અંબાણી પરિવારે ઉજવ્યો કોકિલાબેનનો જન્મદિવસ, જોઇ લો લેટેસ્ટ તસવીરો તમે પણ

કોકિલા અંબાણીનું બર્થ ડે સેલિબ્રેશન

image source

મુકેશ અંબાણી અને અનીલ અંબાણીના માતા કોકિલા બેન અંબાણીનો જન્મદિન ૨૪ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવ્યો હતો. કોકિલા બેન અંબાણીના ૮૪મા જન્મદિન નિમિતે ખાસ ભાગવત સપ્તાહનું આયોજન અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

image source

એક ફોટોમાં મુકેશ અંબાણી તેમની માતાની પાછળ સફેદ કુર્તા-પાયજામા પહેરીને ચાલતા જોઈ શકાય છે. તેમજ કોકિલા બેન અંબાણીના જન્મદિન નિમિતે તેમની બન્ને વહુઓ મોટી વહુ નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે ખુબ જ સારું બોન્ડીંગ જોવા મળ્યું હતું.

image source

કોકિલા બેનના જન્મદિન નિમિતે જે ભાગવત સપ્તાહ રાખવામાં આવી છે તેમાં આખો અંબાણી પરિવાર પૂજા અને આરતી એકસાથે કરતા જોવા મળી જાય છે.

image source

કોકીલાબેનના જન્મદિન પર તેમની મોટી વહુ નીતા અંબાણી ખુબ જ સુંદર લાગી રહી હતી. નીતા અંબાણીએ આ અવસર પર લાલ અને સોનેરી રંગનો હેવી લેહેંગા કેરી કર્યો હતો. આ હેવી લેહેંગાની સાથે હેવી ઈયરરીંગ અને વાળમાં ગજરો નાખ્યો હતો. નીતા અંબાણીનો લુક એકદમ પરફેક્ટ અને એટ્રેક્ટીવ લાગી રહી હતી.

image source

ત્યાંજ ટીના અંબાણીએ કોકીલાબેનના જન્મદિન પર ગોલ્ડન રંગની સાડી કેરી કરી હતી. ઉપરાંત ટીનાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.

ઉલ્લેખનીય વાત છે કે, કોકીલાબેનના જન્મદિવસના સાત દિવસ અગાઉ જ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. ભાગવત સપ્તાહના છેલ્લા દિવસે આખા અંબાણી પરિવારે એકસાથે મળીને ભાગવતની આરતી કરવામાં આવી હતી.

image source

ટીના અંબાણીએ સાસુ કોકિલાબેન અંબાણીને જન્મદિનની શુભકામનાઓ આપતા એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી, આ પોસ્ટમાં ટીના અંબાણી લખે છે કે, મમ્મી તમે અમારા માટે ઘણી બધી રીતે પ્રેરણારૂપ છો. તમે જે પણ કર્યું તે માટે આપનો આભાર. હેપ્પી બર્થ ડે.

image source

કોકીલાબેન એક ફોટામાં નાના દીકરા અનીલ અંબાણી, નાની વહુ ટીના અંબાણી, પૌત્ર જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી સાથે જોવા મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ