Indian Idol 11નો વિનર સનીની જીંદગીમાં આવ્યા અનેક ઉતાર-ચઢાવ, વાંચો બુટ-ચંપલની પોલિશથી લઇને તેની અત્યાર સુધીની સફર વિશે

ઇન્ડિયન આઇડલ 11

ઇન્ડિયન આઇડલ ૧૧ના વિનર સની હિંદુસ્તાનીની આ દિવસોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. સનીની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને દરેકની આંખોમાં આંસુ આવી જવા સ્વાભાવિક છે. શોમાં સનીની જર્ની ખૂબ ચર્ચામાં રહી. હવે એકટર ગજરાજ રાવએ સની માટે એક ઇમોશનલ પોસ્ટ લખી છે.

ગજરાજ રાવે પોસ્ટમાં શુ લખ્યું છે?

image source

ગજરાજ રાવ પોસ્ટ કરીને લખે છે કે ‘જૂતાં પોલિશ કરતા હતા અને માં ફુગ્ગા વેચતી હતી. પરંતુ બંનેએ સપના જોવાનું ચાલુ રાખ્યું…. બે દિવસ પહેલા જ તેઓનું સપનું સાચું થઈ ગયું… તેઓનો દર્દ અને જીંદાદિલીની વાતો સાંભળીને ઇચ્છવા છતા પણ આસું રોકી શક્યા નહી…. સની હિંદુસ્તાની અને તેના જેવા હજારો સનીની હિંમતને આપણા સલામ.. ધન્યવાદ સોની ટીવી, અજાણ્યા કલાકારો માટે આ મંચ ઉભું કરવા માટે # indian idol 11.

 

View this post on Instagram

 

A post shared by Gajraj Zyada Rao (@gajrajrao) on

આપને જણાવી દઈએ કે સની હિંદુસ્તાનીને ટ્રોફીની સાથે ૨૫ લાખ રૂપિયાની ઇનામ રાશિ પણ જીતી. આના સિવાય તેને Tata Altroz કાર પણ મળી. સાથે જ ટી સિરીઝની તરફથી એક ગીત ગાવાની તક પણ આપવામાં આવી. સનીએ શોની શરૂઆતમાં જ જણાવ્યું હતું કે તેમનો પરિવાર આર્થિક તંગી ભોગવી રહ્યું છે તેના કારણે તેઓ જૂતાં પોલિશ કરવાનું કામ કરે છે. આ શોએ સનીની જિંદગી બદલી દીધી છે.

image source

ત્યાંજ ગજરાજ રાવની વાત કરીએ તો તેમની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને જીતેન્દ્ર કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ગે રિલેશનશિપ બતાવવામાં આવી છે. આ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ