હોસ્પિટલના પ્રાંગણમાં રાત્રે એકલા રમી રહ્યા હતા આ 3 નિરાધાર બાળકો, સ્ટાફ બન્યો આધાર, વાંચો કોણ છે આ બાળકોના પિતા

માણસાઇનું જીવંત ઉદાહરણ:- અમદાવાદની સિવીલ હોસ્પિટલે કેટલાક બેઘર બાળકોને આશરો આપ્યો..

image source

કોવિડ-૧૯ એ વાયરસ , એ સામાન્ય શરદી અથવા શ્વસન સંબંધી બીમારીઓનું કારણ બની શકે છે. તો કેટલાક દર્દીઓમાં તે વધુ લક્ષણો ધરાવતી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. સિવીલ હોસ્પિટલના આખા સ્ટાફને તાલીમમાં આપણા દર્દીઓ અને કુટુંબોને કોવિડ-૧૯થી બચવા માટે, કયા પગલા લેવા અને મોસમની શરદી, ફ્લૂ અને કોરોનાવાયરસથી કેવી રીતે સુરક્ષિત રાખવા તે માટેની તાલીમ આપવામાં આવી છે.

આશરે ચાર દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં એક દર્દીને લા વવામાં આવ્યો. આ દર્દી શંકાસ્પદ જણાતા તેને દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ માસૂમ બાળકો પણ દર્દીની સાથે હતાં. ૩ વર્ષની નાની જાનકી, ૬ વર્ષનો શૈલેષ અને અરૂણ દંતાણી નામના આ ત્રણ માસૂમ બાળકોના પિતાને તો સારવાર માટે દાખલ કરી દેવાયા. આ નિરાધાર બાળકો કોરોના માટેની ખાસ હોસ્પિટલના આંગણામાં રાત્રે એકલા રમી રહ્યા હતાં.

image source

કોવિડ-૧૯ માટે ખાસ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલના ક્લિન રૂમમાં રમતા ત્રણ બાળકોને જોઈને સમગ્ર હોસ્પિટલના સ્ટાફના ચહેરા પર એક ખુશીનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. આ બાળકોના પિતા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ છે. તેથી નર્સિંગ સ્ટાફ વાલી બનીને માસૂમ બાળકોને સાચવે છે. કોઈને આ બાળકો અજાણ્યા લાગતા નથી, કોઈ ઋણાનુબંધ ગણો કે ગુજરાતના સંસ્કાર. બાળકોને જમાડવા, રમાડવા અને જે જોઈએ તે લાવી આપવા માટે જાણે કે તંત્ર ખડેપગે સેવા આપે છે. શહેરના શાહીબાગ સ્થિત આશ્રય ગૃહમાં લઈ સ્પેશિયલ વાનમાં આ બાળકોને આજે સલામતીના કારણોસર લઈ જવામાં આવ્યા, ત્યારે સ્ટાફ પૈકી કેટલાય લોકોની આંખમાંથી આસું રોકાતાં નહતાં.

image source

તેઓને તેમના પિતાની સાથે અહીં લાવવામાં આવ્યા હતાં એવું હોસ્પિટલના ડીન ડોક્ટર મૈત્રેય ગજ્જર કહે છે. લઘર-વઘર પહેરવેશ, માથું ઓળ્યા વગરના વાળ અને ભૂખથી નંખાઇ ગયેલા ચહેરા તેમની હાલતની ચાડી ખાતા હતાં. તેમની મેડિકલ તપાસ કરતાં તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા નહીં. તેથી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ બનાવાયેલા વોર્ડમાં આ બાળકોને ટ્રાન્સફર કરી દીધા.

એ અમારા માટે સૌથી મોટી રાહત હતી. તેઓ પોતાના નામ પણ આપી શકતા નહતા, આ માસૂમો એટલા માનસિક આઘાતમાં હતાં. માંડ થોડીવાર પછી તેઓએ તેમના નામ આપ્યા. તેમાં પણ ત્રણ વર્ષની જાનકીને તો આજે પણ ખબર નથી કે તે ક્યાં છે. આ બાળકો માટે આ સિવિલ હોસ્પિટલ જ તેમનું ઓઢણું અને ઘર હતી. આ બાળકોને તેના પિતા સિવાય પરિવારમાં કોઈ પણ નથી.

image source

આ બાળકો એટલા નાના છે કે તેમને ઘર શું છે તેની પણ ખબર નથી એટલે જ કદાચ વિદાય વખતે પણ તેમની આંખોમાં કોઇ વેદના કે વિશાદ દેખાતો ન હતો. એમને એ પણ ખબર નથી કે આવતીકાલનું તેમનું ભવિષ્ય શું છે? તેમના બાળકો શું કરે છે? તેમના પિતાને પણ ખબર નથી. તેવી હ્યદયદ્વાવક પરિસ્થિતિ વચ્ચે પણ ડોક્ટર્સ અને નર્સે પૂરવાર કરી દીધું કે તેઓ ખરા અર્થમાં દેવદૂત જ છે અને નાના બાળકોને તેઓએ એક ફૂલની જેમ સાચવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !