જો તમે પણ લેતા હોવ ડાયટ પિલ્સ, તો આજથી જ કરી દો બંધ, જાણો કેમ…

ડાયટ પિલ્સ લેતા લોકો થઈ જાઓ સાવધાન, દવાઓથી થઈ શકે છે આ ગંભીર સમસ્યા

આજની ભાગદોડ ભરેલી જીવનશૈલીમાં લોકો પૌષ્ટિક ભોજનને વધારે મહત્વ આપતા નથી. પરિણામે તેમને દવાઓ લેવી પડે છે. આ ડાયટ પિલ્સમાં વિટામિન, મિનરલ્સ અને અન્ય ઘણા ખનિજ પદાર્થો હોય છે જે ખોરાકનો અભાવને દૂર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ડાયટ પિલ્સ તમારા શરીરમાં કેટલાક વિકાર વધારી શકે છે. આ અંગે તાજેતરમાં જ એક રિસર્ચ કરવામાં આવી હતી જેમાં ચોંકાવનારા પરીણામ જોવા મળ્યા છે.

image source

સંશોધનકાર અને લેખક જોર્ડન લેવિંસનના જણાવ્યાનુસાર જે લોકો કામના દબાણમાં અથવા વજન ઓછું કરવા માટે યોગ્ય આહાર લેવાના બદલે ડાયટ પિલ્સ અથવા સીરપનો ઉપયોગ કરે છે. તેમને ડાયટ પિલ્સ શરૂ કર્યાના એકથી ત્રણ વર્ષમાં ઈટિંગ ડિસઓર્ડર એટલે કે ભોજન સંબંધીત વિકાર થવાનું જોખમ રહે છે.

image source

હાર્વર્ડ ચેન સ્કૂલના સોશિયલ એન્ડ બિહેવિયર સાયન્સ વિભાગમાં એક પ્રોફેસર અને વરિષ્ઠ લેખક એસ. બ્રાયન ઓસ્ટિને કહ્યું હતું કે એ વાત તો પહેલાથી સ્પષ્ટ છે કે ડાયટ પિલ્સ સ્વાસ્થ્ય માટે જોખમી છે પરંતુ આ સંશોધન દ્વારા તેઓ જાણવા માંગતા હતા કે ડાયટ પિલ્સ ખાવાથી ઈંટિંગ ડિસઓર્ડરનું કારણ પણ બની શકે ?

image source

અમેરિકન જર્નલ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવાયું હતું કે જો તંદુરસ્ત રીતે વજન ઘટાડવું હોય તો પણ ડોકટરો દ્વારા ડાયટ પિલ્સ લેવાની ભલામણ કરવામાં આવતી નથી. ડાયટ પિલ્સ લેવાથી ઈટિંગ ડિસઓર્ડર ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, લિવર અને કિડનીને લગતી ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સંશોધન માટે સંશોધનકારોએ 14 થી 36 વર્ષની વયની 10,058 મહિલાઓ અને છોકરીઓનો સમાવેશ કર્યો હતો. આ સંશોધનમાં 2001 થી 2016 ના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

સંશોધન પરિણામોમાં જાણવા મળ્યું છે કે ડાયટ પિલ્સનો ઉપયોગ કરતા 1.8% લોકોને એક કે ત્રણ વર્ષ અથવા તેના કરતાં પણ વહેલાના ઈટિંગ ડિસઓર્ડર થવાની ફરિયાદ થઈ હતી. તે જ સમયે જે લોકોએ માત્ર વજન ઘટાડવા ગોળીઓનો ઉપયોગ કર્યો હતો તેમાંના 4.2% લોકોને ઈટિંગ ડિસઓર્ડરની ફરિયાદ હતી.

image source

સંશોધનકારોએ રિસર્ચ દરમિયાન જાણ્યું કે વજન ઘટાડવા માટે લેવાતી આ પ્રકારની દવાઓથી ઈટિંગ ડિસઓર્ડર થવાની સાથે પાચનતંત્રને પણ નુકસાન થાય છે. ઉલ્લેખનીય છે કે ડાયટ પિલ્સનો ઉપયોગ સૌથી વધારે યુવતીઓ કરતી હોય છે. પરંતુ આ દવાઓ તેમને લાભ કરવાને બદલે નુકસાન વધારે કરે છે. યુવતીઓ માને છે કે આ દવાઓ તેમના શરીરમાં પોષક તત્વોની આપૂરતિ કરશે અને તેના કારણે તેઓ પૌષ્ટિક આહાર લેવાનું બંધ કરે છે.

image source

જો કે આહારની ખામી અને ડાયટ પિલ્સના ઉપયોગના કારણે શરીરના આંતરિક અંગોને ભારે નુકસાન થાય છે. આ ડાયટરી સપ્લિમેન્ટમાં એવા તત્વો હોય છે જે શરીરમાં વિકાર ઉત્પન્ન કરે છે. આ દવાઓ લેવાથી તેની આડઅસર શરીરને ભારે નુકસાન કરે છે. આ વાતની પુષ્ટિ તાજેતરમાં થયેલી રિસર્ચમાં પણ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ