જો તમારા પર ગ્રહ દોષ હોય તો આ મંદિર પર ચઢાવો દૂધ

ભગવાન શંકરનો પ્રિય મહિનો છે શ્રાવણ. એને તે મહિનાથી ખાસ પૂજા વિધીની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર જળ, દૂધ વગેરે અર્પણ કરવાથી એવું માનવામાં આવે છે કે ભોલેનાથ પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, દૂધ અર્પણ કરવાથી ભગવાનની અમર્યાદિત કૃપા મળે છે. આજે અમે તમને આવા જ એક શંકર ભગવાનના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કહાની આશ્ચર્યજનક છે. જી હા મિત્રો, આ મંદિરમાં દૂધ ચઢાવ્યા પછી દૂધનો રંગ વાદળી થઈ જાય છે. જોકે હજી સુધી દૂધના રંગ વાદળી થવા અંગે કોઈ વૈજ્ઞાનિક કારણ જાણી શકાયું નથી, પરંતુ તે આશ્ચર્યજનક બાબત છે.

આ મંદિર કાવેરી નદીના કાંઠે આવેલું છે

image source

કેરળમાં એક એવુ મંદિર છે જે કેતુને સમર્પિત છે. આ મંદિર કિજાપેરુમપલ્લમ ગામમાં સ્થિત છે. તેની વિશેષ બાબત એ છે કે ત્યા દૂધ ચઢાવ્યા બાદ તેનો રંગ વાદળી થઈ જાય છે. આ મંદિર નાગનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. તેને કેથુ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કાવેરી નદીના કાંઠે આવેલું છે. આ મંદિરના ઘણા રહસ્યો છે. રહસ્યને કારણે આ મંદિર લોકોમાં મોટી માન્યતા ધરાવે છે. આ મંદિર કેતુને સમર્પિત હોવા છતાં મંદિરના મુખ્ય ભગવાન શિવ છે. તેથી જ આ મંદિરને નાગનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દૂધ ચઢાવવા માટે દૂર-દૂરથી લોકો આવે છે

image source

આ મંદિરમાં રાહુ ઉપર દૂધ ચઢાવવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મંદિરમાં કેટલાક લોકો દ્વારા દૂધ ચઢાવ્યા પછી દૂધનો રંગ સફેદથી વાદળી થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે કેતુ ગ્રહના દોષથી પીડાતા લોકો દ્વારા જ ચઢાવવામાં આવતા દૂધનો રંગ બદલાઇ જાય છે.

મંદિર વિશેની દંતકથા પણ પ્રખ્યાત છે

image source

કેતી સ્થલ અથવા નાગનાથ સ્વામી મંદિર વિશેની દંતકથા પણ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે ઋષિના શ્રાપથી મુક્ત થવા માટે કેતુએ એકવાર શિવની ઉપાસના કરી હતી. કેતુની તપશ્ચર્યાથી શિવજી ખુશ થયા હતા અને શિવરાત્રીના દિવસે તેમણે કેતુને ઋષિના શ્રાપથી મુક્ત કર્યા હતા. એટલા માટે કેતુને સમર્પિત આ મંદિરના પ્રમુખ ભગવાન શિવ છે.

મંદિરમાં રાહુની મૂર્તિ પર સાપ પણ દેખાય છે

image source

મંદિરમાં રાહુની મૂર્તિ પર સાપ પણ દેખાય છે. તેને સાપનો સ્વામી માનવામાં આવે છે. કેતુને સાપનો દેવ પણ માનવામાં આવે છે. મંદિરમાં દૂધનો રંગ બદલવાની ઘટનાને કારણે લોકો અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. જે લોકો પર રાહુ-કેતુનો દોષ હોય છે,એવી માન્યતા છે તેમના દ્વારા ચઢાવવામાં આવતા દૂધનો રંગ વાદળી થાય છે. અહીં આવીને પૂજા કરવાથી કેતુ જેવા કુંડળીમાં હાજર દોષ દૂર થાય છે. શ્રવાણ મહિના દરમિયાન, આ સ્થાન પર આવતા દર્શકોની સંખ્યા વધી જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ