જાણો માં અંબાને પરંપરા મુજબ કેવી રીતે આપવામાં આવે છે આહુતિ..

અંબાજી મંદિરએ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે માં અંબાનો પાટોત્સવ, જાણો કેવી છે તૈયારીઓ

10 જાન્યુઆરી 2020 અને પોષી પૂનમની તિથિ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. અંબાજી ધામમાં આ ઉત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માં અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રા, ખાસ યજ્ઞ સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પોષી પૂનમ નિમિત્તે બે હજાર કિલો સુખડીનો પ્રસાદ તૈયાર કરી ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે.

image source

માતાજીના પ્રાગટ્યોત્સવમાં દેશ અને વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે. આ દિવસે મંદિરની સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવે છે. પોષી પૂનમ અને આદ્ય શક્તિ માં અંબાના પ્રાગટ્યોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

image source

માં અંબાના આ ઉત્સવ સમયે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. સામાન્ય રીતે પણ દર પૂનમના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. તેવામાં માતાજીના પાટોત્સવ નિમિત્તે દરેક ભક્તને સારી રીતે દર્શન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

માં અંબા નીકળશે નગર યાત્રાએ

માતાજીના પ્રાગટ્યોત્સવના ભાગરુપે અંબાજી ખાતે વહેલી સવારે ગબ્બર શક્તિ પીઠથી માતાજીની અખંડ જ્યોત નિજ મંદિરમાં લાવવામાં આવે છે. જ્યાં મુખ્ય શક્તિદ્વાર પર માતાજીની આરતી થાય છે અને ત્યારબાદ હાથીની અંબાડી પર માતાજીની શાહી સવારી નગર પરિભ્રમણ માટે પ્રસ્થાન કરે છે. આ શોભાયાત્રામાં વિવિધ ફલોટ્સ સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાય છે. આ દરમિયાન ભક્તોને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

image source

આ દિવસે અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા આવતાં ભક્તોને ભુખ્યા પેટ પરત જવું પડતું નથી. મંદિર દ્વારા ભક્તો માટે ખાસ ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. માતાજીના રાજભોગના પ્રસાદ સ્વરૂપ ભક્તોને ભોજન પ્રાપ્ત થાય છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલય તેમજ ગબ્બર તળેટી ખાતે નિઃ શુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જે વ્યવસ્થા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ

image source

માતાજીના પ્રાગટ્યોત્સવને ધામધૂમ પૂર્વક ઉજવવા યુવાધન પણ ઉત્સાહમાં જોવા મળે છે. માતાજીના ઓચ્છવ દરમિયાન 9 તેમજ 10 જાન્યુઆરી બે દિવસ અંબાજીની વિવિધ શેક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ સ્થાનિકો સાથે બહારથી આવેલા દર્શનાર્થીઓએ લીધો હતો.

યજ્ઞનું ખાસ આયોજન

image source

માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં બેસવા માટે લોકો અગાઉથી નોંધણી કરાવતા હોય છે. આ વર્ષે આ યજ્ઞમાં 60 યજમાનોની નોંધણી થઇ છે. મંદિરની પરંપરા અનુસાર વહેલી સવારે આ યજ્ઞનો પ્રારંભ થાય છે. આ વર્ષે તેમાં 60 હજાર જેટલી આહુતિ, 500થી પણ વધુ ચંડીપાઠ કરવામાં આવશે. 100 જેટલા પંડિતો તેમાં મંત્રોચ્ચાર કરશે અને યજ્ઞમાં 60 બીડાનો હોમ આપવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ