પ્રેમ તો અમર છે..એક મહિનાના અંતરાલમાં ફરી વેવાઇ ભાગી ગયા વેવાણને લઇને, મચી ગયો ખળભળાટ

સુરતના વેવાઈ વેવાણ પોતાના પ્રેમ આગળ ઝૂકી ગયા – બાકીનું જીવન સાથે વિતાવવાનો નિર્ધાર

image source

સુરતના વેવાઈ વેવાણની જોડી ગુજરાતમાં દીપિકા અને રણવીર કરતાં પણ વધારે પોપ્યુલર થઈ ગઈ છે. અને હાલ ફરી આ બન્નેના પ્રેમનો કીસ્સો ચર્ચામાં આવી રહ્યો છે. જાન્યુઆરીની શરૂઆતમાં વેવાઈ વેવાણ વચ્ચેના પ્રેમનો કિસ્સો સમગ્ર સોશિયલ મિડિયામાં વાયરલ થઈ ગયો હતો. વેવાઈના પુત્ર અને વેવાણની પુત્રીના લગ્ન હતાં પણ તેમના સંતાનોના લગ્ન થાય તે પહેલાં પોતે જ પુનઃપ્રેમમાં પડી ગયા અને એકબીજા સાથે પલાયન થઈ ગયા હતા ત્યારનો આ કિસ્સાએ ચકચાર મચાવી હતી.

image source

તેઓ ભાગીને ઉજ્જૈનમાં 16 દિવસ સુધી એક ગેસ્ટહાઉસમાં સાથે રહ્યા હતાં છેવટે તેમને તેમના મોબાઈલ લોકેશનથી શોધી કાઢવામાં આવ્યા હતા અને પરિવારના સમજાવ્યા બાદ તેઓ પોત પોતાના ઘરે પરત ફર્યા હતા. જોકે વેવાણનો તેમના પતિએ સ્વિકાર નહીં કરતાં તેઓ પોતાના પિયરમાં જ રહેતા હતા.

ત્યાર બાદ પણ બન્ને કુટુંબ વચ્ચે કડવાશના પ્રસંગો તો બનતા જ રહ્યા અને તે પણ સોશિયલ મિડિયા પર ચર્ચીત થતા રહ્યા. ધીમે ધીમે બધું થાળે પડી ગયું હોવાની લોકોને આશા હતી પણ ફરીવાર તેમના પ્રેમે માથું ઉંચક્યું છે અને તેઓ ફરી પાછા એકબીજા સાથે ભાગી ગયા છે.

image source

એક રીપોર્ટ પ્રમાણે એવી પણ જાણકારી મળવા પામી છે કે આ વખતે તેઓ ભાગીને કોઈ હોટેલ કે ગેસ્ટ હાઉસમાં નથી ગયા પણ પોતાનું ઘર વસાવી લીધું છે. 29 ફેબ્રુઆરીના રોજ તેમણે સુરતમાં જ એક ઘર રાખી લીધું છે અને હાલ તેઓ એક સાથે ત્યાં જ રહે છે. આ વખતે પણ તેઓ કુટુંબીજનોને જાણ કર્યા વગર જ જતા રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વેવાઈ-વેવાણનો આ પ્રેમ આજકાલનો નહીં પણ લગ્ન પહેલાંનો છે તેઓ એકબીજાને છેલ્લા 25 વર્ષથી જાણે છે. અને લગ્ન પહેલાં જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં પણ તે વખતે તેમના લગ્ન નહોતા થઈ શક્યા અને સમય પસાર થયે તેમના બીજી વ્યક્તિઓ સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતાં.

image source

પણ વેવાણની દીકરી અને વેવાઈના દીકરાના લગ્ન નક્કી થતાં અને તેના કારણે પ્રસંગોપાત ફરી એકવાર એકબીજાને વારંવાર મળવાનું થતું હોવાથી તેઓ ફરી એકવાર પ્રેમમાં પડ્યા હતાં. અને પોતાના સંતાનોની સગાઈ બાદ તેઓ એક સાથે સંતાનોના લગ્નની તૈયારી કરી રહ્યા હતાં તે દરમિયાન જ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા અને તેના કારણે સંતાનોની સગાઈ ફોક થઈ ગઈ હતી.

image source

ત્યાર બાદ તેમને પાછા બોલાવી લેવામાં આવ્યા હતા. બન્ને પોત પોતાના ઘરે પણ આવી ગયા હતાં પણ વેવાણના પતિએ તેમને સ્વિકારવાની ના પાડી દીધી હતી. અને હવે ફરી પાછા વેવાઈ-વેવાણે એકબીજા સાથે રહેવાનો નિર્ણય કરવાથી ચકચાર મચી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ