દાંતની આ અનેક સમસ્યાઓને દૂર કરવામાં ચિંગમ છે મુખ્ય, જાણો તમે પણ…

ચિંગમ ચાવવી દાંત માટે ફાયદાકારક છે.

image source

દાંતમાં સડો થવો એ વ્યાપક સમસ્યા છે.નાનપણથી જ દાંતની યોગ્ય સારસંભાળ ન રાખવામાં આવે અને દાંતની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં ન આવે તો દાંત માં ભરાઈ રહેતો ખોરાક દાંતમાં સડો ઉત્પન્ન કરે છે,વધુ પડતું ગળ્યું ખાવાની ટેવ ,ચોકલેટ,આઇસ્ક્રીમ વગેરે પણ દાંત માટે નુકશાંકારક છે.

ઉપરાંત દાંતમાં વચમાં થતી જગ્યા દાંતના સડાને આગળ વધવામાં મહત્વનો ભાગ ભજવે છે.ભારતમાં અને વિદેશમાં પણ દાંતની વિવિધ સમસ્યા વિશે સંશોધન થતાં રહ્યાં છે.દાંતમાં થતી કેવિટી નિવારવાના ઉપાયો અંગે હાથ ધરેલા સંશોધનમાં ચોંકાવનારું તારણ હાથ લાગ્યું છે કે શુગર ફ્રી ચિંગમ ચાવવાથી દાંત માં થતો સડો આગળ વધતો અટકે છે.

image source

એટલે કે ચિંગમ ચાવવી દાંત માટે ફાયદાકારક છે. નવાઈ લાગે તેવી વાત છે પણ હકીકત છે.ચિંગમ અને દાંત પર થયેલા અભ્યાસને કારણે જાણવા મળ્યું છે કે દાંતની કેવિટી રોકવામાં 28%યોગદાન ચિંગમનું છે.

દાંતની કેવીતીની સમસ્યા વકરતી રોકવા માટે સુગર-ફ્રી ચિંગમ ચાવવાની તકનીક વધુ લોકપ્રિય બની છે અને શુગર ફ્રી ચિંગમ ને કારણે દાંતની કેવિટી અને દાંતનો સડો વધતો અટકે છે.

image source

આપણા સૌ માટે આ એક નવું તારણ છે .નાનપણમાં આપણામાંના ઘણા બધાએ ચિંગમ ચાવવા બાબતે મા-બાપની વઢ મેળવી હશે.એટલું જ આપણે પણ આપણા બાળકોને ચિંગમ ખાવા બદલ ઠપકો આપ્યો છે.

પરંતુ ચિંગમ અંગે હાથ ધરાયેલા અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે દાંતમાં થતી કેવિટી માટે ચિંગમ જવાબદાર નથી પણ દાંતમાં થતી કેવિટી ને આગળ વધતા ચિંગમ રોકે છે.સંશોધકોની ટીમમાં ભારતીય વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે.

image source

સંશોધક ટીમના હેડ અને લન્ડન ની કિંગ્સ કોલેજના પ્રોફેસર અભિજીત બેનરજીના જણાવ્યા મુજબ મોઢામાં ઉત્પન્ન થતું સલાઈવા કેવિટી વાળા દાંત અને કેવિટી વગરના એમ બંને પ્રકારનાં દાંતની રક્ષા કરે છે.

સુગર ફ્રી ચિંગમ ચાવવાથી વધુ પ્રમાણમાં સલાઇવા ઉત્પન્ન થાય છે જે દાંતના ઇન્ફેક્શનને એકથી બીજા દાંત સુધી પહોંચતા રોકે છે.

image source

સુગર ફ્રી ચિંગમમાં રહેલા જેલિટોલ અને સોર્બિટોલ એન્ટીબેક્ટેરિયલ તત્વ દાંતમાં થયેલી કેવિટી સુધી પહોંચીને દાંતનો સડો અન્ય દાંત સુધી પહોંચતા રોકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ પહેલા ક્યારેય દાંત –કેવિટી અને સુગર ફ્રી ચિંગમ વચ્ચેના સંબંધને લગતી કોઈપણ શોધની સમીક્ષા થઈ નથી. ઉપરાંત દાંતના સડાને ધીમો કરવામાં સુગર-ફ્રી ચિંગમ મદદરૂપ છે તેને લગતા કોઈપણ પુરાવા પણ અગાઉ પ્રાપ્ત થયા ન હતા.

image source

સુગર ફ્રી ચિંગમ વિશે સંશોધકોએ કરેલા અભ્યાસમાં પાછલા પચાસ વર્ષોમાં થયેલા તમામ અભ્યાસને લગતા વિશ્લેષણ પણ સામેલ કરવામાં આવ્યા જેમાં oral health condition, સુગર ફ્રી ચિંગમ ચાવવાના પરિણામ અને કેવિટી વધતી રોકવાના કારણોની વિસ્તારથી છણાવટ કરવામાં આવી હતી ,ઉપરાંત તેમાં બાળકો અને પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલો અભ્યાસ પણ સામેલ કરવામાં આવ્યો હતો.

અભ્યાસ અંતર્ગત નીકળેલા તારણ મુજબ સુગર ફ્રી ચિંગમ ચાવવાથી કેવિટીના દર્દીઓમાં ૨૮ ટકા રાહત માત્ર ચિંગમ ચાવવાને કારણે જણાઈ હતી.સંશોધક ટુકડીના લીડર પ્રોફેસર બેનરજીના જણાવ્યા મુજબ સંશોધન દરમિયાન પ્રકાશિત થયેલા આંકડાઓના અભ્યાસમાં ઘણા બદલાવ આવ્યા છે.

image source

અગાઉ થયેલા સંશોધન ગુણવત્તાની દ્રષ્ટિએ માધ્યમ પુરવાર થયા હતા.તેમની ટીમે કરેલા સંશોધન દરમિયાન તેમને જાણવા મળ્યું છે કે સુગર ફ્રી ચિંગમ દાંતમાં થતી કેવિટી અને સડો રોકવામાં તેમજ ઓરલ હેલ્થની જાળવણી કરવામાં પ્રભાવી સાબિત થાય છે.

ભવિષ્યમાં પણ શુગર ફ્રી ચિંગમ અને કેવિટી વચ્ચેના સંબંધો ઉપર સંશોધન કાર્ય ચાલુ રાખવાની તેમણે જાહેરાત પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ