પ્રેગનન્સીમાં પણ કરીના કપૂર સ્ટાઇલમાં નથી કરી રહી કોઇ કોમ્પ્રોમાઇઝ, વધી ગયું છે આટલું પેટ તો પણ પહેરી રહી છે આવા ડ્રેસીસ, PHOTOS

કરીના કપૂર હાલના દિવસોમાં પોતાના પ્રેગ્નન્સી પિરિયડને એન્જોય કરી રહી છે. 7 મહિનાના બેબી બમ્પ સાથે કરીના ઘણીવાર મુંબઈની સડકો પર ફરતી દેખાય છે એટલું જ નહીં એ મુંબઈના અલગ અલગ સ્ટુડિયોમાં શૂટ કરતી પણ દેખાઈ રહી છે. પ્રેગ્નન્સીમાં પણ કરીના વધેલા પેટ સાથે સ્ટાઇલમાં જરાય કોમ્પરોમાઇસ નથી કરી રહી.આ દરમિયાન પણ એ એક કરતાં એક ચડિયાતા સ્ટાઈલિશ અને ડિઝાઈનર આઉટફિટમાં દેખાઈ રહી છે. કરીના જલ્દી જ ખુશખબરી આપવાની છે. એ અને સૈફ જલ્દી જ પોતાના બીજા બાળકનું વેલકમ કરશે પણ એ પહેલાં કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે.

image source

લગભગ રોજ જ એ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. ક્યારેક એ તેની માતા બબીતા સાથે તો ક્યારેક પતિ સૈફ અલી ખાન સાથે નજર આવી જાય છે. તમને જણાવી દઈએ કે કરીના કપૂરના દીકરો તૈમુર 20 ડિસેમ્બરે 4 વર્ષનો થઈ ગયો છે.

image source

હાલમાં જ કરીના કપૂર પોતાના વધેલા પેટ સાથે એથનીક લુકમાં દેખાઈ હતી. પીળા રંગના આઉટફિટમાં એ ખૂબ જ સુંદર દેખાય રહી હતી.।કરીના એ આ દરમિયાન પોતાના વાળને ટાઈટ બાંધી રાખ્યા હતા. તો આ ડ્રેસમાં એ ઘણી જ કમ્ફર્ટેબલ પણ લાગી રહી હતી. એમને ફોટોગ્રાફરને જોઈને પોતાના હાથ પણ હલાવ્યો હતો.

image source

હાલમાં જ કરીના કપૂર ડાર્ક ગ્રે રંગના ટાઈટ ડ્રેસમાં સ્પોટ થઈ હતી. આ ડ્રેસ એટલી ટાઈટ હતી કે એમનો બેબી બમ્પ ચોખ્ખો દેખાતો હતો.

એક એડ શૂટ દરમિયાન કરીના કપૂર થોડા દિવસ પહેલા ઓરેન્જ કલરના ડ્રેસમાં દેખાઈ હતી. એ દરમિયાન એ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

image source

કરીના થોડા દિવસ પહેલા પોતાના પતિ સૈફ અલી ખાન સાથે ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ ગઈ હતી. એ દરમિયાન એમને લાઈટ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

કરીના કપૂર સ્ટાઈલની બાબતમાં ક્યારેય પાછળ નથી રહેતી.દરેક આઉટફિટમાં એમનો લુક એકદમ ઉમદા લાગે છે.

image source

સ્ટાઈલિશ દેખાવવાના ચક્કરમાં કરીના કપૂર હાલમાં જ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પણ દેખાઈ હતી. એ કારણે લોકોએ સોશિયલ મીડિયા પર એમને ખૂબ જ ટ્રોલ કર્યા હતા. પિંક કલરના ચેકસ ફ્રોકમાં કરીના કપૂર બેબી બમ્પ પર હાથ લગાવેલી સ્પોટ થઈ હતી.

કરીના કપૂર પિંક કલરના અનારકલી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

image source

ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લુકમાં પણ એ ઘણીવાર સ્પોટ થઈ હતી. કરીના કપૂર એક એડ શૂટ દરમિયાન સ્ટાઈલિશ લુકમાં વેનિટી વેની બહાર દેખાઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ