આ 4 ફ્રૂટ ખાવાથી સટાસટ વધી જાય છે વજન, તમે પણ પેટને ફ્લેટ કરવા માટે બંધ કરી દો આ ફ્રૂટ ખાવાનું

આજકાલ લોકો વધારે વજનના કારણે ખૂબ ચિંતિત છે. જાડાપણું એ દરેક લોકો માટે સૌથી મોટી સમસ્યા બની છે. આ એટલા માટે પણ છે કારણ કે હવે લોકો તેમની તંદુરસ્તી પર પહેલા કરતા વધારે ધ્યાન આપી રહ્યા છે. જો તમે પણ વધેલા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારા આહારથી શરૂઆત કરો. આ એટલા માટે કારણ કે વજન વધવું અથવા ઘટવું એ ખોરાક પર આધારિત છે.

image source

જો તમે વધેલા વજનથી છૂટકારો મેળવવા માંગો છો, તો સૌ પ્રથમ તે ફળો ના ખાઓ જેમાં કેલરીમાં ખૂબ વધારે હોય. જો તમે વજન ઓછા કરવાના પ્રયત્નો દરમિયાન આ ફળોનું સેવન કરશો, તો તમારું વજન ઓછું કરવાના તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થશે. તો ચાલો અમે તમને જણાવીએ કે એ કયા ફળ છે જે વજન ઘટાડવા દરમિયાન ન ખાવા જોઈએ.

image source

કેળા

જો લોકો પોતાનો વજન વધારવા માંગે છે, તો તેણે તેમના આહારમાં કેળા શામેલ કરવા જોઈએ. તેમાં ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ વધુ હોય છે. કેળા રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે સાથે તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો કેળા બિલકુલ ન ખાઓ. કેળામાં ખાંડની માત્રા ખૂબ વધુ હોય છે. આવી સ્થિતિમાં, કેળાનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે.

કેરી

image source

ફળોના રાજા તરીકે ઓળખાતી કેરી જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ તમારા વજનને ઝડપથી વધારી શકે છે. સામાન્ય કદની કેરીમાં ખાંડ ખૂબ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો કેરીનું સેવન કરવાથી તમારા બધા પ્રયત્નો ખરાબ થઈ શકે છે.

દ્રાક્ષ ખાશો નહીં

જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો દ્રાક્ષથી પણ દૂર રહો. દ્રાક્ષનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. જો તમે એક કપ દ્રાક્ષ ખાશો, તો તેમાં લગભગ 67 ગ્રામ કેલરી હોય છે, જે તમારા જાડાપણાનું કારણ બની શકે છે.

એવોકાડો

image source

એવોકાડો ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે, સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે 100 ગ્રામ એવોકાડોમાં લગભગ 160 કેલરી હોય છે. આ સાથે, તેમાં વધુ પ્રમાણમાં ચરબી હોય છે. આવી સ્થિતિમાં જો તમારે વજન ઓછું કરવું હોય તો આ ફળથી અંતર રાખવું જરૂરી છે.

આ ફળોના સેવનથી તમારું વજન કંટ્રોલમાં રહેશે

પપૈયા

પપૈયામાં કેલ્શિયમ, વિટામિન, આયરન, ખનિજો અને ફોસ્ફરસ પણ હોય છે. પપૈયા આપણા પાચનતંત્ર માટે પણ સારા માનવામાં આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદગાર છે. તે જ સમયે, તેમાં કેલરી અને ચરબી પણ ઓછી હોય છે. તેથી પપૈયાનું સેવન કરવાથી વજન ઘટવાની સંભાવના છે.

તરબૂચ

image source

અત્યારના સમયમાં દરેક જગ્યાએ મળતા તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા છે. તરબૂચમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, તેથી તરબૂચ ખાવાથી તમારું શરીર હાઈડ્રેટ રહે છે અને તેને ખાવાથી વજન પણ વધતું નથી. તરબૂચ ખાવું અથવા તેનો રસ પીવો વજન ઘટાડવા માટે બંને ઉપયોગી છે.

નારંગી

નારંગીનો સ્વાદ તો દરેકને પસંદ જ છે, સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 100 ગ્રામ નારંગી લગભગ 47 કેલરી ધરાવે છે, તેથી જેઓ વજન ઓછું કરવાના પ્રયત્નો કરી રહ્યા છે તેમના માટે નારંગી ખૂબ ઉપયોગી છે.

નાશપતિ

image source

નાશપતિમાં નોંધપાત્ર પ્રમાણમાં ફાઇબર હોય છે. આનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નથી લગતી તેથી વજન ઓછું કરવામાં ફાયદાકારક છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં ઓછી કેલરી હોય છે, સાથે તેમાં ખાંડ અને સોડિયમ હોતું નથી. દરરોજ દોઢ કપ સ્ટ્રોબેરી ખાવાથી, તમારે બહારનો કોઈ નાસ્તા ખાવાની જરૂર નહીં પડે જેનાથી વજન નિયંત્રણમાં રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ