શું અવારનવાર તમારા હાથ-પગ પર ખાલી ચડી જાય છે તો જાણો તેની પાછળના કારણ અને તેના ઘરેલુ ઉપચાર

આપણી સાથે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે એક જ સ્થિતીમાં બેઠા હોઈએ અને આપણા પગ કે પછી હાથમાં ખાલી ચડી જાય. પણ થોડીવાર પગ કે હાથ પછાડવા અથવા તેને બે-ત્રણ ઝાટકા આપતા ખાલી ઉતરી જાય છે અને ફરી પાછા પગ કે હાથ નોર્મલ થઈ જાય છે.

વાસ્તવમાં એક જ સ્થિતિમા લાંબો સમય બેસવાથી તમારા પગ કે હાથમાં યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન નથી પહોંચતો અને તેના કારણે જ તમારા હાથ-પગ સેન્સલેસ થઈ જાય છે.

આવું સામાન્ય રીતે બધા જ સાથે બનતું હોય છે પણ જ્યારે આ સમસ્યા ફ્રીક્વન્ટલી બને અને તેને જતાં વાર લાગે ત્યારે તમારે તે વિષે ચિંતા કરવાની જરૂર છે.

જો તમારા બન્ને હાથ કે પગમાં ખાલી વારે ઘડીયે ચડી જતી હોય તો સમજવું કે તમારા શરીરમાં બી 12 વિટામીનની ઉણપ છે. તેની સાથે સાથે તમને જો થાક પણ લાગતો હોય અને તમે તમારી આ સમસ્યાને અવગણશો તો તમને એનિમિયા નામનો રોગ પણ થઈ શકે છે.

ઘણા લોકોની લાઇફસ્ટાઇલ જ એવી હોય છે અથવા કહો કે તેમનું કામ જ એ પ્રકારનું હોય છે કે તેમના શરીરને પુરતું હલનચલન મળતું નથી. જેમ કે આખો દીવસ કંપ્યુટર પર બેસવું અને ટાઇપ કરવું તો આ સ્થિતિમાં પણ હાથની કોઈ નસ દબાઈ જાય અને હાથમાં ખાલી ચડી શકે છે.

ઘણા લોકોને આ તકલીફ માત્ર હાથ-પગ સુધી જ સમિત નથી રહેતી પણ તેમની કરોડ રજુમાં પણ ખાલી ચડવાની અથવા તો કહો કે શરીરનો તે ભાગ સુન્ન થવાની સમસ્યા જોવા મળે છે. જો તમારી સાથે પણ તેવું થતું હોય તો તમારે તમારા MRI અથવા તો સીટી સ્કેન કરાવી લેવા જોઈએ જેથી કરીને મૂળ કારણની ખબર પડે અને યોગ્ય નિદાન પણ થઈ શકે.

આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને અવારનવાર હાથ-પગ પર ખાલી ચડી જવાની સમસ્યા રહે છે. તેમની સાથે આવું ત્યારે થાય છે જ્યારે તેમનું બીપી વધી જાય.

સામાન્ય ખાલી ચડવાની સમસ્યાને દૂર કરવાના કેટલાક ઉપાય

ગરમ પાણીનો શેક

તમને હાથ-પગ જ્યાં પણ ખાલી ચડી હોય તેના પર ગરમ પાણીનો શેક કરવાથી ઘણા અંશે રાહત મળે છે. આ શેક તમે થેલી દ્વારા પણ કરી શકો છો અને ગરમ પાણીમાં પગ બોળીને પણ કરી શકો છો અને વારંવાર ગરમ પાણી અસરગ્રસ્ત ભાગ પર રેડવાથી પણ કરી શકો છો.

નિયમિત કસરત

તમારા રૂટિનમાં જે બે ટાઈમ ભોજન અને બે ટાઈમ નાસ્તાનો જે અચૂક નિયમ છે તે અચૂક નિયમમાં દીવસની માત્ર 15-30 મિનિટની કસરતનો સમાવેશ પણ કરી લો. કસરત કરવાથી શરીરના ઘણા બધા રોગો દૂર થાય છે. અને આ ખાલી ચડવાની સમસ્યા તો ચોક્કસ ઓછી થઈ જાય છે.

કસરતમાં તમે રોજ અરધો કલાક ચાલો, અથવા જો તરતા આવડતું હોય તો અરધો કલાક સ્વિમિંગ કરવા જાઓ તેમ કરવાથી કાર્ડીયો એક્સરસાઇઝ પણ થશે અને શરીરમાં લોહીનું સર્ક્યુલેશન પણ નિયમિત રહે છે.

હુંફાળા તેલનું માલીશ

હુંફાળા સરસિયાના તેલથી હળવા હાથે અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરવાથી. તે જગ્યામાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ધીમે ધીમે નસો ખુલવા લાગે છે અને અંગ ફરી નોર્મલ થઈ જાય છે.

હળદર-મધ વાળા દૂધનો પ્રયોગ

જ્યારે ક્યારેય તમારા હાથ કે પગ પર ખાલી ચડી જાય ત્યારે શરીરમાંના લોહીના વહેણને વધારવા માટે તમારે દૂધમાં હળદર અને મધ મેળવીને પીવું જોઈએ. આ ઉપરાંત તમે હુંફાળા પાણીમાં હળદર મેળવીને તેનું મસાજ પણ કરી શકો છો.

આશા છે અમારી આ જાણકારી તમને મદદરૂપ રહે. અને જો તમને આ પ્રકારની ગંભીર સમસ્યા હોય તો તમારે ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ