આચરી બેબી પોટેટો અને ગુજરાતી સ્ટાઇલ બેબી પોટેટો – જોઈને જ મન ખાવા માટે લલચાઈ જશે…

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે “બે ટાઈપના બેબી પોટેટોનું શાક” એક છે “આચરી બેબી પોટેટો”અને બીજું છે “ગુજરાતી સ્ટાઇલ બેબી પોટેટો” જોતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? અને તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર તેમજ મસાલેદાર બનશે.એકવાર ઘરે આ રીતે બનાવશો તો નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું બેબી પોટેટોનું શાક એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.એકવાર ઘરે જરૂરથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • નાના બટેકા
  • ખાંડ
  • અથાણાનો મસાલો
  • કાશ્મીરી લાલ મરચું
  • મીઠું
  • ગરમ મસાલો
  • રેગ્યુલર મસાલા

રીત-


1- સૌથી પહેલા આપણે બટાકા ને બાફતાં પેહલા હોલ પાડી લઈશું.જેથી આપણે તેમાં મીઠું નાખીશું અંદર સુધી જાય નહીતો મસાલો અંદર સુધી નય જાય.

2- હવે તેમાં થોડું પાણી ઉમેરી બાફવા મુકીશું. અને એક મોટી ચમચી મીઠું નાખી દઈશું. હવે તેને ઢાંકીને ૩ થી ૪ સીટી મારી લઈશું. પછી તેમાં અલગ મસાલો કરીશું.

3- હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈશું. હવે તેમાં થોડું મીઠું ઉમેરીશું. તેમાં થોડો ચાટ મસાલો એડ કરીશું. કોઈપણ ચાટ મસાલો લઇ શકો છો. એકદમ થોડી હળદર નાખીશું. તીખાશ માટે એક ચમચી જેટલું લાલ મરચું નાખી શું.

4- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં બટાકા ને એડ કરી લઈશું. અને તેને હલકા હાથે મિક્સ કરી લઈશું. જેથી તેની પર મસાલાનું કોટિંગ થઈ જશે. હવે તેને 15 મિનિટ જેવું મૂકી રાખીશું.

5- હવે પંદર મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેના બે ભાગ કરી લઈશું. એકના આપણે નોર્મલ ગુજરાતી બટાકા બનાવીશું. અને એક આચારી બનાવીશું.


6- સૌથી પહેલા આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો એક મોટી ચમચી રાય નાખીશું.રાય તતડે એટલે તેમાં એક ચમચી જીરૂ નાખીશું. અને થોડી હિંગ નાખીશું.

7- હવે તેમાં થોડીક હળદર નાખીશું. હવે આપણા બટાકા નાખીશું. અને તેને હલાવી લઈશું. થોડીવાર રેહવાં દઈશું.ક્રિસ્પી થાય ત્યાં સુધી અને ઢાંકી દઈશું. થોડીવાર પછી તેને થોડું હલાવી લઈશું. જેથી થોડું ક્રિસ્પી નેસ આવશે.

8- હવે તેમાં થોડું મીઠું એડ કરીશું. આ બહુ જ ટેસ્ટી લાગે છે. અને નાના બાળકોને બહુ જ પસંદ આવશે. હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું. હવે તેમા થોડું પાણી એડ કરીશું. ખાંડની ઓગાળવા માટે. જેથી ખાંડ સરસ ઓગળી જશે.

9- હવે તેને હલાવી લઈશું. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ઢાંકી દઈશું. અને હવે ખોલીને ચેક કરી લઈએ. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે. અને એક સરસ ક્રિસ્પી લેયર આવી ગયું છે.

10- આ ટાઈમે હવે આપણે 1 ચમચી ધાણાજીરૂ નાખીશું. અને હવે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો વધારે નાખી શકો છો. હવે તેને બરાબર હલાવી લઈશું. અને હવે ગેસ એકદમ ધીમો રાખવાનો છે.

11- હવે તેને બે મિનિટ માટે ઢાંકી લઈશું. હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. ફરીથી તેને હલાવી લઈશું. ફરી બે મિનિટ માટે ઢાંકી લઈશું.


12- હવે જોઈ લઈશું. આપણા બટાકા સરસ થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી લઈએ. હવે તેને કોથમીરથી ગાર્નીશિંગ કરીશું.

13- હવે તેને સર્વે કરી લઈશું.ત્યાં સુધી બીજી આચારી પોટેટો બનાવી લઈશું. સૌથી પહેલા તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે આપણે જીરા નો વગાર કરીશું.થોડી હિંગ નાખીશું. અને જે બટેકા હતા તે એડ કરી દઈશું.

14- હવે તેને એક વાર હલાવી લઈશું. થોડું મીઠું એડ કરી દઈશું. હવે તેને ઢાંકીને થોડીવાર ક્રિસ્પી થવા દઈશું. હવે તેને થોડી વાર હલાવી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે હલકા ક્રિસ્પી થવા માંડયા છે. હજુ થોડી વાર ઢાંકીને રાખીશું.

15- હવે ચેક કરી લઈશું. આપણા બટાકા હવે ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખીશું. જેનાથી તમારો કલર બહુ સરસ આવશે. અને આ તીખું નહીં લાગે. હવે તેને હલાવી લઈશું. હવે એક ચમચી અથાણાનો મસાલો નાખીશું. હવે ગેસ બંધ કરી દઈશું. બે મિનિટ ઢાંકીને રાખી શું.

16- હવે બે મિનિટ થઈ ગઈ છે. બહુ સરસ કલર આવી ગયો છે. આ છે આચારી બેબી પોટેટો તૈયાર થઈ ગયો છે. હવે તેને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નીશિંગ કરીશું. બંને ટાઈપ ના બેબી પોટેટો તૈયાર થઈ ગયો છે. તો તમે આ રીત થી ચોક્ક્સ થી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.