સિંગર ગીતા રબારી આ રીતે ઘરે કરી રહી છે સમય પસાર, ફેન હોવ તો વાંચી લો જલદી તમે પણ

આખી દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ હવે એક મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે ત્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના પ્રથમ ચરણથી જ દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. જેથી દેશમાં કોરોના વાયરસ સંક્રમણને સામાન્ય જનતામાં ફેલાતો અટકાવી શકાય. ત્યારે દેશની મોટાભાગની વ્યક્તિને ફરજિયાતપણે ઘરમાં રહેવું પડી રહ્યું છે તે પછી તે વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે પછી ફિલ્મ સેલેબ્રીટીસ કે પછી ખેલાડી હોય.

image source

લોકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બધા જ કામકાજ બંધ થઈ ગયા છે ત્યારે આ લોકડાઉન દરમિયાન સેલેબ્સ હવે પોતાની મનગમતી પ્રવૃતિઓ કરી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યારે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટની ફેમસ સિંગર ગીતા રબારી જેવો સામાન્ય દિવસોમાં દેશ- વિદેશનો પ્રવાસ કરીને પોતાના કામમાં વ્યસ્ત હોય છે ત્યારે હવે ગીતા રબારી લોકડાઉનના સમયમાં પોતાના ઘરે રહીને પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ કરીને પોતાનો સમય પસાર કરી રહી છે.

image source

ગુજરાતી ઢોલીવુડની સિંગર ગીતા રબારીએ હાલમાં જ પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં ગીતા રબારીના હાથમાં ગુજરાતના પ્રસિદ્ધ લેખક એવા ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલ પુસ્તક ‘સૌરાષ્ટ્રની રસધાર’ પુસ્તક વાંચતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

ગીતા રબારી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ફોટો પરથી અંદાજ લગાવી શકાય છે કે, ગીતા રબારીને ગીત ગાવાની સાથે સાથે પુસ્તકો વાંચવાનો પણ શોખ ધરાવે છે. ઉપરાંત ગીતા રબારીના પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી હોય તેવું આ ફોટોમાં જોવા મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

અત્યારે જ્યારે દુનિયામાં Covid19 કોરોના નામની મહામારી ચાલી રહી છે ત્યારે અરજણ બાપા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્યામ મેડીકેર, LCC Project, અને ગીતાબેન રબારી દ્વારા કચ્છ ના અંજાર તાલુકાના ટપ્પર, લાખાપર, ચાંદ્રાણી, કોટડા, નવાગામ, દૂધઈ, હીરાપર અન્ય આજુબાજુ ના વિસ થી પણ વધારે ગામોમાં વિનામુલ્યે સેંનીટાઈઝર છટકાવ કરવામાં આવેલ તથા માસ્ક નુ વિતરણ કરવામાં આવશે Jemal Rabari Pruthvi Rabari

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

ગીતા રબારીએ કોરોના વાયરસ સંક્રમણની આ મહામારીના સમયમાં પોતાના ફેંસને પોતાની ગાયિકીના જાદુથી લોકોને મંત્રમુગ્ધ તો કરી જ દીધા છે. ઉપરાંત આ કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે લોકોને કેવા ઉપાયો કરવા જોઈએ, તેમજ લોકડાઉનનું પાલન કરવાની પોતાના ફેંસને અપીલ કરી રહી છે.

 

View this post on Instagram

 

#fitindia . . #geetarabari #geetabenrabari #indiafightscorona

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

ગીતા રબારીના અત્યાર સુધીના કામની વાત કરીએ તો ગીતા રબારીના કંઠે ગવાયેલ ગીતો એટલા બધા પ્રસિદ્ધ થયા છે જેના પરિણામ સ્વરૂપ ગીતા રબારીને ભારત બહાર રહેતા ગુજરાતી તેમજ અન્ય ચાહકો દ્વારા અન્ય દેશોમાં પણ ગીતા રબારીના કંઠે ગીતો સાંભળવા માટે ગીતા રબારીના કાર્યક્રમોનું મોટાપાયે આયોજન પણ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

ગીતા રબારીની ગણના હવે ગુજરાતી ફિલ્મ જગતમાં એક જાણીતું નામ બની ગયું છે. ગીતા રબારી ૨૩ વર્ષની નાની ઉમરમાં પોતાની ગાયિકાના બળે ખુબ જ નામના મેળવી છે. ગીતા રબારી હાલમાં એક સ્ટેજ પ્રોગ્રામના ૨ લાખ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે. ગીતા રબારીનું ફેમસ ગીત ‘રોણા શે’રમાં ……’ આ ગીતને યુ ટ્યુબ પર ૭.૫ કરોડ લોકો દ્વારા જોવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ