અમિતાભ બચ્ચનને શેર કરી 30 વર્ષ જૂની તસવીર, શું તમે ઓળખી બતાવશો બીગ બી સાથે કોણ છે આ તસવીરમાં..

અમિતાભ અને રણબીર

હિન્દી બોલીવુડના મહાનાયક કેહવામાં આવતા એવા અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં વ્યસ્ત છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અમ તો વર્ષના અંતમાં રીલીઝ થશે, પરંતુ જાણતા અજાણતા જ ખરા, પરંતુ તેનું પ્રમોશન કરવાનું શરુ કરી દીધું છે. બોલીવુડના શહેનશાહએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પોતાની અને રણબીર કપૂરની બે ફોટોનું એક ખાસ કોલાર્જ બનાવીને શેર કર્યા છે.

અમિતાભ બચ્ચનના આ કોલાર્જમાં બન્નેને ફોટામાં ૩૦ વર્ષનો અંતર છે. બીગ બીએ પણ ફોટોનું અંતર સમજીને જ શેર કરી છે. એક ફોટો ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટની છે, જે વર્ષ ૨૦૨૦ની છે, જયારે બીજો ફોટો ફિલ્મ ‘અજુબા’ના સેટની છે, જે વર્ષ ૧૯૯૦ની છે. જેમાં નાનો રણબીર પોતાના કાકા શશી કપૂરની સાથે જોવા મળી રહ્યા છે. અ ફોટોમાં રણબીર ખુબ નવાઈથી અમિતાભ બચ્ચનને જોતા નજર આવી રહ્યા છે.

image source

અમિતાભ બચ્ચનએ આ કોલાર્જને શેર કરતા લખે છે કે, ‘તબ ઔર અબ, બડી બડી હૈરાન આંખે, રણબીર કી, અજુબા કે સેટ પે, શશીજી ઔર મેરે સાથ; ઔર અબ એક મંઝા હુઆ સશક્ત રણબીર, ‘બ્રહ્માસ્ત્ર’ કે સેટ પે!! ૧૯૯૦ સે ૨૦૨૦… “સમય ચલતા હૈ અપની સમય સિદ્ધ ચાલ.”’

image source

કેટલાક દિવસ પહેલા જ અમિતાભ બચ્ચનએ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટના કેટલાક ફોટોસ શેર કર્યા હતા, જેમાં અમિતાભ બચ્ચનની સાથે રણબીર કપૂર પણ જોવા મળ્યા હતા. ફોટો શેર કરતા બીગ બીએ રણબીર કપૂરના ખુબ વખાણ પણ કર્યા હતા.

આ ફિલ્મમાં બીગ બી અને રણબીર સિવાય આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળી શકે છે. આના સિવાય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મોની રોય પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આ વર્ષના અંતમાં ૪ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ થિયેટરમાં રીલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ