શું લોકડાઉન પછી ‘કોન બનેગા કરોડપતિ’ ફરી થશે શરુ!

‘કૌન બનેગા કરોડપતિ’ એકવાર ફરીથી નવી સીઝનને લઈને ચર્ચામાં છે. કેટલીક ચર્ચાઓ મુજબ માહિતી મળી છે કે, લોકડાઉન પતી ગયા પછી ‘કેબીસી’ની નવી સીઝન આવશે. લોકડાઉનમાં આ ખબર આવી છે કે, ‘કૌન બનેગા કરોડપતિ’ અને અમિતાભ બચ્ચનના ફેંસ માટે ઘણી મોટી ખુશખબરી છે.

image source

‘કૌન બનેગા કરોડપતિ’ અને તેના હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેંસ માટે મોટી ખુશ ખબરી છે. ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (કેબીસી) દેશના પોપ્યુલર શોઝ માંથી એક છે. પણ આ શોની પોપ્યુલારીટીમાં અમિતાભ બચ્ચનનો મહત્વનો ભાગ પણ છે એમાં કોઈ શક નથી. આ બધાની વચ્ચે ‘કૌન બનેગા કરોડપતિ’ એકવાર ફરીથી નવી સીઝનને લઈને ચર્ચા માં છે. ખબર છે કે લોકડાઉન પછી ‘કેબીસી’ની સીઝન આવશે.

image source

ટેલી ચક્કરની રીપોર્ટસની માનીએ તો ચેનલ (સોની ટેલીવિઝન) ‘કેબીસી’ની નવી સીઝન લઈને આવવા પર વિચાર કરી રહી છે. આના સિવાય આ પણ નક્કી કરવામાં આવ્યું છે કે શોને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. જો કે, હજી પણ આ જાણકારી પર સંશય બની રહ્યો છે. કોઈપણ તરફથી હજી સુધી આ ખબર પર કોઈ ઓફીશીયલ જાણકારી શેર નથી કરવામાં આવી. જો કે આશા કરવામાં આવી રહી છે કે, લોકડાઉન પૂરું થઈ ગયા પછી દર્શકોને ‘કેબીસી’ની નવી સીઝનની મજા માણી શકશો.

આ સીરીયલ્સ થઈ બંધ.:

image source

હવે જાણીશું ફિલ્મ અને એન્ટરટેઈનમેન્ટ દુનિયાની હાલની પરિસ્થિતિ જોતા આ સમયે ઇન્ડસ્ટ્રી નુકસાનમાં ચાલી રહી છે. ત્યારે ફિલ્મોની રિલીઝને ટાળી દેવામાં આવી છે, શોઝ્ના નવા એપિસોડનું શુટિંગ બંધ છે. હાલમાં જ પ્રસિદ્ધ ટીવી શો ‘બેહદ-૨’, ‘પટિયાલા બેબ્સ’, ‘ઈશારો ઈશારો મેં’ને બંધ કરી દેવામાં આવ્યા છે.

આ શોઝ ટીવી પર પાછા ફર્યા.:

image source

તેમજ જુના શોઝની ટેલીવિઝન પર પાછા ફર્યા છે. દુરદર્શન પર ‘રામાયણ’, ‘મહાભારત’, ‘શક્તિમાન’, ‘બ્યોમકેશ બખ્શી’, ‘ધ જંગલ બુક’, જેવા ૯૦ના દશકના શોઝનું રીટેલીકાસ્ટ થઈ રહ્યું ત્યારે સોની ટીવી પર ‘સિઆઈડી’, ‘સારાભાઇ વર્સેઝ સારાભાઇ’, ‘હમ પાંચ’, જેવા મનોરંજક સીરીયલ્સ પણ ફરીથી જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલ લોકડાઉન દરમિયાન દર્શકો હાલમાં જુના શોઝ જોવાના આનંદ માણી રહ્યા છે. આ સાથે જ આશા છે કે, લોકડાઉન પછી તેમણે જલ્દી જ પોતાના રેગ્યુલર ટીવી શોઝ્ના નવા એપિસોડ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !