સ્કંદ ષષ્ઠીએ વિજય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ભગવાન કાર્તિકેયની પૂજા, જાણો તમે વિસ્તૃતમાં

28મી મે એ છે સ્કંદ ષષ્ઠી, આ દિવસે વિજય પ્રાપ્તિ માટે ભગવાન કાર્તિકેયની કરવામાં આવે છે પૂજા દીવો, ઘરેણાં, કપડાં અને રમકડાંથી થાય છે ભગવાન કાર્તિકેયની પૂજા કરવા

image source

જેઠ મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિએ ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. આ દિવસને સ્કંદ ષષ્ઠી કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 28મી મે અને ગુરુવારના રોજ કરવામાં આવશે. આ દિવસ આખા વર્ષમાં 12 વખત અને મહિનામાં એક વખત આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતના લોકો ભગવાન કાર્તિકેયની પૂજા કરતા જોવા મળે છે. ભગવાન કાર્તિકેયે તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એટલે તેમની પૂજા દક્ષિણ ભારતમાં ખાસ કરીને કરવામાં આવે છે.

image source

ભવિષ્ય પુરાણ અનુસાર સ્કંદ ષષ્ઠીના દિવસે જ કાર્તિકેય પોતાના પરિવારથી નારાજ થઈ મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ પર ચાલ્યા ગયા હતા. અને આ શુભ દિવસે જ તેઓ દેવસેનાના સેનાપતિ બન્યા હતા.

image source

કેમ કહેવામાં આવે છે સ્કંદ ષષ્ઠી-

image source

માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ એવા સ્કંદમાતાને ભગવાન કાર્તિકેયની માતાનું રૂપ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે નવરાત્રિના પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ ષષ્ઠીને ચંપા ષષ્ઠીના નામે પણ ઓળખવામાં આવે છે. ભગવાન કાર્તિકેયને એમના બીજા નામ સુબ્રહ્મણ્યમથી પણ ઓળખવામાં આવે છે અને ચંપાના ફૂલને તેમનું પ્રિય ફૂલ માનવામાં આવે છે.

કઈ રીતે કરશો પૂજા વિધિઃ-

image source

સૌપ્રથમ મંદિરમાં ભગવાન કાર્તિકેયની વિધિ અનુસારપૂજા કરો. તેમને બદામ, કાજળ અર્પિત કરો અને નારિયેળની મીઠાઈ ચઢાવો. આ સિવાય વડના પાન અને વાદળી ફૂલ ચઢાવીને ભગવાન કાર્તિકેયની શ્રદ્ધા અને ભાવપૂર્વક પૂજા કરો. ભગવાન કાર્તિકેયની પૂજા માટે દીવો, ઘરેણાં, કપડાં અને રમકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તે શક્તિ, ઊર્જા અને યુદ્ધના પ્રતીક માનવામાં આવે છે.

સંતાનને પડતા કષ્ટમાં ઘટાડો કરવા તેમજ તેમની પાસેથી અનંત સુખ મેળવવા માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇ પ્રકારના વિવાદ અને કજિયા કંકાસને દૂર કરવામાં સ્કંદ ષષ્ઠીનું વ્રત ખૂબ જ ફળદાયી છે.

image source

શુ છે પૂજા અને વ્રતના નિયમઃ-

સ્કંદ ષષ્ઠીએ ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં આ દિવસે ખાસ પૂજા કરવામાં આવે છે. તેમાં સ્કંદ દેવની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. અખંડ દીવો પણ પ્રગટાવવામાં આવે છે. ભગવાન સ્કંદને સ્નાન કરાવવામાં આવે છે. અને ભગવાનને ભોગ ધરવામાં આવે છે. આ દિવસે અમુક ખાસ કાર્યની સિદ્ધ માટે કરવામાં આવેલી પૂજા-અર્ચના લાભદાયી નીવડે છે. આ દિવસે માંસ, દારૂ, ડુંગળી, લસણનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. અને આખો દિવસ સંયમ પૂર્વક વ્યવહાર કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ