કાંવડ યાત્રામાં નાના ભાઈએ પોતાના શહિદ ભાઈની મૂર્તિ માથા પર ઉંચકીને કાશી સુધીની યાત્રા પુરી કરી

આપણે અહીં ગુજરાતમાં હજુ કાંવડ યાત્રા વિષે કોઈ બહું જાણતું નથી. પણ બેસતા વર્ષ બાદ કાર્તક મહિનામાં જેમ ગીરનારની પરિક્રમા કરવામાં આવે છે તેવી જ પવિત્ર આ યાત્રા છે. સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે.


દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મનમાં કંઈ કેટલીએ કામના સાથે આ યાત્રા શરૂ કરે છે. શ્રાવણ મહિનામાં કાંવડ લઈ જઈને શિવલિંગ પર જળ ચડાવવાની આ પરંપરા છે. ભગવાન શિવને સમર્પિત આ કાંવડ યાત્રામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા જળ કે પછી કોઈ પવિત્ર નદીનું શુદ્ધ જળ લઈને પોતાના ઇષ્ટ દેવનો જળાભિષેક કરે છે.

પણ આ કાંવડ યાત્રામાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ વ્યક્તિએ પોતાના માથા પર પોતાના મોટા ભાઈની મોટા આકારની મુર્તિ ઉઠાવી હતી અને તે લઈને તે કાશી સુધી પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

#kavadi #kavadyatra #bambambholey #mahadev #mahakal🙏 #jaishambhu

A post shared by REVENGEOFDFALLEN (@kunal080807) on


આ ઘટના પાછળનું કારણ ખુબ જ લાગણીભર્યું છે આ વ્યક્તિના મોટા ભાઈની ઇચ્છા હતી કે તે પોતાના નાના ભાઈ સાથે કાંવડ યાત્રા કરે અને પોતે પણ થોડું ઘણું પૂણ્ય કમાય, પણ કદાચ ભગવાને તે મંજૂર નહોતું અને દેશની રક્ષા કરતાં કરતાં મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું. કદાચ ભગવાને તેના નામે તેથી પણ મોટું પૂણ્ય લખ્યું હતું.

મોટા ભાઈના જીવનની આ છેલ્લી ઇચ્છા પુરી કરવા નાના ભાઈએ મોટાભાઈની જીવંત માપની એક મૂર્તિ બનાવડાવી અને તેને પોતાના માથા પર મુકીને તેણે પોતાની કાંવડ યાત્રા પૂરી કરી અને મૂર્તિને કાશીમાં વિસર્જિત કરી દીધી.


ખરેખર આજે ભાઈ-ભાઈ વચ્ચે અગણિત ઝઘડાઓ જોવા મળી રહ્યા છે અને ભાઈનો લોહીનો સંબંધ દુશ્મનિમાં પરિવર્તિત થતાં જરા પણ વાર નથી લાગતી તેવા સંજોગોમાં આ નાના ભાઈને પોતાના મોટાભાઈની ઇચ્છા પુરી કરી સમાજને શીખવ્યું છે કે કેવી રીતે તમારે તમારા સંબંધોને નિભાવી જાણવું જોઈએ.


અને શ્રદ્ધાળુઓની માનતા પ્રમણે કહેવાય છે કે આ જળાભિષેકથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પુરી કરે છે. પણ આ કાંવડ યાત્રાના કેટલાક નિયમ હોય છે, અને જો તે નિયમો તૂટી જાય તો આ યાત્રા પૂર્ણ નથી કહેવાતી.

કાંવડ યાત્રા કરનાર યાત્રી ક્યારેય નાહ્યા વગર પોતાનું કાંવડ હાથમાં નથી લઈ શકતો, અને તે પોતાના આ કાંવડને જમીન પર પણ નથી મુકી શકતો. યાત્રા દરમિયાન ક્યાંક રોકાવાનું થાય તો તેને ઝાડ વિગેરે જેવા ઉંચા સ્થાન પર લટકાવવામાં આવે છે.


આ ઉપરાંત કાંવડને તમે માથા પર મુકીને નથી લઈ જઈ શકતાં, તેમ જ તેને કોઈ વૃક્ષ તેમજ છોડની નીચે પણ નથી મુકી શકાતું. આ યાત્રા સંપૂર્ણ પ્રસન્ન ચિત્ત રહીને કરવાની હોય છે અને સતત શિવમંત્રોના જાપ કરવાના હોય છે.

વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ કાંવડ યાત્રા યુગોથી ચાલતી આવી છે. એવું કહેવાય છે કે કાંવડ યાત્રાનો પ્રથમ યાત્રિ ભગવાન પરશુરામ હતા. જો કે કેટલાકનું એવું પણ કહેવું છે કે પ્રથમ કાંવડ યાત્રી શ્રવણ કુમાર હતો. માતા-પિતાને તિર્થ યાત્રા કરાવવાના ઉદ્દેશથી શ્રવણ કુમાર હિમાલચલના ઉના વિસ્તારમાં હતા જ્યાં તેમના આંધળા માતાપિતાને તેમને માયાપુરી એટલે કે હરિદ્વારમાં ગંગા સ્નાન કરવાની ઇચ્છા પ્રકડ કરી હતી.


અને માતાપિતાની આ ઇચ્છાને પુરી કરવા માટે તેમણે તેમને કાંવડમાં બેસાડી યાત્રા કરાવી હતી અને આવી જ રીતે કાંવડ યાત્રાની શરૂઆત થઈ હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ