જો તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો ક્યારે તમારા પાર્ટનર સાથે નહિં થાય ઝઘડા, અને રહેશે રોમેન્ટિક

સંબંધોને વધુ મજબૂત બનાવવું કઈ અઘરું કામ નથી. બસ અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડશે અને એની શરૂઆત તમારા સંબંધના પ્રથમ દિવસથી જ કરવાની રહેશે.

image source

1. આ દુનિયામાં કોઈ પણ પરફેક્ટ નથી હોતું. એટલે પોતાના પાર્ટનર પાસે પણ પરફેક્શનની આશા ન રાખો. ધ્યાન રાખો કે બીજાને એમની ખામીઓ સાથે સ્વીકારવું એ જ સાચો પ્રેમ છે.

2. એ સત્ય છે કે લગ્ન પછી પણ તમારી પોતાની અંગત જિંદગી હોય છે, અમુક નિર્ણય તમારા પોતાના હોય છે, તેમ છતાં એવા નિર્ણય જેની અસર બંને પર પડતી હોય, જેમ કે નોકરી બદલવી, લોન લેવી કે કોઈ મોટી વસ્તુ ખરીદવી આ નિર્ણયોમાં પાર્ટનરને પણ સામેલ કરો.

3. લગ્ન થતા જ એકબીજાને બદલવાના વિચારો ન શરૂ કરી દો. એ વિચાર દિમાગમાંથી કાઢી નાંખો કે હવે પાર્ટનરે તમારા હિસાબે ચાલવું પડશે. એનાથી મનભેદ થઈ શકે છે. એકબીજાને ખામીઓ અને ખૂબીઓ સાથે સ્વીકારો.

4. જો તમે તમારા પાર્ટનરમાં કોઈ પરિવર્તન ઈચ્છતા હોય જે એમના હિતમાં હોય તો એની શરૂઆત આલોચનથી ન કરો. એને ખૂબ ક કાળજીપૂર્વક હેન્ડલ કરો. એમને પ્રેમથી સમજાવો. સાથે જ એક જ રાતમાં પરિવર્તનની અપેક્ષા ન રાખો.

5. નાની નાની ખુશીઓ વહેંચતા શીખો. પછી એ ઝરમર વરસાદમાં ભીંજાવું હોય કે ઢળતા સૂરજને જોવું. એમાં પણ એક ખુશી છુપાયેલી હોય છે. એને એન્જોય કરો. કોઈ મોટી ખુશીની રાહ જોઇને ન બેસી રહો. નાની નાની ખુશીઓ વહેંચતા શીખો.

6.સંબંધમાં ક્યારેય કમ્યુનિકેશન ગેપ ન આવવા દો. સંબંધોમાં મૌન પ્રેમનું સૌથી મોટું દુશ્મન હોય છે. એટલે દરેક પરિસ્થિતિમાં કમ્યુનિકેશન જાળવી રાખો. પોતાના પાર્ટનરને તમારા મનની વાત, પોતાની લાગણીઓ શેર કરો. એમની કોઈ વાત ગમે તો એમના વખાણ કરો. એમને કોમ્પ્લીમેન્ટ આપવાનું ન ભૂલો.

7. સમયની અછતના બહાના ન કરો. જો તમે લાગતું હોય કે તમાએ બીઝી શિડયુલના કારણે સંબંધ પર અસર પડી રહી છે તો તરત કોઈ ઉપાય શોધો અને સંબંધને સમય આપવાનો પ્રયત્ન કરો.

image source

8. એ સિવાય દરેક સમયે મોબાઈલ, ટીવી, લેપટોપ કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર બીઝી ન રહો, ન ઓફીસ અને મિત્રોના ચકકરમાં ફેમિલીને અવગણો. દરેક સ્થિતિમાં બેલેન્સ જાળવી રાખો.

9. જિંદગીમાં ઉતાર ચડાવ તો આવતા રહે છે. ફાઇનાન્સિયલ કે ફેમીલી પ્રોબ્લેમ્સ પણ આવી શકે છે પણ એ માટે પાર્ટનરને દોષ આપવાને બદલે એનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરો. મનમાં કોઈપણ પ્રકારનું ફરસ્ટ્રેશન ન આવવા દો. પણ હસી ખુશી રહેવાનો પ્રયત્ન કરો તો તમને ખબર પણ નહીં પડે કે પ્રોબ્લેમ્સ કેવી રીતે દૂર થઈ ગયા.

10. જે મુદ્દાઓ પર તમારા વિચાર નથી મળતા એના પર બિનજરૂરી ચર્ચા કરવા કે પોતાની વાત મનાવવાની જીદ કરવાથી બચો. એનાથી સંબંધોમાં કારણ વગર સ્ટ્રેસ વધે છે.

11.એ વાતનું ધ્યાન રાખો કે તમે જે પણ સમય વિતાવી રહ્યા છો એ ક્વોન્ટિટી ટાઈમ નહિ પણ ક્વોલિટી ટાઈમ હોય.

12. તમે એકબીજા સાથે પોતાના અહેસાસ, પોતાના આઈડિયા, વિચાર શેર કરો પણ એ વાતનું ધ્યાન રાખો કે શેરિંગના નામ પર ફક્ત ફરિયાદ કરવા જ ન બેસી જાઓ એનાથી સંબંધોમાં કડવાશ વધે છે.

13. તમારા સંબંધોનું જાતે મૂલ્યાંકન કરો. એ જાણવાની કોશિશ કરો કે તમારા વ્યવહારમાં કઈ કઈ એવી વાતો છે જે તમારા લાઈફ પાર્ટનરને પસંદ નથી. પોતાની જાતને એ વચન આપો કે એવું કંઈ જ નહીં કરો જેનાથી તમારા સાથીની ભવનાઓને દુઃખ થાય.

image source

14.સંબંધોની વચ્ચે ઈગો ન આવવા દો. એનાથી સંબંધોમાં અંતર વધે છે.

15. જવાબદારી લેવાથી ગભરાશો નહિ અને એમને પુરી નિષ્ઠાથી નિભાવો.

16. ઘર પરિવારને લઈને તમારી જવાબદારી વહેંચી લો. જો એક જ પાર્ટનર પર વધારે જવાબદારી હશે તો ફરસ્ટ્રેશન વધશે અને આ ફરસ્ટ્રેશન સંબંધમાં પણ દેખાવા લાગશે.

17. ભલે બાળકોનો અભ્યાસ હોય કે નાના મોટા કામ, તમારું વલણ હંમેશા સહયોગાત્મક હોવું જોઈએ, ખાસ કરીને વર્કિંગ કપલ્સ માટે આ ખૂબ જ જરૂરી છે. એનાથી બંને વચ્ચે સમજણ જળવાઈ રહેશે અને તમારો સંબંધ પણ મજબૂત બનશે.

18.પતિ પત્ની વચ્ચે શિષ્ટાચાર જરૂરી છે. એટલે વાતચીતમાં હંમેશા શિષ્ટાચાર જાળવી રાખો. દરેક પતિ પત્નીમાં નાના મોટા ઝગડા અને મતભેદ તો થયા કરે છે પણ એટલો પણ ગુસ્સો ન કરો કે તમારા મોઢામાંથી ખરાબ શબ્દો નીકળી જાય.

19. એકબીજાને વચન આપો કે કોઈપણ ઝગડો બીજા દિવસની સવાર નહિ જોવે. ઝગડાને બેડ પર જતાં પહેલાં સોલ્વ કરી લો.

20. દરેક વખતે સાથી પાસે જ ઝુકવાની અપેક્ષા ન રાખો. એકવાર તમે પણ ઝુકીને જુઓ. મિનિટોમાં બધા ઝગડા અને ગુસ્સો ગાયબ થઈ જશે.

21.લડાઈ ઝગડાને અધિકાર જમાવવાની રીતે ઉપયોગ ન કરો કારણ કે પાર્ટનરને કન્ટ્રોલ કરવું પ્રેમ નથી અને એનાથી તમારા બંને વચ્ચે અંતર વધશે.

22.લડાઈ જીતવાને બદલે દિલ જીતવાની કોશીશ કરો. એ માટે ભલે તમારે લડાઈ હારવી પડે.

Secrets To Happy Relationship
image source

23. ભલે ગમે તેટલા બીઝી કેમ ન હોય એકબીજા માટે સમય જરૂર કાઢો. સાથે જ નો સેક્સની સ્થિતિ પણ સંબંધો માટે ખતરનાક હોય છે એટલે આવી સ્થિતિ પણ ન આવવા દો.

24. ક્વોલિટી ટાઈમ અને પર્સનલ સ્પેસ વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ કરો. એકબીજા માટે ક્વોલિટી ટાઈમ કાઢો એટલે રોજ નવરાશની અમુક એવી પળો જરૂર કાઢો જેમાં તમે બેસીને કંઈક વાત કરી શકો, તમારી ફીલિંગ્સ શેર કરી શકો.પર્સનલ સ્પેસનો અર્થ છે કે પોતાના સાથીને થોડા સમય માટે એકલા છોડો. જેથી એ પણ રિલેક્સ થઈને તમારી પસંદગીનું કામ કરી શકો.

25. એકબીજાને સ્પેસ આપો. લગ્ન બંધનના નામ પર પતિને દરેક વાત પર બાંધવાની કોશિશ ન કરો. પતિ પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટીમાં જવા માંગતા હોય તો ખુશી ખુશી જવા દો. એવી જ રીતે પત્ની પિયરવાળા સાથે કે મિત્ર સાથે ફોન પર વાત કરે તો એના પર રોક ટોક ન કરો.

26. જમવાનું સારું નથી બન્યું, તું કોઈ કામ ઢંગથી નથી કરતો, મારી કોઈ વાત નથી સાંભળતા….જેવી ફરિયાદોનું પોટલું ખોલીને ન બેસી જાઓ,

27. તમને એમની પાસે શુ અપેક્ષા છે, તમને ગિફ્ટમાં શુ જોઈએ છીએ, એ સીધું સીધું કહી દો. પતિ છે એટલું તો એમને ખબર હોવી જ જોઈએ જેવા વિચારો તમને દુઃખી કરી શકે છે. તમે ક્યાં જવા માંગો છો એમને સ્પષ્ટ જણાવી દો. તમને એટલું પણ નથી ખબર કે તમે તો મારા દિલની વાતો સમજતા ન નથી જેવી દલીલ બેકાર છે.

28. કોમ્પરોમાઇસ કરતા શીખો.

29. ઘણા અવસરો પર સહનશીલતા જરૂરી હોય છે. એટલે સહનશીલતા જાળવી રાખો.

30. પાર્ટનરની અમુક આદતો અને ભૂલોને અવગણતાં શીખો.

Secrets To Happy Relationship
image source

31. જો તમારા પાર્ટનર કઈ શેર કરવા માંગે તો એની વાત કાપ્યા વગર કે તમારી કમેન્ટ આપ્યા વગર એની આખી વાત સાંભળો.

32. પાર્ટનર પર વિશ્વાસ કરો. એમની ઈચ્છાઓનું સમ્માન કરો.

33. એકબીજાને સરખો દરજ્જો આપો. કોઈપણ પાર્ટનર પોતાને સુપિરિયર બતાવવાનો પ્રયત્ન ન કરો.

34. પરિવાર પ્રત્યે જવાબદાર બનો. દરેક વચનને દિલથી નિભાવો.

35. પાર્ટનરના લક્ષયને સ્પોર્ટ કરો. જીવનમાં આગળ વધવા માટે એને પ્રોત્સાહિત કરો.

36. પાર્ટનરની ફેમીલી કે ફ્રેન્ડ્સ પ્રત્યે ઉપેક્ષિત વલણ ન આપનાવો.

image source

37. પાર્ટનરની વાતોને છુપાઈને ન સાંભળો. એમની જાસૂસી કરવાની ભૂલ ન કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ