એક લસણની કળી દરરોજ લેવાથી ક્યારેય નહિ થાય શરીરમાં લોહીની કમી…

લસણ છે ચમત્કારિક ઔષધ! સામાન્ય વ્યક્તિને બનાવી દે છે પાવરહાઉઝ… તેના નિયમિત સેવનથી થાય છે અદભૂત લાભ…

લસણ એ દરેક મસાલેદાર વાનગીનું એક મહત્વનું વસાણું છે. લસણ વગરના શાક ધમધમતા તીખાંતમતાં નથી તેમ છતાં આપણી સંસ્કૃતિમાં કેટલાક સાંપ્રદાયમાં લસણ ખાવું વર્જ્ય છે. અનેક વાનગીઓ એવી હોય છે કે તેમાં લસણનો વગાર ન થયો હોય તો સ્વાદ તદ્દન ફિક્કો લાગે છે. જેમ કે પાઉં ભાજી, મીસળ પાઉં કે પંજાબી મસાલેદાર સબ્જી! કલ્પના જ ન કરી શકો કે તે લસણ નાખ્યા વગર બને પણ ખરાં?


લસણને દરરોજ ભોજનમાં કાચું કે સમારીને ધી કે તેલમાં કકડાવીને અથવા લાલ મરચાં સાથે તીખી સુકી કે તેલવાળી ચટણી બનાવીને ખવાય છે. બની શકે આ રીતે લસણને લેવાથી શરીરને ફાયદો થાય પણ તેમાં વધુ પ્રમાણમાં તેલ – ઘી, મીઠું, મરચું કે મસાલા હોય તો તે ફાયદાકારક થવાને બદલે નુક્સાનકાર થઈ જાય છે. એ.સીડિ.ટી. થવી કે અલ્સર થવા જેવી તકલીફો થઈ શકે છે. લસણને કઈરીતે નિયમિત લેવું અને તેના ગુણકારી લાભ કયા છે તે વિગતવાર જાણશો તો તમને નવાઈ લાગશે. તેન દરરોજ ખાવાથી શરીરમાં થતા અનેક જીવલેણ દર્દોમાં લસણ અક્સીર દવા બનીને થાય છે મદદરૂપ.

લસણના અદભૂત અને અક્સીર લાભો જાણશો તો તમે આશચર્યચક્તિ થઈ જશો.

૧ લસણ એ શ્રેષ્ટ શક્તિવર્ધક છે


તમને જાણીને નવાઈ લાગશે કે પુરાતન સંસ્કૃતિમાં જ્યારે સતત રાજપાઠ અને સત્તા માટે યુદ્ધ થતાં હતાં ત્યારે ઇજિપ્ત, રોમન અને ગ્રીક સંસ્કૃતિમાં પોતાના સૈનિકોને લસણ ખાવામાં આપવામાં આવતું. યુદ્ધના સમયે સૈનિકો અને ઓલંપિક્સમાં રમતા રમતવીરોને લસણ ખાવા પર ખૂબ જોર અપાતું. તેનું ખાસ કારણ એજ છે કે લસણમાં એવું તત્વ છે જે શરીરને અંદરથી મજબૂત કરે છે અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને વધુ સશક્ત કરે છે.

પુરાતન સમયની વાતને ધ્યાનમાં લઈને આધુનિક વિજ્ઞાને પણ કેટલાક અભ્યાસો કર્યા છે. તેમાં એવું તારણ મળ્યું છે કે કસરત કરતા રમતવીરો પર તેની સારી અસર પડે છે. હા, એવું તો ન કહી શકાય કે તે શક્તિમાં બમણો વધારો કરે છે પરંતુ એ વાત ચોક્કસ છે કે લસણ ખાતા કસરતી શરીરના લોકોને થાક ઓછો લાગે છે. તેમને કસરત કરતી વખતે મુશ્કેલીઓ ઓછી પડે છે તે નક્કી છે.

સૌથી વધુ અસર એલોકોને થાય છે જેમને હાર્ટની તકલીફ છે. કહેવાય છે કે માત્ર ૬ અઠવાડિયા લસણનું તેલ લેવાથી હ્રદયરોગની તકલીફમાં સુધારો થાય છે.

૨ લસણ તમારા માટે લડે છે


લસણનું કુદરતી ઔષધીય તત્વ આપણાં શરીરમાં જઈને ખોરાક સાથે લોહીમાં ભળે છે. તે જુદા જુદા પ્રકારના વાઈરસ, બેક્ટેરિયા અને અન્ય પરોપજીવી જીવાણુંઓથી આપણાં શરીરનું રક્ષણ કરે છે. તેને કારણે શરીરમાં પ્રવેશતી ગંભીર બીમારી વધારે ખરાબ સ્વરૂપ લઈ નથી લેતું.

લસણ આકરી શરદી ઉધરસની સામે લડવામાં ખૂબ જ મદદરૂપ છે તેનું સેવન કરવાથી જો શરદી સાત દિવસ ચાલતી હોય તો તેની અવધી ટૂંકી થઈને દોઢ કે બે જ દિવસમાં છૂ થઈ જાય છે. પહેલાંના જમાનામાં લસણનો ઉપયોગ લકવાના દર્દીને સાજો કરવા અને જેમને લોહીના બ્રમણમાં તકલીફ હોય તેમને ભોજનમાં ખાસ આપવામાં આવતું. લસણ ખરેખર શું અને કેટલી અસર કરે છે તે ચોક્ક્સપણે નોંધાયું નથી પણ માનવામાં આવે છે કે તે પ્રતિકારક શક્તિમાં શ્રેષ્ટ રીતે વધારો કરે છે. તેની તાસીર ગરમ છે તેથી તેને શરદીમાં ખાસ લેવું જોઈએ.

૩ ભારે ભોજનને પચાવે છે


જો તમે દિવસ દરમિયાન ભારે ભોજન કર્યું હોય અને તમને એવું લાગે કે તમે તેને ઝડપથી પચાવી નહીં શકો તો તમારે ભોજનમાં કાચું સૂકું લસણ પણ ખાવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ગેસ નહીં ભરાય અને ભોજન આરામથી પચી જશે. શરીરને ભારે જમ્યા પછી આળસ, સુસ્તી કે કંટાળો આવે છે આ બધું તમારી ક્રિયાઓ પર અસર કરે છે. તમારા મગજની નસોને તાણ આપી શકે છે. એવું પણ કોઈવાર બને છે કે વ્યક્તિનું ભારે ભોજન લેવાથી મૃત્યુ થયું હોય!

નાના બાળકના ભોજનમાં લસણના વપરાશમાં પ્રમાણ ઓછું રાખવું કેમ કે નાના બાળકોને લસણ માફક ન આવે તો ગરમ પણ પડી શકે છે. તે માટે ડોક્ટરની સલાહ જરૂર લેવી.

૪ ચરબી ઓગાળવામાં મદદરૂપ


લસણ ચરબી ઓગાળવામાં સારીરીતે મદદરૂપ થાય છે. તે લોહીમાં ભળેક કોલેસ્ટેરોલને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી છે. દરરોજ નિયમિત રીતે લસણ ખાવાથી તમારા શરીરનું કોલેસ્ટેરોલ ૧૦થી ૧૫ % ઘટે છે. વધુમાં તે શરીરમાં લોહીનું બ્રહ્મણ કરતી નસો અને ધમની – શીરાઓના કાર્ય પર પણ સારી અસર કરે છે. તેને લીધે હાર્ટ બ્લોકેજનો ભય ઓછો થાય છે.

લસણના અર્કને દવાઓમાં પણ ઉપયોગમાં લેવાય તે એટલું અક્સીર છે.

૫ હ્રદયનો બેસ્ટ ફ્રેન્ડ છે લસણ


જો તમને તમારા હ્રદયની ચિંતા હોય, તમને એમ થતું હોય કે તમને હ્રદયના હુમલાની કે હાર્ટ સ્ટ્રોકનો ભય છે તો એ ચિંતા તમે લસણ ઉપર છોડી દો. તે તમારા હ્રદયનો બેસ્ટ ફ્રેન્ડ બનીને તેને મદદ કરશે. લસણ લો બ્લડ પ્રેશર અને હાઈ બ્લ્ડપ્રેશર બંને પ્રકારના પેશન્ટ માટે તે ખૂબ જ ગુણકારી છે. જેમ ડોક્ટરની દવા આપણે નિયમિત લઈએ છીએ એટલી જ નિયમિત કાળજી લઈને લસણ ખાવું જોઈએ તો તેની ધારી અસર થશે. ઓછામાં ઓછી ચાર નાની લસણની કળી કે બે મોટી કળી ગળી જવી જોઈએ. પેટના દુખાવા સાથે બીજી ઘણી સમસ્યાઓ સરળતાથી ઓછી થઈ જશે. જો તમને માફક આવે તો જ લેવું, અનુકૂળતા મુજબ કળીની સંખ્યા વધારી કે ઘટાડી શકો છો.

લસણની અસરકારકતા તેના દરેક સ્વરૂપમાં એટલી જ મળે છે. તમે તેને કાચું, સૂકાયેલ પાવડર તરીકે કે પછી પકવેલ લસણ વાપરો તેમાં કોઈ ખાસ ફરક નથી પડતો. શરદી કે કાનમાં આવતા ચસકામાં લસણનું તેલ પણ ઉપયોગી છે. જેમને શ્વાસ ચડતો હોય કે વારંવાર પરસેવા થવાની ફરિયાદ હોય તેમણે પણ લસણ ચોક્કસ ખાવું જોઈએ.

૬ લસણ માનસિક સંતુલન જાળવવા મદદરૂપ


ડિમેટિયા એટલે માનસિક અવસ્થાનું ચિત્તબ્રમ થવું કે અસ્થિર થવું. જેમાં શરીર અને મગજનું સંતુલન ખોરવાઈ જાય છે અને ચેતાતંતુઓ યોગ્ય રીતે કાર્ય નથી કરતા. આવી અવસ્થામાં પણ લસણ માનસિક ઉત્તેજનાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ચિત્તને શાંત કરે છે. બલ્ડ પ્રેશર, અલ્ઝાઈમર કે બ્રેઈન સ્ટોક જેવા સામાન્ય મગજથી જોડાયેલ તકલીફો સામે લડવા લસણ ઉપયોગી થઈ શકે.

વધુમાં લસણમાં રહેલું એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ માનસિક તાજગી અનુભવવામાં પણ મદદ કરે છે. શરીરના કોષોના બંધારણને મજબૂત કરે છે અને નવા બનતા કોષોને પોષણ પણ આપવામાં સક્રીય રહે છે. કેન્સર જેવી જીવલેણ બીમારીમાં રોગ યુક્ત કોષોની વૃદ્ધિ ધીમી કરી દેવામાં કે જડમૂળથી નાબૂદ કરી દેવામાં પણ ઉપયોગી છે.

૭ લસણ ઘણી બાબતોમાં ગુણકારી છે


લસણના અનેક ગુણો વિશે તમે કોઈપણ સારા તબીબ સાથે ચર્ચા કરી શકો છો. લસણ એવું ઔષધ છે જેનું તત્વ સીધું લોહીમાં ભળી જઈને શરીર પર અસર કરે છે. તે ડાયાબિટીઝના રોગીઓ માટે પણ ગુણકારી છે. બ્લડ શૂગરને કંટ્રોલ કરીને અશક્તિ દૂર કરે છે. વળી, તે લોહી વિકારના વિવિધ રોગોમાં દવા તરીકે વપરાય છે. કોઈને જો વધારે લોહી વહી જવાની તકલીફ હોય અને તેમને કોઈ ઓપરેશન કરાવવું પડે એમ હોય તો લસણનો ઉપયોગ અઠવાડિયાં પહેલાંથી શરુ કરી દો. બ્લિડિંગ ઘટાડીને તેને જલ્દી થીજી જવામાં મદદ કરે છે.

લસણનો ઉપયોગ

લસણમાં એક ખાસ પ્રકારની ગંધ આવે છે. તેને લીધે પણ ઘણાં લોકો ખાવાનું પસંદ કરતાં નથી. વળી, તેને ખાઈને ગેસ દૂર થવાથી વા છૂટ કે ઓડકાર પણ આવતા હોય છે. આ બધી તકલીફો એક તરફ કરીને જોઈએ તો લસણ સારા સ્વાસ્થ્ય માટે અક્સીર ઔષધ છે. તેને પાણીમાં ભોજન બાદ ઝીણા કટકા કરીને કે નાનું હોય તો આખે આખું ખાઈ શકાય છે.


લસણને ખાવાની વધુ એક રીત પણ છે. તેની છાલ ઉતારીને તાવડીમાં આછું ગરમ કરીને શેકી લેવું અને રોજ સવારે કે રાતે સૂતાં પહેલાં એક કળી ચાવી કે ગળી જવી. અઠવાડિયાની એક સાથે સાત – આઠ લસણની કળી શેકીને બનાવી રાખીને ડબ્બીમાં મૂકી શકાય છે. તેને ફ્રિઝમાં ન મૂકવી. આ પ્રકારે શેકેલ લસણ ખાવાથી મોંમાં દૂર્ગંધ પણ બહુ નહીં આવે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ