આ યુવાનને નમન, વેલ્ડિંગનું કામ કરતાં કરતાં ઓક્સિજન ફ્લો મીટર બનાવાની કરી શરૂઆત, દરરોજ 70 થી 80 લોકોને કરે છે મદદ

બીજા સ્ટ્રેનમાં કોરોના વાયરસે પોતાનું પ્રોટીન બંધારણ બદલીને કમબેક કર્યું છે. આના કારણે બીજી લહેરમાં દર્દીઓને શ્વાસની તકલીફ વધારે જોવા મળી રહી છે અને ઓક્સિજનની અછત સર્જાઈ છે. આ મહામારી વચ્ચે અત્યારે સૌથી વધુ ડિમાન્ડ છે ઓક્સિજન રિલેટેડ પ્રોડક્ટની. દેશભરમાં લોકો ઓક્સિજન માટે લાઈનો લગાવી રહ્યાં છે. આ સમયે એક યુવાને આ સમસ્યાનાં ઉકેલ માટે અનોખું કામ ચાલુ કર્યું છે. આ યુવાને એક સપ્તાહમાં 600 લોકોને ઓક્સિજન ફ્લો મીટર પહોંચાડ્યા છે. પોતાના અભ્યાસ અને જોબની સાથે લોકોના જીવ બચી શકે તે માટે આ કામ કરી રહ્યો છે.

image source

મળતી માહિતી મુજબ આ યુવાન રુદ્રપ્રયાગનો રહેવાસી છે અને તેનું નામ બલજીત સિંહ ચાવલા છે. તે વર્ષોથી ઓક્સિજન રિલેટેડ પાર્ટ્સના રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ કરી રહ્યો હતો. તેની ઉંમર 30 વર્ષ છે. કોરોના મહામારી જોતાં તેને લાગ્યું કે દેશભરમાં ઓક્સિજન ફ્લોમીટરની અછત થઈ છે. આ માટે લોકો કાળાબજાર કરી લુંટ પણ ચલાવી રહ્યાં છે. આથી સ્થિતિ એવી બની છે કે જેને જરૂર છે તેમને ફ્લો મીટર મળી શકતાં નથી. આ સમયે પરિસ્થિતિને જોતાં બલજીતે નક્કી કર્યુ કે તે પોતે જ ઓક્સિજન ફ્લો મીટર તૈયાર કરશે અને લોકોને મદદ કરશે.

તેની પોતાની દુકાન છે જ્યાં તે આ બધું કામ કરે છે. આ કામ માટે બલજીત જરૂરી માલ-સામાન દિલ્હીથી મગાવે છે. આ રીતે તેણે માત્ર એક સપ્તાહમાં જ 600 લોકોને ઓક્સિજન ફ્લો મીટરની મદદ કરી છે. આજે ઓક્સિજન ફ્લો મીટર તૈયાર કરી લોકોને મદદ કરતો આ યુવાન આ અગાઉ વેલ્ડિંગનું કામ કરતો હતો. આ મુદ્દે બલજીત સાથે થયેલી વાતચીતમાં તે કહે છે કે મેં મારા પિતા પાસેથી રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ શીખ્યું છે અને તેની મદદથી જ અત્યારે ઓક્સિજન ફ્લો મીટર તૈયાર કરી રહ્યો છું. તેણે કહ્યું કે આ કામ માટે મારી સાથે એક વર્કર પણ છે. અમે લોકો દરરોજ 17-18 કલાક કામ કરી રહ્યા છીએ કે જેથી વધુમાં વધુ પ્રોડક્ટ બની શકે અને લોકોને મદદ મળી રહે.

image source

આ સાથે તેણે હાલની સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે અત્યારે ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે ફ્લો મીટરની વાત છોડો તેમાં લાગતા પાર્ટ્સ પણ મુશ્કેલીથી મળી રહ્યા છે અને જે ચીજો મળે છે તેની કિંમત પણ ખુબ વધારે વસૂલ કરાઈ રહી છે. જે પાર્ટ્સ અગાઉ 50 રૂપિયામાં મળતા હતા હવે તે જ 200થી 250 રૂપિયામાં પણ મુશ્કેલીથી મળે છે. તેણે આગળ વાત કરતાં કહ્યું કે આ કામ હવે આગળ વધી રહ્યું છે અને અમે હવે દરરોજ 70થી 80 લોકોની કરી રહ્યાં છીએ. લોકો આ માટે માત્ર દિલ્હી, ગાઝિયાબાદ, બરેલી જેવા શહેરોમાંથી પણ લોકો આવી રહ્યા છે.

image source

જાણવા મળ્યું છે કે તે જે લોકો સક્ષમ હોય છે અમે તેમની પાસેથી પૈસા લે છે પણ જેઓ ગરીબ છે તેમને અમે ઓછી કિમતે કે મફતમાં પણ ફ્લો મીટર આપીને મદદ કરી રહ્યાં છે. આ સાથે બલજીત એ વાતનું ધ્યાન પણ રાખે છે કે કોને ફ્લો મીટર આપવું અને કોને નહીં. આ માટે તે આધાર કાર્ડ અને ડોક્ટરની સ્લીપ જોયાં પછી જ ઓક્સિજન ફ્લો મીટર આપે છે કારણ કે અત્યારે આ ચીજોનાં કાળાબજાર થાય છે. લોકો જરૂર કરતાં વધુ કિંમત વસૂલે છે. અનેક લોકો ઓછી કિંમતમાં ખરીદીને વધુ નફામાં વેચે છે. એવામાં જેમની પાસે પૈસા છે તેમને તો ખાસ મુશ્કેલી થતી નથી પણ જે લોકો ગરીબ કે મધ્યમવર્ગીય છે તેમને મુશ્કેલી પડે છે. આથી ડોક્ટરની સ્લીપ જોઈને જ વિતરણ કરીએ છીએ.

આ રીતે આ કપરા સમયમાં લોકોની મદદ માટે એક અન્ય યુવાન પણ પ્લાઝમા માટે કામ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ યુવાને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોને પ્લાઝમા માટે મદદ કરી છે. આ યુવાન મુંબઈનો રહેવાસી છે અને તેનું નામ ચંચલ કુમાર દગડે છે. તે છેલ્લા 15 વર્ષથી સોફ્ટવેર અને ટેકનોલોજીમાં કામ કરી રહ્યો હતો પરંતુ જ્યારથી આ કોરોના મહામારી સર્જાઈ ત્યારે લોકોને બ્લડ પ્લાઝમાની જરૂર પડવા લાગી. આ જોતાં ચંચલે આ માટે કામ કરવાનું નક્કી કર્યું હતું અને તે પછી એક ઓર્ગેનાઈઝેશનની સાથે મળીને પ્લાઝમા ડોનેટ કરાવવા અને લોકોને ઉપલબ્ધ કરાવવાના અભિયાનમાં કામ કરવા લાગ્યો. તેની સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે અમારી ટીમમાં 100થી વધુ લોકો આવી રીતે કામ કરી રહ્યા છે. જો કે ગ્રુપમાં મોટાભાગના વર્કિંગ પ્રોફેશનલ સાથે જોડાયેલાં છે તો અનેક લોકો એવા પણ છે જે હજુ અભ્યાસ કરી રહ્યા છે.

image source

આ વિશે વધારે માહિતી આપતાં તેણે જણાવ્યું હતું કે અમારી સાથે આ કામ માટે દેશના અલગ અલગ સ્થળેથી અનેક વોલિન્ટિયર્સ પણ જોડાયેલા છે. હાલમાં આ રીતે દરરોજ 150થી વધુ લોકોની રિક્વેસ્ટ તેમની પ્લાઝમાને લઈને આવી રહી છે. પરંતુ ડોનર્સના અભાવે સૌને પ્લાઝમા ઉપલબ્ધ કરાવવું શક્ય નથી હોતું છતાં અમે જેટલી થઈ શકે તેટલી મદદ કરવાનું કામ કરી રહ્યા છીએ. આ મદદમાં છેલ્લા 3-4 મહિનમાં તેમની ટીમ 6 હજારથી વધુ લોકોને પ્લાઝમા અપાવી ચૂકી છે. તેમનાં દ્વારા થઈ રહેલી મદદની તસવીરો પણ સામે આવી હતી.

આ કામ માટે તેઓ પ્લાઝમા ડોનેટ કરનારા અને પ્લાઝમાની જેમને જરૂર છે એમ બંને પ્રકારના લોકો એક વેબસાઈટ દ્વારા જોડાવાનું કામ કરે છે. આ માટે સૌ પ્રથમ www.friends2support.org દ્વારા કે અમારી એપના માધ્યમથી પોતાની રિક્વેસ્ટ નોંધાવી શકે છે. તેમના માટે વેબસાઈટ પર ડિટેલમાં માહિતી આપી છે. તેના પછી લોકેશન ચેક કરવામાં આવે છે અને અમારી ટીમ તેનું મોનિટરીંગ કરે છે. આ પછી ફરી ડોનર્સ અને ડિમાન્ડ કરનારા લોકોનું સેપરેટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ માટે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર સતત કેમ્પેન પણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને પ્લાઝમા ડોનેટ કરવા માટે જાગૃત કરીએ છીએ.

image source

આ વિશે વિગતે વાત કરતાં ચંચલે કહ્યું હતું કે માની લોકો ભોપાલમાં કોઈને પ્લાઝમાની જરૂર છે તો એ વ્યક્તિને સૌ પ્રથમ પોતાની વિસ્તૃત માહિતી સાથે વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ પછી અમારી ટીમ ત્યાંથી ઉપલબ્ધ ડોનર્સનો કોન્ટેક્ટ કરશે અને ડોનર્સ સાથે વાતચીત થયા પછી કોઈ હોસ્પિટલમાં જઈને તેઓ પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. આ સાથે લોકોને મદદ મળી રહે તે માટે અમે અમારી વેબસાઈટ પર લોકેશન પ્રમાણે લિસ્ટ મૂકેલું છે. લોકો ઈચ્છે તો ખુદ પણ ડોનર સાથે વાત કરીને પ્લાઝમાની રિક્વેસ્ટ કરી શકે છે.

image source

ચંચલનું કહેવું છે કે અમે લોકો અત્યારે 17-18 કલાકથી વધુ કામ કરીએ છીએ કારણ કે અમે અમારી જોબ સાથે આ કામ પર ફોકસ કરી રહ્યા છીએ. આ કામમાં સરળતા રહે તે માટે અમે પ્લાનિંગથી કામ કરી રહ્યાં છીએ. અમે લોકોએ પોતપોતાની શિફ્ટ વહેંચી લીધી છે. જોબની ડ્યુટી પછી જે પણ સમય અમારી પાસે રહે છે તેને અમે આ કામ માટે ઉપયોગમાં લઈએ છીએ અને વધુમાં વધુ લોકોને મદદ કરી શકીએ તેવો પ્રયત્ન કરીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!