કસોટી ઝીંદગી કી સિરિયલમાં થશે ના થવાનું, આવશે આ જોરદાર ટ્વિસ્ટ, જલદી જાણી લો તમે પણ

અનુરાગ કરશે પ્રેરણાની હત્યા – ફરી એકવાર એકતા કપૂર સાસ ભી બહૂથી જેવું સસ્પેન્સ ઉભું કરવા જઈ રહી છે – ફેન્સ થઈ રહ્યા છે નારાજ

image source

એકતા કપૂરની સુપર હીટ સિરિયલ કસોટી ઝીંદગી કેની ફ્રેશ વર્ઝન હાલ તે જ નામે સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવે છે અને તેને પણ લોકો પસંદ કરવા લાગ્યા છે. એકતા કપૂરને ટેલિવિઝન ક્વીન કહેવામાં આવે છે કારણ કે એક સમયે જ્યારે લોકો ટીવી તરફથી મોઢું ફેરવી રહ્યા હતા ત્યારે તેણે જ વિવિધ ધારાવાહિકોની રસપ્રદ વાર્તાઓ દ્વારા દર્શકોને શોમાં ઝકડી રાખવાનું કામ કર્યું હતું અને ત્યારથી ટેલીવીઝન ઇન્ડસ્ટ્રી એક મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે.

image source

આજે ટેલીવીઝન પર લગભગ દરેક નેશનલ ટીવી ચેનલ પર તેણીના પ્રોડક્શનની કોઈને કોઈ સીરીયલ રજૂ થઈ રહી છે અને લોકોનો એક મોટો વર્ગ છે જે આ સીરીયલો સાથે લાગણીનો સંબંધ ધરાવવા લાગ્યો છે. થોડા વર્ષો પહેલાં એકતા કપૂરની સિરિઝ સાસ ભી કભી બહૂથી સુપર ડૂપર હીટ રહી હતી, તેમાં પણ જ્યારે મિહિરના મૃત્યુ બાદ જાણે આખો ફેનવર્ગ શોકમાં ડૂબી ગયો હતો તેવું વાતાવરણ સર્જાયું હતું. હવે ફરીવાર એકતા કપૂર કસોટી જિંદગીકીની નવી સીઝનમાં તેવું જ કંઈક કરવા જઈ રહી છે. એકતા કપૂર સિરિયલના મુખ્ય પાત્રને મારી રહી છે જેનું ટીઝર તાજેતરમાં લોંચ થયું છે. અને આ ટીઝરે સિરિયલના ફેન્સમાં એક ઉત્સુકતા અને એક ગમગીની ફેલાવી દીધી છે.

image source

આ સિરિયલને જોનારા એ સારી રીતે જાણતા હશે કે કસોટી ઝીંદગી કેની આખી વાર્તા બે પ્રેમીઓ અનુરાગ અને પ્રેરણાની આસપાસ ફરે છે. પણ હવે પ્રેરણાને શોમાં મારી નાખવામાં આવશે અને તે પણ તેના પ્રેમી અનુરાગ દ્વારા અને તેને લઈને વાર્તામાં એક નવું રહસ્ય ઉભું થવા જઈ રહ્યું છે.

ટીઝરમાં શું બતાવામાં આવ્યું છે ?

image source

ટીઝરમાં પ્રેરણા અનુરાગને કહે છે આજ સાચો પ્રેમ કહેવાય છે, આપણે અલગ થતાં રહીએ અને વારંવાર કિસ્મત આપણને ફરીવાર એક કરે છે. ત્યારે અનુરાગ પ્રેરણાને પુછે છે શું તેણી તેને ખરેખર પ્રેમ કરે છે ? તો પ્રેરણા કહે છે ખૂબજ. ત્યારે અનુરાગ તેને પુછે છે શું તેણી તેની માટે મરી પણ શકે છે ? ત્યારે પ્રેરણા કહે છે. હા. અને અનુરાગ કહે છે મર અને એમ કહીને તે પ્રેરણાને બિલ્ડીંગની છત પરથી ધક્કો મારી દે છે.

આ વિષે જ્યારે એકતા કપૂરને પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું, ‘અનુરાગ અને પ્રેરણાની જોડી ટેલીવીઝનની સૌથી પસંદ કરવામાં આવતી જોડીઓમાંની એક છે, પણ હવે શોમાં આ બન્ને પ્રેમીઓના પ્રેમની એક અલગ જ બાજુ બતાવવામાં આવશે અને તે છે વિશ્વાસઘાત. ઘણા બધા લોકોના મારા પર આ ટ્વીસ્ટ બાબતે ફોન આવી રહ્યા છે કેટલાકનો એવો અંદેશો છે કે ક્યાંક હું અનુરાગને તો મારી નથી રહીને ? પણ વાસ્તવમાં અહીં વાર્તા એક નવો જ વણાંક લઈ રહી છે અને તે દર્શકોને ચોક્કસ પસંદ આવશે.’

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus) on

આ ટીઝરને લઈને સોશિયલ મિડિયા પર વિવિધ પ્રકારના રિએક્શન આવી રહ્યા છે. લોકો આ ટ્વીસ્ટને લઈને જરા પણ ખુશ નથી, કેટલાક પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક ટ્વીસ્ટની મજાક ઉડાવી રહ્યા છે.

એક યુઝરે આ ટ્વીસ્ટને ચીપ પ્રમોટીંગ સ્ટ્રેટેજી જણાવી છે તો વળી બીજાએ ટ્વીસ્ટને બકવાસ ગણાવ્યો છે. તો વળી કેટલાકે ટ્વીસ્ટને લઈને કહ્યું છે કે ક્યારેક તો શાંતિથી જીવવા દો. અમે શું માંગી રહ્યા છે? અમારા અનુપ્રી (અનુરાગ-પ્રેરણા) પર આટલા બધા અત્યાચાર કેમ કરો છો ? બસ કરો, હદ થઈ રહી છે. બસ આ લોકોને તો બધું હદ બહારનું જ બતાવવું હોય છે.

image source

તો બીજા યુઝરે લખ્યું છે – આ 2020 ચાલી રહ્યું છે અને તમે હજુ પણ તે જ જૂનો ઘસાઈ-પીટાઈ ગયેલો કોન્સેપ્ટ વાપરી રહ્યા છો. તો વળી બીજા યુઝરે લખ્યું – એકતા મેમ તમે અમને શાંતિથી જીવવા નહીં દો ? તમે કંઈ પણ કહો અનુપ્રી જ ફોકસમાં રહેશે. મહેરબાની કરીને કેરેક્ટર્સના મહત્ત્વને ઘટાડો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ