને ઉચ્ચ સ્તરની ઉર્જા પુરી પાડે છે. બાહ્ય રીતે તમે તેનો ઉપયોગ તેમને થતી એલર્જી તેમજ ખજવાળ તેમજ અન્ય ત્વચા સંબંધી સમસ્યાઓ માટે પણ કરી શકો છો.

ખીલમાં રાહત માટે – તમે તમારી ત્વચા પર થતાં ખીલ પર પણ કોપરેલ તેલ લગાવી શકો છો. કોપરેલ તેલ લ્યુરિક એસિડથી ભરપુર હોય છે જે ખીલ માટે કારણરૂપ બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપરાંત તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ખીલના ડાઘ પણ હળવા કરે છે.

મગજને પાવરધું બનાવે છે – કોપરેલ તેલનો ઉપયોગ તમે મગજ માટેના ઉર્જા સ્રોત તરીકે કરી શકો છો. તે મિડિયમ ચેઇન ટ્રાગ્લીસરાઇડ્સથી ભરપુર હોય છે, જે કેટોન્સ ઉત્પન્ન કરે છે અને તેનો ઉપયોગ બ્રેઇનને ઉર્જાક્ષમ બનાવવામાં થઈ શકે ખાસ કરીને ડાયાબિટીસ ગ્રસ્ત દર્દીઓ અથવા ન્યુરોડિજનરેટીવ કન્ડીશન્સમાં.

ગળાની શુષ્કતાને દૂર કરવા માટે – કોપરેલ તેલ બળથરારોધી સંપત્તિ ધરાવે છે અને માટે જ દુખતા, બળતા કે શુષ્ક ગળા માટે તે એક સારો ઉપાય છે. આ ઉપરાંત તે બેક્ટેરિયા, ફુગ અને વાયરસનો નાશ કરે છે અને તેમ કરીને તે તમારી રોગપ્રતિકારક ક્ષમતાને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.

 

ડાયપર રેશિસ ક્રિમ – નાના બાળકોને સતત ડાયપર પહેરી રાખવાથી જે લાલાશ આવી જાય છે અને તેનાથી જે બળતરા થાય છે તેને દૂર કરવા માટે કોપરેલ તેલ એક ઉત્તમ ક્રિમ સાબિત થાય છે. તેમાં ભેજ સંઘરી રાખવાની ગુણવત્તા હોવાથી ત્વચાને રાહત આપે છે. વધારામાં તેમાંથી એક તાજગીભરી ટ્રોપિકલ સ્મેલ પણ આવે છે.

જૂ દૂર કરવા માટે – કોપરેલ તેલનો ઉપયોગ તમે જૂ દૂર કરવા માટે પણ કરી શકો છો, કારણ કે તે આ અતિશુક્ષ્મ જીવ માટે ખુબ જ ખતરનાક હોય છે. અસરકારક પરિણામ માટે, જો કે તમારે તેનો ઉપયોગ કાંસકા સાથે કરવો જોઈએ કારણ કે કોપરેલ તેલ લીખ તેમજ જૂને તો મારી નાખે છે પણ તેના ઇંડાને નથી મારી શકતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ