આ ખેડૂતભાઇઓની ટિપ્સ જો કરશો ફોલો, તો ખેતીમાં થશે કરોડોની કમાણી, અને નહિં થાય કોઇ નુકસાન

ભારત આજે પણ એક કૃષિ પ્રધાન દેશ છે. તેમછતાં ભારતમાં ખેતીને એક યોગ્ય રોજગાર તરીકે જોવામાં આવતું નથી. ઉપરાંત ખેડૂતોને પણ કામચલાઉ કમાણી કરીને સંતોષ માનવો પડે છે. તેમજ ભારતમાં ખેડૂતોનો આત્મહત્યા કરવાના બનાવો પણ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે યુપીના બે ભાઈઓ શશાંક અને અભિષેક આધુનિક ખેતી કરીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

શશાંક ભટ્ટ એમબીએ કર્યું છે. પણ શશાંકે ખેડૂત બનવાનો નિર્ણય કર્યો હતો. શશાંકને એમબીએ પછી સારી નોકરી પણ મળી ગઈ હતી. તેમછતાં નોકરીમાં મન ના લાગતા તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા પછી શશાંકે કંઈક નવું વિચાર્યું અને આ કામમાં તેને મોટાભાઈ અભિષેકનો સાથ મળ્યો હતો. અભિષેકે બીટેક પૂરું કર્યું છે. આમ શશાંક અને અભિષેક એકબીજાના સાથથી કઈક અલગ કરવાની રાહ પર આગળ વધવા લાગ્યા હતા.

image source

શશાંકનું કહેવું છે કે તેણે વર્ષ ૨૦૧૦માં એમબીએ પૂરું કર્યું અને તેને વર્ષ ૨૦૧૧ સુધીમાં ખેતી પ્રત્યે લગાવ થઈ ગયો. આ કામમાં મુખ્ય કામ હતું આધુનિક ખેતી શીખવાનું જેમાં શશાંકના મામા રાજીવ રાય કે જેઓ પહેલેથી જ આધુનિક ખેતી કરી રહ્યા હતા. શશાંક તેના મામા પાસેથી ઘણું બધું શીખ્યો હતો. શશાંક એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો હોવાથી શરૂઆતમાં ઘરના કોઈ સભ્યો માનવા તૈયાર જ નહોતું.

શશાંકને તેના પરિવારને સમજાવવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે શશાંકને ઘરના સભ્યોએ સહમતી આપી ત્યાર પછી તેણે આખા દેશમાં ફરીને આધુનિક ખેતીને લગતી બધી માહિતી, પદ્ધતિઓ, ટેકનોલોજીની બધી જ માહિતીઓ ભેગી કરી હતી. યુપી આજે પણ ખેતીના વિષયમાં ખૂબ પાછળ છે.

image source

શશાંકે આધુનિક ખેતીની શરૂઆત ખૂબ જ નાના પાયે કરી હતી. શશાંકે સૌપ્રથમ પાંચ એકર જમીનમાં સિમલા મિર્ચ વાવ્યા હતા. જ્યારે આજે શશાંકે ૨૫ એકરથી પણ વધારે જમીનમાં સિમલા મિર્ચ અને ફ્લાવરની ખેતી કરે છે. તેમજ શશાંક હવે આધુનિક ખેતી માટે યોગ્ય માર્ગદર્શન પણ લોકોને પૂરું પાડે છે.

image source

શશાંક સાથે વાત કરતા તે કહે છે કે શરૂઆતનો સમય ખૂબ મુશ્કેલ રહ્યો હતો. કમાણી પણ નહિવત જેવી થતી હતી. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ બધું બદલાતું ગયું અને આજે ખેતી દ્વારા જ શશાંકની આવક ૧૫ કરોડ જેટલી થઈ ગઈ છે. શશાંકે તેના ભાઈ સાથે મળીને એગ્રીપ્લાસ્ટ નામની કંપનીની સ્થાપના કરી છે, આ કંપની ખેતીને લગતા કામ કરે છે. ઉપરાંત આ કંપની મોટી સંખ્યામાં ભારતના ખેડૂતોને આધુનિક ખેતીનું શિક્ષણ આપવામાં કાર્ય કરી રહી છે.

શશાંક વધુ જણાવતા કહે છે કે તેમણે એગ્રીપ્લાસ્ટ કંપનીમાં વધુમાં વધુ ખેડૂતો જોડાઈ શકે તે માટે એક વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટથી શશાંક આપ આ કંપનીના કોલ સેન્ટરમાં સંપર્ક કરીને આધુનિક ખેતી કરવા માટે માર્ગદર્શન મળી રહે છે. તેમજ શશાંકના મતે યુપીના ખેડૂતો આજે પણ આધુનિક ખેતી કરતા નથી, જેના કારણે તેઓને મહેનત કર્યા પછી પણ પૂરતી આવક મેળવી શકતા નથી.

image source

શશાંક તેના ભાઈ અભિષેક સાથે મળીને ખેડૂતોને આધુનિક ખેતી વિશે સમજાવી રહ્યા છે. શશાંક પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને રીતે કામ કરીને લગભગ ૧૦ હજાર ખેડૂતોને આધુનિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યા છે. શશાંક ભવિષ્યમાં ખેડૂતોને વધુ ફાયદો આપી શકે તેવી ટેકનોલોજી વિકસાવવા ઈચ્છે છે. શશાંકના મતે સરકાર જે સબસીડી આપે છે તે આગળ વધવામાં ખૂબ મદદ કરે છે.

image source

શશાંકનું એવું માનવું છે કે નાનો કે મોટો ખેડૂત ખૂબ સરળતાથી આધુનિક ખેતી કરી શકે છે. આજે જ્યારે મોટી સંખ્યામાં યુવાનોનો ખેતી પ્રત્યે અણગમો વધેલો છે. તે યુવાનોમાં આ આધુનિક ખેતીની માહિતી પહોંચાડીને ખેતરો વેચીને ખેતી છોડવાના બદલે આધુનિક ખેતી કરીને પણ સારી કમાણી કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ