મધર્સ ડે સ્પેશ્યિલ: ગિફ્ટ્સ અને સરપ્રાઇઝ બનાવશે તમારા સંબંધને લાગણીભર્યા

લગ્ન બાદ જો કોઇ યુવતીના માટે ખાસઅવસર બચી જતો હોય તો તે તેના માટે મા બનવાનો છે. આ દિવસને તે ખાસ બનાવવા ઇચ્છે છે અને તેને માટે થઇને તે તમામ પ્રયત્નો કરતી રહે છે. જ્યારે તે બાળકની સાથે હોય છે ત્યારે તે પણ તેના માટે બાળક બની જાય છે. ક્યારેક લડીને, ક્યારેક પ્રેમથી તો ક્યારેક હસીને તે પોતાના બાળકને સમજાવતી હોય તેવું જોવા મળે છે.

image source

અનેક બાળકોને માટે તેમની માતા પ્રેરણા રૂપ હોય છે. જ્યારે દિવસ ભર તમામ મીનિટે માતા તમારા માટે તત્પર હોય છે તો આ ખાસ અવસરે તમારી જવાબદારી બને છે કે તમે તેમને ખુશ કરવાને માટે એક દિવસ આપો. આ દિવસને ખાસ બનાવવાને માટે તમે તેમને માટે કોઇ સરપ્રાઇઝ પાર્ટી ગોઠવી શકો છો કે પછી તેમને કોઇ ઉપયોગી ગેજેટ્સ કે આઉટફિટ્સ પણ ગિફ્ટ કરી શકો છો. જો તમે યંગ ચાઇલ્ડ છો તો તમે તેમના માટે લંચ કે ડિનર પણ પોતાના હાથે બનાવેલું પ્લાન કરીને તેમને ખુશ કરી શકો છો.

જાણો મધર્સ ડેને ખાસ બનાવતી ટિપ્સને વિશે

સુંદર અને ટ્રેન્ડી સાડી/ડ્રેસ

image source

જો તમારી માતા સાડી કે ડ્રેસ જે પણ પહેરવાનું પસંદ કરતા હોય તે પ્રમાણે તમે એક સોબર લુક ધરાવતી અને તેમની પસંદના કલરની સાડી કે ડ્રેસ તેમને ગિફ્ટ કરી શકો છો. તમારા દ્વારા આપવામાં આવેલી આ સાડી કે ડ્રેસ તેમના વોર્ડરોબમાં ખાસ સ્થાન બનાવશે.

લઇ જાઓ લોન્ગ ડ્રાઇવ પર

image source

પતિ સાથે તો તે અનેક વખત આ રીતે લોન્ગ ડ્રાઇવ પર ગયા હશે પણ તમારી સાથેની ડ્રાઇવ તેમના માટે ખાસ રહેશે. તમારી સાથે કેટલોક ખાસ સમય વીતાવવાને માટે આ બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. જ્યારે તેઓ તમારી સાથે આવે ત્યારે તેમની સાથે પ્રેમભરી વાતો કરો અને રસ્તામાં તેમની કોઇ પસંદગીના ફૂડ આઉટલેટ પર તેમની પસંદની ચીજ તેમને ખવડાવો. તેનાથી તેમને આનંદ મળશે અને સાથે તે પણ એક સુંદર અને યાદગાર પ્રસંગ બની રહેશે.

તેમની પસંદના ગેજેટ્સ આપો ગિફ્ટ

image source

ઘણી માતાઓ એવી પણ છે જેને ગેજેટ્સનો ઉપયોગ કરવાનું ફાવતું હોતું નથી. તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે, તમે નવા ગેજેટ્સ ખરીદો અને તમારી માતાને ગિફ્ટમાં આપો. સાથે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવો. તેનો ઉપયોગ કરવાથી તે અનેક નવી ચીજો જાણી શકશે અને સાથે આનંદ પણ અનુભવશે. જ્યારે તે નવું જાણશે ત્યારે તે તમારો આભાર માનશે.

રસોઇ સાથે જોડાયેલા પ્રોડક્ટ કરો ગિફ્ટ

image source

જો તમારી માતાને કુકિંગનો શોખ હોય એને તે હંમેશા કંઇક નવું ટ્રાય કરતી રહેતી હોય તો તમે તેમને કિચનમાં ઉપયોગી એવા કૂકવેર પણ ગિ્ફ્ટ કરી શકો છો. તે કૂકવેર તેમનો સમય તો બચાવશે સાથે તે એક સારી ગિફ્ટ બની શકે છે. તેમાં કામ કરવાની તેમને મજા આવશે અને તે નવી ચીજો ટ્રાય કરીને તેમનો સમય સારી રીતે સ્પેન્ડ કરી શકે છે.

સરપ્રાઇઝ આપો

જો તમે વહુ કે દીકરી છો તો તમે પણ તમારી માતાને કે સાસુંને માટે સરપ્રાઇઝ પ્લાન કરી શકો છો. સાથે તમારા બાળકોને માટે પણ આ દિવસે થોડો સમય રાખો. બાળકો પણ આ દિવસે બહાર કે પછી ઘરે જ માતાને માટે ખાસ પ્રકારના સરપ્રાઇઝ પ્લાન કરતા હોય છે. આ એક દિવસની ગિફ્ટ આખા વર્ષનું સંભારણું બની રહે છે.

જ્વેલરીથી કરો ખુશ

image source

જો તમારી માતાને હંમેશા જ્વેલરી પહેરવી પસંદ રહેતી હોય તો તમે તેમના માટે અન્ય જગ્યાએ ખર્ચ કરવા કરતાં એક સુંદર સેટ કે ઇયરિંગ્સ ગિફ્ટ કરી શકો છો. બ્રેસલેટ કે રિંગ પણ એક સારી ગિફ્ટ બની શકે છે. હાલમાં માર્કેટમાં અનેક ગિફ્ટ કરવા લાયક જ્વેલરી દરેક રેન્જમાં મળી રહે છે. અહીં એક વાત ખાસ નોંધી લેવી કે આવશ્યક નથી કે તમે જે જ્વેલરી ગિફ્ટ કરો છો તે મોંઘી હોય. ભલે તે ઓછી કિંમતની હોય પણ યાદ રાખજો કે તેમાં સમાયેલો પ્રેમ તમારી માતાને માટે અમૂલ્ય હોઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!