જે મહિલાને પરિવારના લોકો મૃત માની બેઠા હતા એ પાંચ વર્ષ બાદ કુંભમાં જીવતી જોવા મળી, અને પછી એવો ચમત્કાર થયો કે…

કુંભ હિન્દુ ધર્મના લોકોની આસ્થાનું પ્રતિક છે, જેના વિશે જાણવા માટે હજી વિશ્વ સંશોધન કરી રહ્યું છે. કુંભ દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. આ સાથે દર 6 વર્ષે અર્ધ કુંભનું આયોજન કરવામાં આવે છે. કુંભ ભારતમાં ચાર સ્થળોએ યોજવામાં આવે છે. અનુક્રમે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવામાં આવે છે.

image source

ઉત્તરાખંડના ઋષિકેશમાં એક આંખમાં આંસુ લાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક વૃદ્ધ મહિલા અયોધ્યા, મથુરા, વૃંદાવન, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કર્યા પછી અર્ધ કુંભ 2016માં હરિદ્વાર પહોંચી હતી. પરંતુ તે પાછી તેના ગામમાં પહોંચી શકી નહીં. પરિવારે મહિલાને બધે શોધી પણ તેના કોઈ સમાચાર મળ્યા નહી.

કૃષ્ણદેવીના પરિવારના સભ્યોને જાણ થઈ કે તે જીવિત છે

image source

આ પછી પરિવારે ઉદયપુર પોલીસ સ્ટેશન જોગીયાના સિદ્ધાર્થનગર જિલ્લામાં કૃષ્ણદેવીના ગાયબ થવાની ફરીયાદ લખાવી. જ્યારે વૃદ્ધ મહિલાનો કોઈ પત્તો લાગ્યો નહી ત્યારે સગાસંબંધીઓએ તેને મૃત માની લીધી. પરંતુ તેના ગુમ થયાના 5 વર્ષ પછી, જ્યારે કૃષ્ણદેવીના પરિવારના સભ્યોને જાણ થઈ કે તે જીવિત છે અને ત્રિવેણી ઘાટ ઋષિકેશમાં છે, ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો.

2016માં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી

image source

ખરેખર હરિદ્વારમાં કુંભ ચાલી રહ્યો છે અને પોલીસ દ્વારા તમામ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસને કૃષ્ણદેવી વિશે જાણ થઈ હતી. વર્ષ 2016માં અર્ધ કુંભ દરમિયાન ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરી અને થઆણા જોગિયાનગર ઉદયપુર જિલ્લા સિદ્ધાર્થનગરનો સંપર્ક સાધ્યો અને કૃષ્ણા દેવી વિશે માહિતી આપવામાં આવી. જલદી જ સબંધીઓને બાતમી મળી કે કૃષ્ણદેવી ત્રિવેણી ઘાટ ઋષિકેશમાં છે, ત્યારબાદ તેમની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

પુત્રી તેની માતાને જોઈને રડી પડી

image source

કૃષ્ણદેવીને લેવા માટે તેમનો પુત્ર દિનેશ્વર પાઠક, પતિ જ્વાલા પ્રસાદ, પુત્રી ઉમા ઉપાધ્યાય ઋષિકેશ પહોંચ્યા હતા. ઋષિકેશમાં તેમની માતાને સલામત જોઈને બાળકોની આંખોમાંથી આનંદના આંસુ છલકાયા. મહિલાની પુત્રી તેની માતાને જોઈને રડી પડી હતી.

image source

એવું કહેવામાં આવે છે કે ચમત્કારો દિવ્ય સ્થળોએ થાય છે અને આવો જ ચમત્કાર હરિદ્વાર મહાકુંભમાં જોવા મળ્યો. 2016 બાદ કૃષ્ણાજીના જીવનમાં આનંદની લાગણી જોવા મળી, તેમના પરિવારને મળવાની ઈચ્છા પાંચ વર્ષ બાદ પુરી થઈ. આ ભાવના કેટલી સુંદર છે તેની અનુભૂતિ કૃષ્ણના ચહેરા પર આનંદના આંસુઓના રૂપમાં જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!