કોઈએ તમને સલાહ આપી હોય કોઈ નંગવાળી વીટી પહેરવાની તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો…

ઘણીવાર તમે વ્યક્તિઓને ગ્રહોનો પ્રભાવ વધારવા કે શાંત કરવા માટે આંગળીઓ પર ગ્રહો પહેરતા જોયા હશે. જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોના અલગ અલગ મહત્વને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યા છે. પોતાના જીવન પર ખરાબ અને ક્રોધી ગ્રહોને શાંત કરવા અને અસ્ત થયેલા ગ્રહોનો સારો પ્રભાવ પાડવા માટે રત્નો પહેરવામાં આવે છે.


અનેક એવા રત્નો છે જે ગ્રહોને શાંત કરીને તમારા જીવનમાં ખુશીઓ લાવી દેતા હોય છે. પરંતુ આ માટે આ રત્નો શુદ્ધ હોવા જોઇએ અને તેને જ્યોતિષના નિયમ પ્રમાણે પહેરવા જોઇએ. જો આમ ના થાય તો શુભ ફળ આપવાને બદલે વિપરિત ફળો આપી શકે છે.


રત્નો ખરીદતી વખતે તેના વજનથી લઇને અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. પત્નો ખરીદતી વખતે તેના વજનને નજરઅંદાજ કરી શકાય નહીં. જો ખરીદેલા રત્નોનું વજન અપુરતું હોય તો તેનો પ્રભાવ પણ તમારી મરજી પ્રમાણે પડશે નહીં. જેથી રત્નો ખરીદતી વખતે ક્યા રત્નું વજન કેટલું હોવું જોઇએ તેની માહિતી આપવામાં આવી છે.

જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા લોકોને જ્યોતિષ માણેક પહેરવાની સલાહ આપે છે. નબળા સૂર્ય ગ્રહ ધરાવતા લોકોએ ઓછામાં ઓછા ત્રણ રતીનો માણેક પહેરવો જોઇએ જેથી તેમના પર સૂર્યદેવની કૃપા વરસતી રહે છે.

શુક્ર ગ્રહનો રત્ન છે હીરો. જે લોકોને હીરો પહેરવાની સલાહ આપવામાં આવી હોય તેમણે દોઢ રતીનો હીરો પહેરવો જોઇએ. જેથી તેમને શુક્ર નડે નહીં.
જો શનિની સ્થિતિ સારી હોય તો તેના પૂર્ણપ્રભાવ માટે નીલમ ધારણ કરવો જોઈએ. જે લોકોને નીલમ પહેરવાની સલાહ આપવામાં આવી હોય તેમણે ઓછામાં ઓછા ચાર રતીનો નીલમ પહેરવો જોઈએ.


જેને બુધ ગ્રહની કૃપા મેળવવી હોય તેમને પન્નો પહેરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમને પન્નો પહેરવાની સલાહ આપે તો તમારે ત્રણથી છ રતીનો પન્નો પહેરવો જોઈએ. નહિં તો યોગ્ય પરિણામ મળતું નથી.

કુંડળીમાં ગુરૂને મજબૂત કરવા માટે પોખરાજ પહેરવામાં આવે છે. તે કમસેકમ 3થી 4 રતીનો હોવો જોઈએ. પોખરાજ પહેરવા ઇચ્છતા લોકોએ ક્યારેય 6,11 કે 15રતીનો પોખરાજ ન પહેરવો જોઈએ.


જે લોકો ચંદ્રની શાંતિ અને પ્રસન્નતા મેળવવા ઇચ્છતા હોય તેઓને ચંદ્રનો પ્રભાવ માટે મોતી પહેરવાની સલાહ આપવામાં આવે છે. આવા લોકોએ મોતી 4,6,2 અથવા 11રતીનો પહેરવો જોઈએ. 7 કે 8 રતીનુ મોતી ક્યારેય ન પહેરવુ જોઈએ.


મંગળ ગ્રહનો રત્ન મૂંગા છે. આ રત્ન 6,11 કે 13 રતીનો હોવો જોઈએ. 5 કે 14 રતીનો મૂંગા ક્યારેય ન પહેરવો જોઈએ.


ગોમેદ રાહુનુ રત્ન છે. તે 4,6,11 કે 13 રતીનો હોવો જોઈએ. 7,10 કે 16 રતીનો ગોમેદ ક્યારેય ન પહેરવો જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
*આ કોઈપણની આસ્થાનો વિષય હોઈ શકે છે. દરેકને આમાં વિશ્વાસ હોય એવું જરૂરી નથી.