સાયન્ટીસ્ટ યુવતીનુ કરુણ મોત થતા પરિવારજનોં શોકમાં, તબીબો પર બેદરકારીનો આક્ષેપ, જાણો ગુજરાતના કયા શહેરમાં બની આ ઘટના

સામાન્ય સર્જરીમાં ડોક્ટર્સે બેદરકારી દાખવતા સાયન્ટીસ્ટ યુવતિનું કરુણ મૃત્યુ – માતાપિતાની તટસ્થ તપાસની માગણી

ઘણીવાર એવું બનતું હોય છે કે સાવ જ સામાન્ય શારીરિક સમસ્યા તમારા મૃત્યુનું કારણ બનતી હોય છે, તેની પાછળ વિવિધ પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમ કે સારવારમાં મોડું થવું, સારવારમાં બેદરકારી થવી, ખોટી સારવાર થવી વિગેરે. અને જ્યારે આવુ થતું હોય છે ત્યારે પિડિતે જીવ ગુમાવવાનો વારો આવે છે. વડોદરા શહેરમાં પણ એવી જ ઘટના ઘટી છે, ડોક્ટરની બેદરકારીના કારણે એક યુવતિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

image source

ડોક્ટર્સની બેદરકારીના કારણે વડોદરાની એક સાયન્ટિસ્ટ યુવતિની તબિયત લથડી પડી હતી. તેણીને અહીંની એક ખાનગી હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી અને ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું. માતાપિતાની ફરિયાદ બાદ હાલ પોલીસે યુવતિના શવનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે અહીંની સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું છે.

image source

યુવતિને ગુમડાની સામાન્ય સર્જરી કરાવવાની હતી જેના માટે 1લી જૂને તેણીને વડોદરાની નિસર્ગ હોસ્પિટલમાં દાખલ કરવા આવી હતી અને તેણી પર સર્જરી કરવામા આવી હતી. અને તે દરમિયાન યુવતિની સ્થિતિ કથળી હતી જેને લઈને યુવતિના કુટુંબીજનોએ હોસ્પિટલમાંના ડોક્ટર્સ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ કરી હતી.

image source

મળેલી માહિતી પ્રમાણે આ આખીએ ઘટનાની વિગત કંઈક આ પ્રકારની છે. વડોદરાના આજવા રોડ પર આવેલી સાહસ પાર્ક સોસાયટિમાં પ્રદિપસિંહ રાવત એક એમ.આર તરીકે કામ કરે છે. હાલ લોકડાઉના કારણે તેમની દીકરી પોતાના માતાપિતા સાથે રહેતી હતી. તેણી ભોપાલમાં માખી ઉપર રીસર્ચ કરી રહી હતી. તેણીને પાછળની સાઇડ પર ગુમડું થયું હતું. જેના માટે તેના પિતા 1લી જૂનના રોજ તેણીને વારસીયા રીંગ રોડ પર આવેલી ઓર્થોપેડિક નિસર્ગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.

image source

ગુમડાની તપાસ કરતાં ત્યાં હાજર ડોક્ટર શ્વેતા શાહે યુવતિના પિતાને જણાવ્યું હતું કે ગુમડામાં પરુ થઈ ગયું હોવાથી નાનકડી સર્જરીની જરૂર છે. સર્જરી દ્વારા પરુ બહાર કાઢવામાં આવશે. પિતાએ ડોક્ટરને દીકરી પર સર્જરી કરવાની મંજૂરી આપી દીધી, જો કે પિતાએ ડોક્ટરને તે પણ જણાવ્યું હતું કે દિકરીને બેભાન કર્યા વગર જ સર્જરી કરવામાં આવે. ત્યારે ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે બેભાન કર્યા વગર સર્જરી નહીં થઈ શકે.

એનેસ્થેશિયા આપતાં જ તબિયત બગડી

image source

પિતાની મંજૂરી મળતાં જ આકાંક્ષાને ઓપરેશન થિયેટરામાં લઈ જવામા આવી, ઓપરેશન માટે તેણીને એનેસ્થેશિયા આપવામાં આવ્યું અને ઓપરેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી. પણ એનેસ્થેશિયા જેવું આકાંક્ષાને આપવામાં આવ્યું કે તરત જ તેના હૃદયના ધબકારા વધી ગયા અને તેણીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી સ્થિતિ ગંભીર જણાતા તેણીને તરત જ નજીકની બેંકર્સ હાર્ટ હોસ્પિટલમા લઈ જવામાં આવી. જ્યાં તેણીને જરૂરી સારવાર આપવામાં આવી અને ત્યાર બાદ તેણીને ત્યાંથી ફતેગંજ નરહરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું.

હાલ પોસ્ટમોર્ટમ માટે શવને મોકલવાવામાં આવ્યું છે

image source

પરિવારજનોએ નિસર્ગ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે આકાંક્ષાનો જીવ ગયો હોવાથી હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અને તેના કારણે વારસીયા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યાર બાદ આખી ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવતિનું મૃત્યુ થતાં પોલીસે શવને પોતાના કબજામાં લઈ લીધું છે અને સયાજી હોસ્ટિલમાં તેના પોસ્ટમોર્ટમ માટે મોકી દેવામાં આવ્યું છે.

આકાંશાના પિતા તંત્ર પાસેથી યોગ્ય ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે

image source

મૃતક આકાંશાના પિતા પોતાની પીડા દર્શાવતા જણાવે છે, ‘મારી દીકરીના મૃત્યુ માટે નિસર્ગ હોસ્પિટના ડોક્ટર્સ જ જવાબદાર છે. મેં પોલીસમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. હું આશા રાખું છું કે મારી દીકરીને ન્યાય મળે. અને જો મને ન્યાય નહીં મળે તો હું જંપીશ નહીં. હું મેડિકલ ફિલ્ડનો માણસ છું. જનરલ મેનેજર છું. અને મને આશા છે કે પોલીસ દ્વારા નિસ્પક્ષ તપાસ કરવામાં આવશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ