શું તમારો પણ દુનિયાના સ્વર્ગ એવા કાશ્મીરમાં પ્લોટ લેવાનો વિચાર છે ? તો જાણીલો કાશ્મીરમાં જમીનના શું ભાવ ચાલે છે

ગઈ કાલે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370ની જોગવાઈઓને ખતમ કર્યા બાદ સોશિયલ મિડિયા પર એ ચર્ચાઓ ખુબ ચાલી કે હવે ત્યાં જમીન ખરીદી શકાશે અને તે બાબતે જાત જાતની રમૂજો પણ થઈ. પણ રમૂજની વાત છોડીએ અને ગંભીરતાથી વિચારીએ તો કાશ્મીરના રળિયામણા પ્રદેશમાં હવે એક સામાન્ય ભારતીય નાગરીક પોતાની જમીન ખરીદી શકશે.


પણ તે પહેલાં તમારે એ જાણી લેવું જરૂરી છે કે વાસ્તવમાં કાશ્મીરમાં પ્રોપર્ટીની શું કીંમત ચાલી રહી છે. પણ તમને એમ થતું હોય કે અહીં અત્યાર સુધી માત્ર સ્થાનિક લોકો જ જમીન કે મકાન ખરીદી શકતા હતા માટે ત્યાં ઓછું વેચાણ થતું હશે અને તે કારણે મંદી હશે અને તેના કારણે રિયલ એસ્ટેટના ભાવ ઓછા હશે તો તેવું કંઈ જ નથી.


નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીનગરમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કીંમતમાં ઘણો બધો વધારો થયો છે. અહીંના લોકો પોતે પણ રિયલ એસ્ટેટમાં ઇનવેસ્ટ કરવામાં માને છે અને અહીં મકાન, પ્લોટ, ફાર્મ હાઉસ, વિલા તેમજ ધંધાદારી દુકાનો ખરીદવામાં લોકોને રસ છે.


કાશ્મીર પરથી 370મો અનુચ્છેદ નાબુદ કર્યા બાદ કાશ્મીરને હવે એક વિશિષ્ટ રાજ્ય ગણીને એક વિશિષ્ટ ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે અને તે ભારતના અન્ય રાજ્યો જેવા જ હક્કો ધરાવશે. મોદી સરકારના આ નિર્ણયને સોશિયલ મિડિયા પર વધાવવામા આવી રહ્યો છે. આ અનુચ્છેદ નાબુદ થતાં ભારતનો દરેક નાગરિક અહીં જમીન ખરીદી શકશે જો કે તેના માટે તેમણે ઘણી બધી રાહ જોવી પડશે. કારણ કે આ એક મોટી વાત છે અને તેમાં હજુ ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા બાકી છે.


પણ જો તમે ખરેખર કાશ્મિરના રિયલ એસ્ટેટમા ઇનવેસ્ટ કરવા માગતા હોવ તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે શ્રીનગર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં જમીનનો શું ભાવ છે. થોડા સમય પહેલાં શ્રીનગર ડીસ્ટ્રીક ઓથોરિટિ દ્વારા તેમના પોર્ટલ પર વર્ષ 2019-20માટે શહેર વિસ્તારના પ્લોટની માર્કેટ વેલ્યુ માટે એક સરક્યુલર પબ્લીશ કરવામા આવ્યો છે.


જેમાં શ્રીનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની વિવિધ પ્રોપર્ટીઓના બજાર ભાવની જાણકારી આપવામાં આવી છે. શ્રીનગર જિલ્લાના ઉત્તર તરફ આવેલા શાલીમાર તાલુકામાં 1 કનાલ ના પ્લોટના 52.50 લાખ રૂપિયા છે. કનાલ એટલે જમીનનું માપ. જેમ આપણે અહીં વાર, એકર, વીઘો હોય છે તેમ ત્યાં કનાલના માપે જમીન વેચવામાં આવે છે.

કનાલના માપને આ રીતે સમજો


માત્ર જમ્મુ કાશ્મીર જ નહીં પણ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં વિઘો કે એકર નહીં પણ કનાલથી જમીનને માપવામા આવે છે. એક કનાલ એટલે 510 વર્ગ મીટર. એટલે તેને ફૂટમાં ગણવા જઈએ તો 5400 સ્ક્વેર ફૂટ અને જો વારમાં માપવા જઈએ તો 605 સ્ક્વેર યાર્ડ.

હવે આપણાં અહીંના માપ પ્રમાણે શ્રીનગરના શાલીમાર તાલુકામાં 5400 વર્ગ ફૂટના પ્લોટની કીંમત 52.50 લાખ રૂપિયા થાય છે. જ્યારે નાના પ્લોટ એટલે કે 800 થી 1000 વર્ગ ફૂટના પ્લોટ અહીં 9 લાખ 73 હજારમાં ઉપલબ્ધ છે.


જ્યારે આજ કીંમત એટલે કે 5400 સ્ક્વેર ફૂટની જમીન તમારે કમર્શિયલ ઉપયોગ માટે લેવી હોય તો તે તમને 97 લાખ રૂરિયા આસપાસ મળશે. આ જ રીતે કાશ્મીરના ઉત્તર તરફના ગામડાઓમાં 5400 સ્ક્વેર ફૂટના પ્લોટની કીંમત 15.75 લાખ રૂપિયા છે જ્યારે કમર્શિયલ પ્લોટની કીંમત 17.85 છે.

આ રીતે જમ્મુ અને કાશ્મીરના દરેક જિલ્લાઓ પોતાના જમીનની કીંમતો પોતાના પોર્ટલ પર દર વર્ષે મુકે છે. તે પ્રમાણે અનંતનાગ 2018-19માં શહેરી 5400 સ્ક્વેર ફૂટના પ્લોટની કીંમત 70 લાખથી માંડીને એક કરોડ સુધીની છે.


તે જ રીતે જમ્મુના સબ ડીવિઝન અખનૂરમાં ગ્રામીણ વિસ્તારોમાં 5400 સ્ક્વેર ફૂટના પ્લોટની કીંમત 24.71 લાખ રૂપિયા છે તેની સામે કમર્શિયેલ પ્લોટની કીંમત 36.85 લાખ રૂપિયા છે. આ બધી જ જાણકારી જમ્મુ-કાશ્મિરની દરેક ડીસ્ટ્રીક ઓથોરિટીના પોર્ટલ પર ઉપલબ્ધ છે.


એક માહિતિ પ્રમાણે ગયા વર્ષ કરતાં આ કીંમતમાં પાંચ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. અને બની શકે કે સમગ્ર દેશના નાગરીકોને ત્યાં જમીન લેવાનો અધિકાર મળ્યા બાદ મોટા મોટા ઇનવેસ્ટરો ત્યાં પોતાના રોકાણ કરે અને ત્યાંનું રિયલએસ્ટેટ માર્કેટ એવી તેજી પકડે કે બે-ત્રણ વર્ષમાં જ જમીનની કીંમતો બમણી થઈ જાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ