ઉઠતાની સાથે પેટ સાફ કરવા અજમાવો આ ઘરેલુ ઉપાયો

કલાકો ટોયલેટમાં બેસી રહ્યા પછી પણ પેટ સાફ નથી થઈ રહ્યું તો હવે આ લેખ દ્વારા કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું જે અજમાવવાથી પેટ સાફ થઈ શકે છે.

પાણી:

image source

પાણી આપણા સ્વાસ્થ્ય માટે અમૃત છે આ વાત તો આપણે બધા જાણીએ છીએ. એટલે જ રોજ ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જી હ પાણી શરીરને સારી રીતે ડિટોક્સ કરવામાં સૌથી વધારે ફાયદાકારક હોય છે. જે લોકોનું પેટ સાફ ના થવાની સમસ્યા હોય છે તેઓને દિવસભરમાં ખૂબજ વધારે પાણી પીવું જોઈએ. સવારના સમયે તો હુંફાળું પાણી પીવાથી ખૂબ વધારે ફાયદાકારક હોય છે. સવારે ઉઠયા પછી ૧ ગ્લાસ હુંફાળું પાણી પીવો, પછી ટોયલેટ જવું. એનાથી આપનુ પેટ સારી રીતે સાફ થઈ શકે છે. આપ ઈચ્છો તો આ હુંફાળા પાણીમાં ૧ ઢાંકણું ગોઅર્ક ભેળવીને પી શકો છો. કેટલાક દિવસો સુધી આ ઉપાય કરવાથી આપનું પેટ તરત સાફ થવા લાગે છે.

લસણ:

image source

જો આપ ઈચ્છો છો કે આપનું પેટ સવારે કલાકો સુધી ટોયલેટમાં બેસવાને બદલે સરળતાથી અને જલ્દી સાફ થઈ જાય તો આપે લસણનું સેવન જરૂર કરવું જોઈએ. જી હ લસણમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે સખત મળને મુલાયમ કરીને આપના આંતરડા માંથી સરળતાથી બહાર કરી દે છે. લસણને આપ શેકેની કે પછી કાચું પણ ખાઈ શકો છો. આ આપની બોડી માટે અને કેટલાક પ્રકારથી ફાયદાકારક હોય છે.

સફરજનનું વિનેગર:

image source

સફરજનનું વિનેગર આપની કેટલીક સમસ્યાઓને દૂર કરવાની સાથે સાથે પેટને સાફ કરવામાં પણ મદદ કરે છે. જો આપ જો આપ ઈચ્છો છો કે આપનુ પેટ સાફ થાય અને વધારે સમય સુધી ટોયલેટમાં બેસવું ના પડે તો આપ સફરજનના વીનેગર લઈ શકો છો. આ ડાયજેશન સિસ્ટમને તંદુરસ્ત કરીને આપની જૂનામાં જૂની કબ્જને દૂર કરવાની તાકાત રાખે છે. જી હા સફરજનનું વિનેગરના ઔષધીય ગુણ પેટની દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. આપે સફરજનના વીનેગરને રોજ ભોજન કરતાં પહેલા ૨ ચમચી અડધા કપ પાણીમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવું જોઈએ.

દહી:

image source

દહીને પેટ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. પેટને સાફ રાખવા માટે જે જે બેક્ટેરિયા ફાયદાકારક હોય છે અને જે આપણા આંતરડા માટે પણ જરૂરી હોય છે તેવા બેક્ટેરિયા દહીમાં મળી આવે છે. દહીનું સેવન કરવાથી આ બેક્ટેરિયાઓની ઉણપ પૂરી કરી શકાય છે. પેટને હેલ્ધી રાખવા માટે આપ દહી, છાશ વગેરે લઈ શકો છો અને પેટની દરેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

ઈસબગોલ:

image source

ઈસબગોલ એક પ્રભાવકારી આયુર્વેદિક હર્બ છે, જે ડાયજેશન સંબંધી કેટલીક પ્રકારની બીમારીઓમાં ખૂબ ફાયદેમંદ માનવામાં આવે છે. જી બિલ્કુલ્ ઈસબગોલના બેહતરીન ગુણોના કારણે ઈસબગોલને પેટ સંબંધિત કેટલીક તકલીફોમાં ખૂબ કારગત નીવડે છે. જે લોકોને કબ્જ કે પેટની ગડબડ , આંતરડાના રોગો, ખરાબ પાચનશક્તિ જેવી તકલીફો રહે છે , તો એમના માટે ઈસબગોલ એક સરળ, સસ્તો અને કુદરતી ઉપચાર છે. ઈસબગોલની તાસીર ઠંડી હોય છે, આ પેટના આંતરડામાં ફસાયેલ મળને કાઢીને પેટ સાફ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ