ગુજરાતમાં આવતીકાલથી મોલ કોમ્પલેક્સ સિવાયની દુકાનો ખોલવા સરકારનો નિર્ણય, જાણો A TO Z માહિતી

લોકડાઉનમાં મળતી છૂટછાટ

image source

દુનિયામાં ફેલાઈ ગયેલ કોરોના વાયરસ સંક્રમણથી ભારત દેશ પણ બાકાત નથી રહ્યું ત્યારે ભારત દેશમાં કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉનને હવે એક મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આંશિક છૂટછાટ આપવાનું શરુ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપ ગૃહ મંત્રાલય તરફથી શુક્રવાર રાતે એક આદેશ જાહેર કર્યો છે જેમાં બધા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ કરાયેલ દુકાનોને કેટલીક શરતોનું પાલન કરવાની સાથે દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

image source

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ મુજબ માત્ર એવી દુકાનોને આપવામાં આવી છે જે નગર નિગમ અને નગરપાલિકાઓની સીમા હદમાં આવતી નથી. તેમછતાં શહેરી વિસ્તારોમાં શોપિંગ મોલ્સ કે કોમ્પ્લેક્ષને હજી ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. તેમજ નગર નિગમ અને નગર પાલિકાની હદમાં આવતી દુકાનોને પણ ખોલી શકાશે.

દેશના ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આદેશમાં અમુક શરતો પણ રજુ કરવામાં આવી છે. રજુ કરવામાં આવેલ શરતોનું પાલન કરતા તમામ દુકાનો જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્થાપના અધિનિયમ અંતર્ગત રજીસ્ટર્ડ હોવી જરૂરી છે. તેમજ આ દુકાનોમાં દુકાનદાર વધુમાં વધુ ૫૦% સ્ટાફ સાથે જ કામ કરવાની મંજુરી આપવામાં આવી છે.

image source

હવે આપણે કેટલાક સવાલ-જવાબના માધ્યમથી સમજીશું કે, કઈ કઈ દુકાનો ખુલી શકશે અને કઈ નહી.:

-શું બધા જ પ્રકારની દુકાનો ખોલવાની મંજુરી મળી છે?

-જી હા, હવેથી દૂધ, ફળ, કરીયાણા સ્ટોર્સ, મેડીકલ સ્ટોર્સ જેવી જરૂરી વસ્તુઓ તો ખરી જ સાથે જ બિનઆવશ્યક વસ્તુઓની દુકાન પણ ખોલવાની મંજુરી આપવામાં આવી છે. પરંતુ તેના માટે સરકાર દ્વારા કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે.

image source

-દુકાન ખોલવા માટે કઈ અને કેટલી શરતોનું પાલન જરૂરી છે?

-કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોના સ્થાપના અધિનિયમ અંતર્ગત દુકાનની નોંધણી કરાયેલ હોવી જોઈએ. તેમજ દુકાનમાં દુકાનના માલિકે ૫૦% સ્ટાફને જ દુકાનમાં કામ કરવા માટે રાખી શકશે. તેમજ લોકડાઉનના નિયમોનું પાલન એટલે કે સામાજિક અંતર અને સ્ટોર પર કામ કરતી વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવું જરૂરી છે.

-શું આખા દેશમાં શોપિંગ કોમ્પ્લેક્ષ અને બજાર ખોલવામાં આવશે?

image source

-શહેર સીમાની અંદર કોઈ શોપિંગ કોમ્પ્લેક્ષ કે મોલ ખોલવામાં નહી આવે. પરંતુ શહેરની સીમાની બહાર આવેલ માર્કેટ પ્લેસ અને શોપિંગ કોમ્પ્લેક્ષ ખોલવામાં આવશે.

-શું દેશના ક્ષેત્ર માટે આ જ નિયમ છે અને તેમાં રાજ્ય કોઈ નિર્ણય લઈ શકે છે?

-આ નિયમો સાથેની છૂટ ફક્ત સામાન્ય વિસ્તારોમાં જ છે. જયારે હોટસ્પોટ વિસ્તાર અને કંટેનમેન્ટ ઝોન વિસ્તારમાં કોઇપણ છૂટછાટ આપવામાં આવી નથી. તેવા વિસ્તારોમાં દુકાનો પણ હજી બંધ રાખવામાં આવશે તેમજ રાજ્ય સરકાર પોતાના રાજ્યની અનુકુળતાના આધારે છૂટછાટ માટે નિર્ણય લઈ શકશે.

image source

-શું મોલ ખોલવામાં આવશે?

જી નહી, કોઇપણ પ્રકારના સિંગલ બ્રાંડ કે પછી મલ્ટી બ્રાંડ મોલ્સને ખોલવાની મંજુરી આપવામાં નથી આવતી.

-અત્યાર સુધીમાં કેટલી અને કેવા પ્રકારની દુકાનોને છૂટ આપવામાં આવી છે?

-અત્યાર સુધીમાં દૂધ, કરીયાણા, શાકભાજી ઉપરાંત કૃષિ ઉપકરણ અને કેટલાક પ્રકારના ઉદ્યોગોને ખોલવા માટે લોકડાઉનના નિયમોનું પાલન કરતા ખોલવાની છૂટ આપવામાં આવી છે.

image source

-આ રીતે છૂટ આપવા પાછળ શું કારણ છે?

-સરકાર એવી ઈચ્છા ધરાવે છે કે, નાના કારોબારી અને લઘુઉદ્યોગોને વધારે નુકસાન થાય નહી. તેમજ લોકોને પડતી તકલીફો કેટલાક અંશે હળવી કરી શકાય. ઉપરાંત ધીરે ધીરે આર્થિક પ્રવૃતિઓ ગતિમાન થાય અને શનિવારે રમઝાનની શરુઆત થતી હોવાથી તેને પણ એક કારણ તરીકે માનવામાં આવે છે.

-નિગમની હદમાં આવેલ દુકાનો ૩ મે સુધી બંધ રાખવામાં આવશે?

image source

ગૃહ સચિવ અજય ભલ્લાએ આદેશ જણાવતા કહે છે કે, નગર નિગમ અને નગર પાલિકાની હદમાં આવેલ રહેવાસી વિસ્તાર કે પછી કોલોનીના વિસ્તારની આસપાસની દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ સ્થાનિક નગરની હદમાં આવેલ બજારોમાં આવેલ દુકાનોને ૩ મે સુધી બંધ રાખવાની રહેશે.

image source

ઉપરોક્ત જ્યાં પણ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી ત્યાં દુકાનોમાં અને ત્યાં આવેલ અન્ય જગ્યાઓમાં લોકડાઉન ના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. જેવા કે, કામ કરતા સ્ટાફની દરેક વ્યક્તિનું માસ્ક પહેરવું ફરજીયાત છે અને કામ કરવા દરમિયાન સામાજિક અંતરના નિયમનું પાલન કરવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !