અમિતાભ બચ્ચનના બાળપણનો રોલ કરી ચુક્યા છે આ ચાઈલ્ડ આર્ટિસ્ટ, જેમાં આ છે કરોડપતિ બિઝનેસમેન

ઘણા એવા કલાકારો છે ને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ખૂબ નામના પામ્યા હતા. એમાંથી આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એક એવા ચાઈલ્ડ આર્ટિસ્ટ વિશે જેમને 70 અને 80ના દાયકામાં યંગ અમિતાભ બચ્ચનના નામે ઓળખવામાં આવતા હતા. એમની લોકપ્રિયતા કંઈક એવી હતી કે એ પોતાના સમયના સૌથી વધુ વેતન મેળવનાર ચાઈલ્ડ આર્ટિસ્ટમાંથી એક હતા. અમે વાત કરી રહ્યા છે એકટર મયુર રાજ વર્માની જેમને 70 અને 80ના દાયકામાં અમિતાભ બચ્ચનના બાળપણનો રોલ પ્લે કરવા માટે ફિલ્મોમાં લેવામાં આવતા હતા.

image source

મયુર રાજ વર્માની એક્ટિંગ પણ કંઈક એવી હતી કે લોકો સાચેમાં જ એવું સમજી બેસતા હતા કે આ અમિતાભ બચ્ચનનું બાળપણ જ છે.

image source

મયુર રાજ વર્માએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત મુકકદર કા સિકંદર ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મોમાંથી એક ફિલ્મ હતી. આ ફિલ્મના હિટ થતાની સાથે જ મયુર રાજ વર્માનું કરિયર પણ આસમાને પહોંચી ગયું હતું. એ પછી લગભગ બધી જ ફિલ્મ જેમાં અમિતાભ બચ્ચનનું બાળપણ બતાવવામાં આવવાનું હોય એ દરેક ફિલ્મમાં મયુર રાજ વર્માને લેવામાં આવવા લાગ્યા.

image source

મયુર રાજ વર્માએ એક્ટિંગ સિવાય પ્રોડ્યુસર, ડાયરેકટર અને ટીવી પ્રેસન્ટર તરીકે પણ કામ કર્યું હતું.

એ પછી અમુક વર્ષો બાદ એમની એન્ટ્રી બી. આર. ચોપડાની સિરિયલ મહાભારતમાં અભિમન્યુ તરીકે થઈ હતી.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મયુર રાજ વર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અચાનક જ ગાયબ થઈ ગયા, અને એ પછીથી જ લોકોમાં એ જાણવાની ભારે ઉત્સુકતા હતી કે આખરે મયુર રાજ વર્મા ક્યાં છે? અને એ હાલ શુ કરી રહ્યા છે? તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે ચાઈલ્ડ આર્ટિસ્ટના રોલમાં સફળતાનાં શિખરો સર કરી ચૂકેલા મયુર રાજ વર્મા આજે એક ખૂબ જ સફળ બિઝનેસમેન છે અને એમનો કરોડોનો કારોબાર છે.

image source

મયુર રાજ વર્માની પત્ની નુરી એક ખૂબ જ જાણીતી શેફ ચ3 અને બંને પતિ પત્ની ભેગા મળીને વેલ્સ( યુનાઇટેડ કિંગડમ) માં પોતાનું એક રેસ્ટોરેન્ટ ચલાવે છે. મયુર રાજ વર્માના રેસ્ટોરેન્ટનું નામ ઇન્ડિયાના રેસ્ટોરેન્ટ છે અને આ રેસ્ટોરેન્ટ વિદેશીઓ વચ્ચે ખૂબ જ ફેમસ છે. કહેવામાં આવે છે કે આ રેસ્ટોરેન્ટમાં મયુર રાજ વર્મા અને એમની પત્ની કસ્ટમરનું જાતે જ સ્વાગત કરે છે અને એમને ઇન્ડિયન ક્યુસન ફૂડ સર્વ કરે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો રેસ્ટોરેન્ટ બિઝનેસમાંથી મયુર રાજ વર્માને મોટી કમાણી થાય છે અને કહેવામાં આવે છે કે એ આ ફિલ્ડમાં પણ સફળતાનાં શિખર પર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ