જો ઘરમાં કોઇને હોય ચોરી કરવાની આદત, તો પહેલા વાંચી લો ‘આ’ બીમારી વિશે..

ક્લેપ્ટોમેનિઆ, કારણ વગર જ કંઈને કંઈ વસ્તુઓ ચોરી લેવાની આદત છે ખતરાનક! જાણો બિમારીના લક્ષણો, કારણ અને ઉપચાર…

આ વાત સાંભળવામાં ભલે જરા અજીબ લાગે પણ એક વાત તો છે કે કેટલાક લોકોને વસ્તુઓ ચોરવાની બહુ મજા આવતી હોય છે. ક્લેપ્ટોમેનિઆ, એક પ્રકારનો એવો રોગ છે, જેમાં માનવામાં આવે છે કે દર્દીને કોઈને કોઈ વસ્તુને ચોરવામાં મનોરંજન મળતું હોય છે. આવો જાણીએ શું છે આ તકલીફ અને શું છે તેના લક્ષણો અને તેની સારવાર કઈ રીતે કરી શકાય છે.

image source

કેટલાક વર્ષો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘સિમરન’ માં કંગના રનૌતનું કેરેક્ટર યાદ આવે છે? તે ફિલ્મમાં ક્લેપ્ટોમોનીયાની સમસ્યાથી ગ્રસ્ત ચૂલબુલી છોકરીનું પાત્રનો અભિનય કરે છે, તેણે આ પાત્ર બહુ જ સુંદર રીતે નિભાવ્યું હતું, જેમાં તેને કારણ વગર જ ચીજો ચોરવા મટે તેનું મન લલચાતું હતું. હવે, સવાલ એ ઊઠે છે કે આખરે કોઈ વ્યક્તિને કોઈ ચીજ વસ્તુ ચોરી લેવાનું મન થતું જ કેમ હોય છે? આવો જાણીએ શું છે આ તકલીફ…

શું છે આ તકલીફ? વિગતવાર સમજીએ…

image source

આ રોગના ભોગ બનેલા લોકો તેમની પોતાની જ લાગણીઓ અને વર્તનને નિયંત્રિત કરવામાં અસમર્થ બની જાય છે છે. ખરેખર તે ઇમ્પલ્સ કંટ્રોલથી સંબંધિત એક ગંભીર સ્વરૂપની માનસિક સમસ્યા છે. અહીં એ નોંધવું યોગ્ય રહેશે કે આ સમસ્યાથી પીડાતા વ્યક્તિ કોઈ ખાસ વસ્તુની ચોરી તેમની જરૂરિયાત માટે વ્યવસ્થિત રીતે વિચારીને કે પ્લાન ચોરી કરતા નથી અથવા આ કાર્યમાં અન્ય કોઈની મદદ પણ લેતા નથી. આ તકલીફમાં એક બાબત સારી છે કે બને ત્યાં સુધી તે અન્ય લોકોને કોઈ શારીરિક નુકસાન પહોંચાડતાં નથી. છતાં સમાજ આ સમસ્યા સાથે નૈતિકતાની સાથે જ સરખાવે છે. કારણ કે ભલે બીમારીના ભોગે કે માનસિક અસ્થિરતાના કારણે કરાતી ચોરી પણ આખરે તો ચોરી જ છે ને?

image source

ક્લેપ્ટોમેનિઆ, નામના માનસિક રોગની જાગૃતિની લોકોમાં નહીવત હોવાથી લોકો આ ટેવને એક પ્રકારની માનસિક સમસ્યા તરીકે માનવા તૈયાર નથી હોતાં અને તેનાથી પીડાતા વ્યક્તિના ચરિત્ર પર શંકા કરીને તે તેનાથી અંતર રાખવા લાગે છે. આવું કરવું કેટલાક લોકો માટે મજબૂરી પણ બની જતી હોય છે કેમ કે તેમને આની ટેવ પડી હોય છે જેમ કોઈને વ્યસનની ટેવ પડી ગઈ હોય.

જાણો શું છે તેના મુખ્ય લક્ષણો…

image source

આવી સમસ્યાથી પીડિત લોકો કોઈપણ જરૂરિયાત કે લોભ વિના ગમે ત્યાંથી કોઈપણ વસ્તુ ઉપાડી લેવાની ટેવ હોય છે. આવું કરતી વખતે, તેઓ એક ખાસ પ્રકારનો આનંદ અનુભવે છે. આવા લોકોએ ઉપાડેલી વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે તેઓ બીજાઓથી છુપાવીને રાખતા હોવાથી તેઓ તેનો જાહેરમાં ઉપયોગ કરતા પણ નથી. તેઓ તેમને સુરક્ષિત જગ્યાએ છુપાવી દે છે. જ્યારે પણ તક આવે છે ત્યારે તેઓ તેને એકલામાં જોઈને પણ ખુશ થાય છે. ઘણી વખત એવું પણ બને છે કે આવા લોકો તે વસ્તુઓને સાચવી રાખવાને બદલે ચોરી લીધા બાદ તે વસ્તુઓને તેજ જ જગ્યાએ મૂકી દે છે જ્યાંથી તેઓએ એ વસ્તુઓ લેવામાં આવી હતી.

આવી વિચિત્ર ટેવ પાછળ જાણો શું છે, કારણ?

image source

હમણાં સુધી, આ સમસ્યા વિશે કોઈ સ્પષ્ટ કારણ શોધી શકાયું નથી. છતાં વૈજ્ઞાનિકો માને છે કે મગજમાંથી મુક્ત થયેલ સેરોટોનિન અને ડોપામાઇન જેવા ન્યુરોટ્રાન્સમીટર વ્યક્તિની લાગણી અને વર્તનને નિયંત્રિત કરે છે. આ બંને માનસિક તત્વોના અભાવને કારણે વ્યક્તિને આવી સમસ્યા આવી શકે છે. આ સમસ્યાનો શિકાર વ્યક્તિ પોતાના વિચારો ઉપરનો કંટ્રોલ ગુમાવી દે છે અને કોઈ વસ્તુ ચોરી લેવા માટે પ્રેરાય છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ આ સમસ્યથી પીડાતી વ્યક્તિત્વને બોર્ડર લાઈન પર્સનાલીટી કે એ રીતનો મનોગ્રસ્ત વિકાર કહેવાય છે અથવા તો ઓબ્સેસિવ કમ્પલ્સન ડિસઓર્ડર માનવામાં આવે છે જે માનસિક અસ્વસ્થતાના લક્ષણો ધરાવે છે, તો તેમને માટે આ પ્રકારનું ક્લેપ્ટોમેનીઆ થવાનું જોખમ વધારે છે. જો કે આ મનોરોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ તેના લક્ષણો ઘણીવાર કિશોરોમાં વધુ જોવા મળે છે.

જીવન પર કેવી થાય છે, અસર

image source

ક્લેપ્ટોમેનીયાની સૌથી મોટી સમસ્યા એ છે કે સમાજ ચિંતાની દ્રષ્ટિએ પીડિતને જુએ છે. તેના સંબંધો પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. આવી આદતને લીધે, કોઈ લોકો તેમના ઉપર વિશ્વાસ કરતાં અચકાય છે. કોઈ તેમની ઉપર ભરોસો કરવા તૈયાર હોતું નથી. ઘણી વખત પીડિતના અભ્યાસ ઉપર અસર પડે છે, તેમની નોકરી પણ ખોઈ બેસવાનો વારો આવી જાય છે. કલિગ્સ અને મિત્રો પણ ધીમે ધીમે તેને છોડી દે છે. આવી સ્થિતિમાં તે કેટલીક વખત દારૂ અથવા ડ્રગ્સનો આશરો લઈ શકે છે. આનાથી કેટલાક લોકોમાં હતાશા અને આત્મહત્યાના વિચારો જેવી વૃત્તિ જેવા લક્ષણો પણ જોવા મળતાં હોય છે.

જાણો કઈ રીતે કઈ શકાય છે આ સમસ્યાની સારવાર…

image source

જો આ સમસ્યાના લક્ષણો ઉપરથી આ રોગની ઓળખ કરવામાં આવે અને તેની સારવાર યોગ્ય સમયે શરૂ કરવામાં આવે, તો તે દર્દીને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ થઈ શકે છે. ક્લેપ્ટોમેનીયા એ એક જટિલ મનોચિકિત્સા કરવામાં આવે છે કારણ કે તેમાં ડિપ્રેસન, બોર્ડરલાઈન પર્સનાલિટી, ઓસીડી જેવી અન્ય સમસ્યાઓનાં લક્ષણોનો પણ સમાવેશ થતો હોય છે. તેથી, દર્દીઓને તેની સારવાર માટે દવાઓ કરવાની સાથે કાઉન્સલિંગ અને મનોચિકિત્સા પણ આપવામાં આવે છે. સમસ્યા દૂર થવા માટે એક વર્ષથી વધુનો સમય લાગી શકે છે. તે પછી પણ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટની બધી સૂચનાઓનું કડકપણે પાલન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ