ખડી સાકરમાંથી આ રીતે બનાવો ઠંડો ઉકાળો, અને બચો કોરોનાથી…જાણો આર્યુવેદ અનુસાર આ ઉકાળાના ફાયદાઓ

આયુષ ક્વાથ અને કોરોના, શું તમે જાણો છો ?? કોરોના બાળકો દ્વારા ઓછામાં ઓછો ફેલાય છે અને બાળકોમાં તેના લક્ષણોની તીવ્રતા પણ ઓછી જોવા મળે છે !!

કોરોના નો વધતો જતો કેર જોઇને એવું લાગે છે કે કોરોના વાયરસની સાથે જ આપણે જીવન જીવતા શીખવું પડશે. એટલે કોરોના ની સાથે નો જંગ જીતવા માટે આપણે રોગપ્રતિકારક ક્ષમતા વધારવી જોઈએ. એનાથી કોરોના વિષાણુ ની આપણા ઉપર શરીર પર થતી અસર ઓછી કરી શકાય છે.

image source

આયુષ મંત્રાલયે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે એક કાઢાનું સૂચન કર્યું છે. જેના ક્લિનિકલ ટ્રાયલ્સ માં એ સાબિત થયું છે કે આ ક્વાથ ના સેવનથી કોરોના થવાની સંભાવનામાં ૬૦ ટકા સુધીનો ઘટાડો થાય છે. લક્ષણો વિનાના અને ઓછા લક્ષણો વાળા પોઝિટિવ Covid ટેસ્ટના દર્દીમાં પણ ઝડપથી સુધારો નોંધવામાં આવ્યો છે. આ ક્લિનિકલ ટ્રાયલ્સ ત્રણ હજારથી વધુ લોકો પર સફળતાથી પાર પાડવામાં આવ્યો છે. આ આયુષ ક્વાથ ની સામગ્રી નીચે મુજબ છે,

  • તુલસી પાન – 4 ભાગ
  • તજ – 2 ભાગ
  • સૂંઠ – 2 ભાગ
  • કાળા મરી – 1 ભાગ
  • ગોળ – આવશ્યકતા અનુસાર
image source

ઉપરોક્ત મિશ્રણ એક વખતમાં ૩ ગ્રામ જેટલું લેવું અને ચા જેમ બનાવીએ એમ ૧૫૦ મિ.લિ. પાણી માં એનો ઉકાળો બનાવવો અને ગાળીને તેનું સેવન દિવસમાં એક વાર અથવા તો બે વાર કરવું.

image source

આયુષ ક્વાથ વિશે ખાસ નોંધવા જેવું એ કે એમાં રહેલા બધા જ દ્રવ્યો ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણવાળા છે એટલે જેમની તાસીર ગરમ હોય અથવા તો જે વ્યક્તિ પિત્તપ્રકૃતિ ના હોય ,જેમને ગુદા દ્વાર પર ફિશર ની તકલીફ હોય, છાતીમાં બળતરા થતી હોય, ગરમી નું માથું દુખતું હોય તેમણે આ કાઢો સાવધાની પૂર્વક લેવો. આમે હમણાં ગરમીના દિવસોમાં આ કાઢો જરા સંભાળીને લેવો.

image source

જેમની તાસીરને ઉપરનો કાઢો માફક ન આવતો હોય એમણે ગરમીના દિવસોમાં નીચે જણાવેલો કાઢો લેવો જેનાથી વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે પરંતુ તેને બહુ ગરમ પડતો નથી કે ગુદદેહ કે અમ્લપિત્ત જેવી તકરાર પણ થતી નથી

  • ધાણા – 2 ભાગ
  • જીરું – 1 ભાગ
  • કાંટા ગોખરુ – 1 ભાગ
  • ખડી સાકર – સ્વાદ પ્રમાણે
image source

૩ ગ્રામ જેટલું મિશ્રણ ૧૫૦ મિ.લિ. પાણી માં નાખીને ઉકાળવું એમાં ૧૦૦ મિ.લિ. દૂધ ઉમેરીને પછી ગાળીને આ કાઢા નું સેવન રોજ સવારે ખાલી પેટે કરવું જેને કારણે શરીર ની ગરમી અને વિષારી દ્રવ્યો(Toxins) પેશાબ વાટે શરીરની બહાર નીકળી જાય છે અને વ્યક્તિની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

image source

જે વ્યક્તિને પોતાની પ્રકૃતિ જાણવામાં રસ હોય તેમણે નજીકના આયુર્વેદિક ડોક્ટર ને સંપર્ક કરવો અથવા તો ફોન દ્વારા મને સંપર્ક કરીને પણ તમારી પ્રકૃતિ તમે જાણી શકો છો. તમારી પ્રકૃતિને અનુરૂપ ક્વાથ નું સેવન કરો અને રોગપ્રતિકારક ક્ષમતા વધારો. સ્વસ્થ રહો ! નિરોગી રહો !

જય હિન્દ !!

આપનો કલ્યાણમિત્ર,

ડો.ચિંતન અનિલ સાંગાણી

એમ.ડી (આયુર્વેદ)

દસ વર્ષથી શુદ્ધ આયુર્વેદિક ચિકિત્સા નો અનુભવ

ફોન કન્સલ્ટિંગ માટે સંપર્ક 09757035060

ઇમેલ: sangani.chintan@gmail.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ