દરરોજ અંજીર ખાવાથી શરીરથી દૂર રહેશે આ બિમારીઓ…

અંજીર ખાવાથી જોડાયેલા આ ૬ ગજબ ફાયદા, જે હેરાન કરી દેશે તમને

અંજીરનાં ફળને અંગ્રેજીનાં ફિગ નામથી ઓળખવામાં આવે છે. અંજીરના ફળ એશિયાનાં દેશોમાં મળી આવે છે અને આને સ્વાસ્થય માટે ખૂબ ગુણકારી માનવામાં આવ્યા છે.

અંજીરની અંદર ફાઇબર,વિટામીન એ,વિટામીન સી,વિટામીન કે,ફોલિક એસિડ,કેલ્શિયમ,મેગ્નેશિયમ,ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ઘણા લાભકારી તત્વો મળી આવે છે અને આ બધા તત્વો સ્વાસ્થયને સારું રાખવાનું કામ કરે છે. અંજીર ખાવાથી કોલેસ્ટ્રોલ,લીવર અને આંખોની રોશની બરાબર જળવાઈ રહે છે. અંજીર ખાવાથી બીજા ક્યા ક્યા લાભ શરીરને મળે છે તે આ પ્રકાર છે.

વજન ઘટે અંજીરની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને આ ખાવાથી વજન ઓછું કરવામાં આવી શકે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં છપાયેલા એક લેખ મુજબ ફાઇબર યુક્ત આહાર ખાવાથી વધારે વજનને ઓછું કરવામાં આવી શકે છે. એટલે જે લોકોનું વજન વધારે હોય તે લોકો અંજીરને પોતાના ડાઈટમાં શામેલ કરી લો.

જોકે તમે આ વાતનું ધ્યાન રાખો કે અંજીરનું સેવન જો દૂધ સાથે કરવામાં આવે છે તો તમારું વજન વધી શકે છે. એટલે તમે અંજીરનું સેવ દૂધ સાથે ન કરો.

બ્લડપ્રેશરમાં લાભદાયક અંજીરનાં ફળને બ્લડ પ્રેશરનાં દર્દીઓ માટે લાભદાયક માનવામાં આવ્યું છે અને આ ફળ ખાવાથી બ્લડ પ્રેશરને ઓછું અને નિયંત્રણમાં રાખવામાં આવી શકે છે. અંજીરની અંદર પોટેશિયમ અને સોડિયમ રહેલા હોય છે જે બ્લડ પ્રેશરને બરાબર રાખવાનું કામ કરે છે. સાથે જ આ ફળ ખાવાથી હાઇપર ટેન્શનની સમસ્યા પણ નથી થતી અને માણસ તણાવ મુક્ત રહે છે.

ઝેરી પદાર્થ શરીરથી બહાર કરે અંજીર ખાવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ પેશાબ વાટે શરીરથી બહાર નિકળી જાય છે. આ સિવાય અંજીર ખાવાથી પેશાબથી જોડાયેલી મુશ્કેલીઓથી પણ રાહત મળી જાય છે.

કબજિયાતની સમસ્યાને બરાબર કરે અંજીરમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે અને ફાઇબરની મદદથી પાચનતંત્ર હમેંશા સ્વસ્થ જળવાઈ રહે છે અને બરાબર રીતે કામ કરે છે. પાચનતંત્ર બરાબર હોવાથી કબજિયાતની તકલીફ નથી થતી અને પેટ હમેંશા સાફ રહે છે. નિયમિત રૂપથી આ ફળ ખાવાથી પેટથી જોડાયેલી ઘણીબધી સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે.

રક્ત શર્કરા નિયંત્રીત રહે અંજીરમાં ઉચ્ચ પોટેશિયમ હોય છે જે શરીરમાં રક્ત શર્કરાનાં સ્તરને નિયંત્રીત રાખવામાં મદદ કરે છે. એક ઉચ્ચ પોટેશિયમ આહાર હોવાને કારણે અંજીર ખાવા મધુમેહનાં દર્દીઓ માટે ઉત્તમ જણાવવામાં આવ્યા છે. ઘણા અધ્યયનોમાંથી આ વાત સિધ્ધ પણ થઈ ચૂકી છે કે અંજીરમાં રહેલ ક્લોરોજેનિક એસિડ રક્ત શર્કરાનાં સ્તરને ઓછું કરવા અને ટાઈપ-૨ મધુમેહમાં રક્ત શર્કરાનાં સ્તરને નિયંત્રીત કરવામાં મદદ કરે છે.

હાડકા મજબૂત બને
જીરની અંદર કેલ્શિયમ ખૂબ વધારે પ્રમાણમાં રહેલું હોય છે. જેના કારણે અંજીર ખાવાથી શરીરનાં હાડકા મજબૂત રહે છે. સાથે જ અંજીરનું સેવન કરવાથી હાડકાનો વિકાસ પણ સારી રીતે થાય છે. એટલે અંજીરનાં ફળને બાળકોનાં હાડકાનાં વિકાસ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે અને તમે આ ફળને પોતાના અને પોતાના બાળકોનાં ડાઇટમાં જરૂરથી શામેલ કરી લો.

ઉપર જણાવવામાં આવેલા લાભ સિવાય અંજીર ખાવાથી હ્દય એકદમ બરાબર રીતે કામ કરે છે અને દિલ સાથે જોડાયેલી બિમારી થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. સાથે જ આ ફળ શરીરનો બચાવ કેન્સરથી પણ કરે છે. ત્યાં જ જે લોકોને પોતાનું વજન વધારવું છે તે લોકો આ ફળનું સેવન દૂધ સાથે કરે.

અંજીર કઈ રીતે ખાવું

અંજીર ઘણી રીતે ખાવામાં આવી શકે છે. તમે આ ફળને સીધી રીતે પણ ખાઈ શકો છો કે પછી આનું સેવન દૂધ સાથે કરી શકો છો. બજારમાં સુકા અંજીર પણ મળે છે અને સુકા અંજીર પણ શરીર માટે લાભદાયક હોય છે. એટલે તમે સુકા અંજીરનું પણ સેવન કરી શકો છો. જોકે તમે આ વાતનું ધ્યાન રાખો કે અંજીરની તાસિર ગરમ હોય છે અને તમે તેનું વધારે સેવન ન કરો. એક દિવસમાં ફક્ત બેથી ચાર અંજીર જ ખાવા શરીર માટે બરાબર માનવામાં આવે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ