કરીના-કેટરીનાને હરહંમેશ ફીટ રાખતી આ એક્સરસાઇઝ તમે પણ કરી શકો છો…

એક-બે દાયકા પહેલાં ફિલ્મોમાં, ખાસ કરીને ભારતીય ફિલ્મોમાં ફીટનેસને એટલું બધું મહત્ત્વ આપવામાં નહોતું આવતું. ગણ્યા ગાંઠ્યા બોલીવૂડ સ્ટાર્સ જ ફીટનેસ માટે સમય કાઢતા હતા. જેમાં સૌ પ્રથમ નામ સલમાન અને સંજય દત્તનું લઈ શકાય. તેમણે જ બોલીવૂડમાં જીમનો કોન્સેપ્ટ શરૂ કર્યો. આજે દરેક બોલીવૂડ સ્ટાર્સના પોતાના ઘરમાં જીમ છે. અક્ષયકુમારનું તો રૂટીન જ ફીટનેસ સેન્ટર્ડ છે. તે ક્યારેય પાંચ વાગ્યાથી મોડો ઉઠતો નથી તેના દીવસની શરૂઆત જ એક્સરસાઇઝથી થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

માત્ર બોલીવૂડ અભિનેતાઓ જ નહીં પણ અભિનેત્રીઓ પણ આજે એટલી જ ફીટનેસ કોન્શિયસ છે અને કેમ ન હોય તેમનું કામ જ તેમની ફીટનેસ, તેમના દેખાવ પર ડીપેન્ડ છે તો શા માટે પોતાના શરીરનું ધ્યાન ન રાખવું. પણ આ બધા જ બોલીવૂડ સ્ટાર્સને એક ખાસ એક્સરસાઇઝ કરવી ખુબ ગમે છે અને તે તેમને ફીટ રાખવામાં ખુબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને તે છે પીલાટેસ એક્સરસાઇઝ.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

પીલાટેઝ એક પ્રકારની વિકસાવવામાં આવેલી એક્સરસાઇઝ છે તેને 20મી સદીમાં જોસેફ પિલાટેસ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. આ એક્સરસાઇઝથી સૌથી વધારે મદદ પેટની ચરબી ઘટાડવામાં થાય છે. આ એક કાર્ડીઓ એક્સરસાઇઝ પણ છે તેના કારણે શ્વાસની તકલીફો પણ દૂર થાય છે. આપણા બોલીવૂડ સ્ટાર્સ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય તેમને એક ફીટનેસ ટ્રેઇનરની જરૂર અચૂક પડે છે. કેટલાક ત્યાંના લોકલ ફીટનેસ ટ્રેનરને હાયર કરે છે તો કેટલાક પોતાના ટ્રેઇનરને જોડે જ લઈને ફરે છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આજે માત્ર બોલીવૂડ જ નહીં પણ હોલીવૂડ સ્ટાર્સના ફીટનેસ રૂટીનમાં પીલાટેસનો સમાવેશ અચૂક કરવામાં આવે છે. એમ પણ કહી શકાય કે તેઓ પિલાટેસ લવર્સ છે. તો ચાલો શીખીએ આ પિલાટેસ એક્સરસાઇઝ.સમાનાન્ય રીતે પિલાટેસ માટે તેના સ્પેશિયલ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે પણ તેને ઇક્વિપમેન્ટ વગર ઘરે જાતે પણ કરી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Jilla Active (@jillaactive) on

પિલાટેસ 100

  • સૌ પ્રથમ સીધા સુઈ જાઓ, તમારા બન્ને હાથ તમારા શરીર પાસે રાખો અને તમારી હથેલીને જમીન પર રાખો.
  • બન્ને પગને જમીનથી ઉપર ઉઠાઓ અને ગોઠણને તમારી છાતી પાસે લાવો
  • ધીમેથી તમારા ચહેરા, ડોક અને ઉપર તરફના વાંસાને ઉઠાવો, આ રીતે તમારા પગને સીધા કરો કે તમારા પગ અને જમીન વચ્ચે 60 ડીગ્રીનો એંગલ બને.
  • હવે તમારી હથેળીને જમીન પર રાખી તમારા હાથને ઉપર નીચે કરો.
  • આ રીતે પાંચથી દસ વાર કરો

 

View this post on Instagram

 

#singlelegcircle – wake up your hips while stabilizing your pelvis. #wakeupyourhips #hipsexercise #pilatesmethod #classicalpilates #josephhubertuspilates #lovepilates #strongbodymat #pelvisstability #pilatesbody #pilateseveryday _________________________ Probuďte svoje boky klasickým pilates cvikem – Single Leg Circle. Vedle zvýšení mobility kyčelního kloubu vás postupně naučí dokonalé stabilizaci pánve. #stabilizacepanve #mobilitakycli #cvicpilates #napilates #pilatesspetrou #pilatessystem #pilatessystemofstretch #pilateskladno #cvikynaboky #pilatesnapodlozce #pilatesbezpomucek #cvicenibezpomucek #pilatesmat #budfit #cvicime #cvicimedoma

A post shared by petra.krulisova.pilates.system (@petra.krulisova.pilates.system) on

સીંગલ લેગ સર્કલ

  • હવે એક મેટ અથવા તો શેતરંજી પર સુઈ જાઓ, તમારી હથેળીને જમીન પર મુકી હાથને શરીર પાસે રાખો
  • હવે બન્ને ગોઠણને વાળીને તમારા પગના તળીયા જમીન પર રાખો
  • જમણા પગને એવીરીતે સીધો કરો કે તમારા પગ અને જમીન વચ્ચે 90 ડીગ્રીનો એંગલ બને
  • આ જ રીતે જમણા પગને સીધો રાખીને તમારા ડાબા ખભાથી જમણા ખભા સુધી સર્કલ બનાવો.
  • આ પગ સાથે આ એક્સરસાઇઝ પાંચવાર કરો અને બીજા પગ સાથે પણ આ એક્સરસાઇઝ પાંચ વાર રીપીટ કરો.

 

View this post on Instagram

 

A post shared by StudioCore (@studiocore_movement_for_life) on


ક્રીસ ક્રોસ

  • મેટ પર સુઈ જાઓ, સૌથી પહેલાં તમારા હાથને તમારા માથા નીચે મુકો અને આ જ પોઝીશનમાં ધીમે ધીમે ઉભા થાઓ. સાથે સાથે તમારા બન્ને પગને જમીન પરથી એવી રીતે ઉંચા કરો કે જમીન અને તમારા પગ વચ્ચે 30 ડીગ્રીનો એંગલ બને.
  • હવે તમારા જમણા પગને વાળીને તમારી છાતી સુધી લાઓ, અને સાથે સાથે તમારા શરીરના ઉપરના ભાગને જમણી બાજુ વાળો અને તમારી ડાબી કોણીને જમણા ગોઠણ પાસે લઈ જાઓ.
  • ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાઓ અને બીજા પગ સાથે આ જ પુનરાવર્તન કરો.

નિયમિત પીલાટેસ કરવાના ફાયદા

  • પીલાટેસ નિયમિત કરવાથી તમારા શરીરનો ઉપરનો ભાગ મજબુત બને છે.
  • તમારા શરીરની ઉર્જા વધે છે.
  • તમારી માસપેશીઓ મજબુત બને છે.
  • તેમ જ સાંધાના દુખાવા પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે.
  • વજન પણ ઘટે છે અને શરીર પણ લચીલુ બને છે.
  • આ ઉપરાંત માનસિક તાણ પણ દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે.
  • માટે આળસ ખંખેરો અને ભગવાને જેટલું જીવન આપ્યું છે તેને સ્વસ્થ અને માણવાલાયક બનાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ