એક ક્લિકે વાંચી લો ADHD બીમારી શું છે, જો વાંચવામાં મોડા પડ્યા તો પસ્તાશો

માનસિક બીમારી ADHD પિડિત લોકો માટે છે ઓમેગા – 3 રામબાણ ઉપાય

આ પ્રકારની બિમારી ખાસ કરીને બાળકો તેમજ યુવાનોમાં વધારે જોવા મળે છે. આ કોઈ ગંભીર બીમારી નથી પણ જો તેનું યોગ્ય સમયે ધ્યાન ન રાખવામાં આવે અને યોગ્ય સમયે કાળજી ન લેવામાં આવે તો તેમના ભવિષ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. હવે જાણીએ શું છે ADHD બિમારી.

image source

ADHD – માનસિક બિમારી શું છે ?

ADHD એટલે કે એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટિ ડિસઓર્ડર. આ બિમારીથી મોટા ભાગે યુવાનો તેમજ બાળકો પીડાય છે. આ માનસિક બીમારીમાં બાળકોમાં એકાગ્રતાની ખોટ રહે છે તેમજ તેઓ ખુબ જ જલદી બેચેન થઈ જાય છે. આ ઉપરાંત એક જ સમયે એક કરતાં વધારે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે અને છતાં એક કામ પણ તેઓ પુરુ નથી કરતી શકતાં. સામાન્ય રીતે આ બીમારી બાળક 12-13 વર્ષનું થાય ત્યાં સુધીમાં જતી રહેતી હોય છે. પણ જો તેના પર ધ્યાન ન આપવામા આવે તો તે બિમારી યુવાવસ્થા સુધી ખેંચાઈ જાય છે. જેની અસર તેમના ભણતર પર પડે છે અને તેના કારણે તેઓ યોગ્ય કારકીર્દી નથી ઘડી શકતા.

image source

ઓમેગા – 3 છે ADHDનો ઇલાજ

ADHDની બિમારીમાં ઓમેગા – 3 ફેટી એસિડ અસરકારક રીતે મદદરૂપ થઈ શકે છે. ઓમેગા-3 શરીરમાં એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે કામ કરે છે. એટલે કે તેઓ શરીર અંદર શરીરને નુકસનકારક તત્ત્વ તેમજ શરીરમાં પ્રવેશતાં નુકસાનકારક તત્ત્વોને અંકુશમાં રાખવાનું કામ કરે છે.

image source

અમેરિકાની સંસ્થા સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા મળેલી માહિતી પ્રમાણે 60 લાખ લોકો ADHDથી ગ્રસ્ત છે. યુ.કે અને ચાઇનાના સંસ્થાનો દ્વારા કરવામાં આવેલા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ADHD પિડિત યુવાનોની સારવારમાં જો ઓમેગા-3 યુક્ત ફિશ ઓઇલ પુરક હકારાત્મક ભાગ ભજવે છે.

image source

આ સંશોધન પ્રમાણે છ વર્ષથી 18 વર્ષના બાળકોનો સમાવેશ કરવામા આવ્યો હતો. આ સંશોધન દરમિયાન તેવા બાળકો કે જેમનામાં EPAનું લેવલ ઓછું હતું તેમને સતત 12 અઠવાડિયા સુધી ઓમેગા-3 ફેટી એસિડનો ડોઝ આપવામા આવ્યો હતો. ત્યાર બાદ તેમનું ફરી પરિક્ષણ કરવામા આવ્યું ત્યારે જાણવા મળ્યું કે ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધવાથી તેમના લોહીમાં EPA માં અને સર્ક્યુલેશનમાં સુધારો થયો છે. જો કે જેટલા બાળકોમાં EPAનું પ્રમાણ સામાન્ય અને ઉંચુ હતુ તેમનામાં કોઈ જ પરિવર્તન જોવા ન મળ્યું.

image source

આ સંશોધન દ્વારા સંશોધકોને એ જાણવા મળ્યું છે કે ADHD પિડિત બાળકોની સારવાર કરતાં સાઇકાઇટ્રિસ્ટ્સે યુવાનોની સારવાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમને જે કોઈ પણ દવા આપવામાં આવે ત્યારે તેમના માટે પર્સનલાઇઝ્ડ મેડિસિન એપ્રોચને અપનાવવામાં આવે જેથી કરીને પિડિતમાં ઓછા સમયમાં સુધારો જોવા મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ