આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, સરકારે કર્યું આ કામ, ચેક કરી લો સ્ટેટસ

PM Kisan Scheme: પીએમ કિસાન યોજનાની આઠમો હપ્તો એપ્રિલ – જુલાઈની વચ્ચે આવવાની રાહ અનેક ખેડૂતો જોઈ રહ્યા છે. ખેડૂતોના ખાતામાં જલ્દી જ રૂપિયા આવશે. આ માટે તમે ખાસ અને સરળ પ્રોસેસની મદદથી તમારા ખાતાનું બેલેન્સ ચેક કરી શકો છો.

image source

મળતી માહિતી અનુસાર કોરોનાનો 8મો હપ્તો મળવાનું શરૂ થયું છે. રાજ્ય સરકારોએ Rft Sign કર્યા છે. હવે તમારો હપ્તો થોડા જ દિવસોમાં બેંકમાં આવશે. મીડિયા રિપોર્ટના અનુસાર 10મેથી ખેડૂતોના ખાતામાં 8મો હપ્તો આવવા લાગશે. કેન્દ્ર સરકારની તરફથી દેશના પીએમ કિસાન સમ્માન નિધિના આધારે ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. આ યોજનાના આધારે લગભગ 9.5 કરોડ લાભાર્થીઓના ખાતામાં એક હપ્તાના રૂપે 2000 રૂપિયા આપવામાં આવે છે.

અહીંથી ચેક કરો તમારું સ્ટેટસ

image source

જો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે તરત જ પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ (https://pmkisan.gov.in/) પર જાઓ અને સાથે અહીં પેમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો. જો તમારા સ્ટેટસમાં Rft Signed by State For 8th Installment લખેલું આવી રહ્યું છે તો જલ્દી જ તમને 2000 રૂપિયાનો હપ્તો મળી શકે છે.

જાણો શું છે સ્ટેટસ ચેક કરવાની પ્રોસેસ

  • સૌથી પહેલા તમે પીએમ કિસાન યોજનાની (PM Kisan) વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ.

    image source
  • અહીં તમને ‘Farmers Corner’ નો વિકલ્પ મળશે.
  • અહીં Beneficiary Status’ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં નવું પેજ ખુલી જશે.
  • નવા પેજ પર આધાર નંબર, બેંક ખાતાની સંખ્યા અને મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરો. આ 3 નંબરની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારા ખાતામાં રૂપિયા આવ્યા છે કે નહીં.

    image source
  • તમે જે વિકલ્પ પસંદ કર્યો છે તેનો નંબર ભરો અને પછી ‘Get Data’ પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા બાદ તમને દરેક ટ્રાન્ઝેક્શનની જાણકારી મળશે કે કયો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવ્યો છે અને કઈ બેંકમાં ક્રેડિટ થયો છે.

Rft Signed નો અર્થ શું છે

image source

જો તમે પીએમ કિસાન સમ્માન નિધિની અધિકૃત વેબસાઈટ પર જાઓ છો તો (https://pmkisan.gov.in/) પર જઈને પેમેન્ટ સ્ટેટસને ચેક કરો. અહીં તમને અત્યાર સુધીનીતમામ વિગતો મળશે. Rft Signed by State for 1st, 2nd, 3rd, 4th, 5th 6th, 7th instalment લખેલું પણ દેખાશે. અહીં Rftનું આખું નામ Request For Transfer છે. તેનો અર્થ એ છે કે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીના ડેટાની તપાસ કરાઈ રહી છે જે યોગ્ય મળી રહી છે. ત્યારબાદ રાજ્ય સરકાર કેન્દ્રને અનુરોધ કરે છે કે લાભાર્થીના ખાતામાં રૂપિયા મોકલવામાં આવે. જો તમારા સ્ટેટસની સામે Waiting for approval by state કે Rft Signed by State Government અથવા FTO is Generated and Payment confirmation is pending લખેલું દેખાય તો સમજો કે હજુ 2000 રૂપિયાની રકમ મળવામાં સમય લાગી શકે છે. રાજ્ય સરકારને હજુ સુધી તમારા હપ્તા માટે મંજૂરી મળી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!