પર્સમાં જરૂર રાખવી આ વસ્તુઓ, ક્યારેય પણ પૈસાની કિલ્લત નહીં રહે, વધતી રહેશે બરકત…

આ મહાઉપાયો કરશો તે હંમેશાં ભર્યું રહેશે પાકિટ અને કદી નહીં પડે કોઈથી ઉધાર લેવાની જરૂર… પર્સમાં જરૂર રાખવી આ વસ્તુઓ, ક્યારેય પણ પૈસાની કિલ્લત નહીં રહે, વધતી રહેશે બરકત… અમે આપને પર્સમાં કેટલીક એવી વસ્તુઓ રાખી મૂકવાના ઉપાયો બતાવશું. જેમાં પૈસાને કારણે કદી તમને બીજા લોકો પાસે ઉધારી માટે હાથ ફેલાવવા નહીં પડે હંમેશા બરકત અનુભવાશે. આવો જાણીએ એ કયા કયા ઉપાયો છે, જેના કરવાથી તમારા પર્સમાં કાયમ સમૃદ્ધિ રહેશે.

દરેક વ્યક્તિ જ્યાં જાય ત્યાં તેમનું પાકિટ સાથે જ લઈને જાય. તેને ખૂબ સાચવે. જો તે ખોવાઈ જાય તો તેમનો જીવ ઊંચો થઈ જાય. પાકિટ કે પર્સ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનું હોય છે. આપણાં પર્સમાં આપણે જરૂરી બધા જ કામના કાગળિયા, જરૂરી વસ્તુઓ અને દવાઓ કે ઉપયોગી ચીજો રાખીએ જ છીએ પરંતુ સૌથી વધુ અગત્યના હોય છે તેમાં રૂપિયા – પૈસા.

આપણાં પાકિટમાં આપણે દરરોજ પૈસા કેટલા પડ્યા છે અને કેટલા ખર્ચાયા છે એ ચેક કરીએ છીએ. બહાર નીકળવા પહેલાં સૌથી પહેલાં પૈસા લઈને જઈએ છીએ. દરેક વસ્તુ ખરીદવા માટે પૈસાની જરૂર પડે છે. આજે લોકો આખી જિંદગી કમાણી કરવા પાછળ વીતાવી દે છે. છતાંય ફરિયાદ કરે છે કે પૈસાની યોગ્ય બચત થતી નથી. કે પછી કમાયેલા પૈસા ક્યાં ખર્ચાઈ જાય છે એનો અંદાજો આવતો જ નથી. આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ લઈને આજે અમે આપની પાસે આવ્યાં છીએ. જેમાં અમે આપને પર્સમાં કેટલીક એવી વસ્તુઓ રાખી મૂકવાના ઉપાયો બતાવશું. જેમાં પૈસાને કારણે કદી તમને બીજા લોકો પાસે ઉધારી માટે હાથ ફેલાવવા નહીં પડે હંમેશા બરકત અનુભવાશે. આવો જાણીએ એ કયા કયા ઉપાયો છે, જેના કરવાથી તમારા પર્સમાં કાયમ સમૃદ્ધિ રહેશે.

ગોમતી ચક્ર

દરિયામાંથી મળતાં અનેક પ્રકારના શંખલાં છીપલાંમાંથી ગોમતી ચક્ર સૌથી પવિત્ર અને શુભ મનાય છે. તે સમુદ્રના મોંજાં કિનારે આવે ત્યારે તણાંઈને બહાર આવે છે. જેને વીણી લઈને પર્સમાં રાખવાથી શુભ સંકેત થશે એવી માન્યતા છે. પર્સમાં ગોમતી ચક્ર એકીસંખ્યામાં રાખવાથી હંમેશાં બરકત રહેશે. ગુડ લક માટે ગોમતી ચક્રને સોના કે ચાંદીમાં જડાવીને પેંડન્ટ કે વીંટી પણ બનાવરાવીને પહેરી શકાય છે.


નાનું નારિયેળ

જો તમે એવું ઇચ્છતા હોવ કે તમને ક્યારે પણ ધનની ઓછપ ન લાગે તો તમારે આ ઉપાય પણ કરવા જેવો છે. તમારે નાનું નારિયેળ પાકિટમાં રાખવું જોઈએ. નાના નારિયેળ ઝાડ પરથી કે પૂજાની દુકાનેથી પણ મળી શકે છે. જો નાના પાકિટમાં ન સમાય તો કોઈ એક મોટાં પાકિટમાં પણ તે રાખી દઈ શકાય છે. નારિયેળને શુભ ફળ માનવામાં આવે છે.


સફેદ સ્ટોન

ઓવેલ – લંબગોળાકાર સફેદ પત્થરને તમારા પર્સમાં રાખવો જોઇએ. આ પણ નાણાકિય સમસ્યાને નિવારવા માટેની એક સારી ઊર્જા આપે છે. તમારા પાકિટમાં સહેલાઈથી સમાઈ જાય એવા કદનો પત્થર શોધીને પાકિટમાં રાખી દેવું. જરૂરથી બરકત થતી જણાશે. તેમજ અટકેલાં કામો પણ પૂર્ણ થતાં દેખાશે.

પીપળાનું પાન

 

જો તમને ક્યારેક એમ થતું હોય કે તમારાથી જરૂર કરતાં વધુ ખર્ચ થઈ જાય છે અને તમને વારંવાર અણધાર્યા ખર્ચાઓનો સામનો કરવો પડે છે તો આ ઉપાય કરી જોવા જેવો છે. પીપળાનું પાન લઈને તેને વાળ્યા વગર જ સીધેસીધું તમારા પાકિટમાં રાખી દ્યો. આમ કરવાથી તમારા ખર્ચાઓ ઉપર કંટ્રોલ થતો જરૂર જણાશે.

શ્રી યંત્ર

મા લક્ષ્મીનું પ્રતીક છે શ્રી યંત્ર. તેને તમારા પૂજાઘરમાં તો રાખવું જ જોઈએ, સાથે તમે તે પર્સમાં પણ રાખી શકો છો. શ્રી યંત્ર સકારાત્મક ઉર્જા તમારા સુધી પહોંચાડે છે. મા લક્ષ્મીની કૃપાથી તમને કદી પણ ધન, યશ અને વૈભવની કમી નહીં રહે. તમારું પર્સ ક્યારેય પણ ખાલી નહીં રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !તમારો મહત્વપૂર્ણ અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો..

– તમારો જેંતીલાલ