કિશમિશ ખાવાનાં ફાયદા છે લાજવાબ,કરે આ બિમારીઓને દૂર..

આ રીતે કરો કિશમિશનું સેવન,થઈ જશે ઘણી બિમારીઓ દૂર

કિશમિશ એક પ્રકારનું ડ્રાય ફ્રૂટ છે,જે ખાવામાં મીઠા અને થોડા ખાટા સ્વાદની હોય છે. કિશમિશ ખાવાથી શરીરને ઘણા પ્રકારનાં લાભ મળે છે. આ ડ્રાયફ્રૂટની અંદર ભરપૂર માત્રામાં આયરન,મેગ્નેશિયમ,પોટેશિયમ અને કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. દરરોજ આનું સેવન કરવાથી શરીરની રક્ષા ઘણા પ્રકારની બિમારીઓથી થાય છે. એટલે તમે કિશમિશનું સેવન જરૂરથી કરો. આવો જાણીએ કિશમિશનાં ફાયદા

કિશમિશ ખાવાનાં ફાયદા છે ખૂબ ચમત્કારિક

કબજિયાતમાં થાય રાહતકિશમિશ ખાવાનાં ફાયદા કબજિયાતમાં ખૂબ અસરદાર સાબિત થાય છે. કિશમિશ ખાવાથી કબજિયાતની સમસ્યા એકદમ દૂર થઈ જાય છે. જે લોકોને પણ કબજિયાતની તકલીફ રહે છે તે લોકો દરરોજ રાત્રે સુતા પહેલા દૂધ સાથે થોડી કિશમિશને ઉકાળી લો અને પછી આ દૂધનું સેવન કરી લો. આ દૂધને પીવાથી સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે અને તમને કબજિયાતની તકલીફથી છૂટકારો મળી જશે. તમે આ દૂધનું સેવન ત્યાં સુધી કરતા રહો, જ્યાં સુધી તમારી કબજિયાતની તકલીફ એકદમ બરાબર ન થઈ જાય.

વજન વધારવામાં મદદરૂપ કિશમિશ ખાઈને વજન પણ સરળતાથી વધારી શકાય છે. જે લોકો ઓછા વજનની સમસ્યાથી દુખી છે તે પોતાના ડાઈટમાં કિશમિશને ઉમેરી લે. દરરોજ થોડી કિશમિશ ખાવાથી વજન વધવા લાગી જાય છે અને તમને એકદમ ચૂસ્ત શરીર મળી જાય છે. કિશમિશની અંદર ગ્લૂકોઝ અને ફ્રક્ટોઝ તત્વ મળી આવે છે જે શરીરનું વજન વધારવામાં અને શરીરને તાકાત પ્રદાન કરવાનું કાર્ય કરે છે.

લોહીની કમી થાય પૂરી લોહીની કમી પૂરી કરવામાં લાભદાયક છે. જે લોકોને શરીરમાં લોહીની કમી રહે છે તેને ડોક્ટર દ્બારા કિશમિશ ખાવાની સલાહ જરૂરથી આપવામાં આવે છે. કિશમિશ ખાવાથી લોહી સરળતાથી વધારી શકાય છે. અસલમાં કિશમિશની અંદર વિટામીન બી કોમ્પલેક્સ રહેલું હોય છે જે શરીરમાં લોહીની ખામીને પૂરી કરી દે છે. કિશમિશને બદામ સાથે ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં આયરન મળી જાય છે.

હાડકા બને મજબૂત

જે લોકોનાં હાડકા નબળા છે અને જે લોકોને અવારનવાર હાડકામાં દુખાવાની ફરિયાદ રહે છે, તે લોકો કિશમિશનું સેવન કરવાનું શરૂ કરી દો. કિશમિશ ખાવાથી હાડકા મજબૂત બની જાય છે અને સાથે જ હાડકામાં થનાર દુખાવો પણ એકદમ ગાયબ થઈ જાય છે. ઘુંટણમાં દુખાવાની ફરિયાદ જે લોકોને રહે છે તે દરરોજ ૧૦-૧૫ કિશમિશનાં દાણા જરૂર ખાવ.

આંખો માટે ફાયદાકારક

લીવર બરાબર રીતે કામ કરે કિશમિશ લીવરને મજબૂત કરવા માટે પણ લાભદાયક સાબિત થાય છે. નબળા લીવર હોવા પર તમે નિયમિત કિશમિશ વાળા પાણીનું સેવન કરો. કિશમિશ વાળું પાણી પીવાથી લીવર મજબૂત થઈ જશે અને બરાબર રીતે કામ કરશે. કિશમિશનું પાણી તૈયાર કરવા માટે તમે બસ રાત્રે સુતા પહેલા ૧૦-૧૫ કિશમિશનાં દાણ પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટ કિશમિશ સહિત આ પાણી પી લો. આ પાણી પીવાથી તમને જલ્દી જ આની અસર શરીર પર દેખાવા લાગશે અને તમારું લીવર બરાબર થઈ જશે.

કોલેસ્ટ્રોલ લેવલ બરાબર જળવાઈ રહે જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધારે રહે છે તે લોકો કિશમિશનું પાણી દરરોજ પીઓ. કિશમિશનું પાણી દરરોજ પીવાથી કોલેસ્ટ્રોલનું લેવલ બરાબર રહે છે અને આમ થવાથી હ્દયનાં સ્વાસ્થય પર પણ કોઈ ખરાબ અસર નથી પડતી.

કિશમિશ ખાવાની સાચી રીત કિશમિશ ખાવાનો સૌથી સાચો સમય સવારનો હોય છે અને કિશમિશથી વધારે લાભ શરીરને મળે એટલે તમે આને પલાળીને જ ખાવ. કિશમિશને પલાળીને ખાવા સિવાય તમે તેને દૂધ સાથે પણ ખાઈ શકો છો. દૂધ સાથે કિશમિશ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થઈ શકતી. આ સિવાય તમે બદામ સાથે કે પછી ખીરની અંદર પણ કિશમિશ નાખીને ખાઈ શકો છો. જોકે તમે આ વાતનું ધ્યાન રાખો કે જો તમને શુગરની બિમારી છે તો તમે કિશમિશનું સેવન ન કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ