કરીનાના બીજા બાળકના ન્યૂઝ સાંભળવા ઈચ્છા લોકો માટે સૌથી મોટો સમાચાર

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાંથી સતત ગૂડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કેટલાક સ્ટાર્સ લગ્ન અથવા તો સગાઈના બંધનમાં બંધાયા છે જ્યારે અનુષ્કા, અનિતા સહિતની અભિનેત્રીઓના ઘર સંતાનના જન્મ થયા છે. હવે આ ક્રમમાં નંબર બોલિવૂડની બેબોનો છે. જી હાં બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન તેના બીજા સંતાનને જન્મ આપવાની છે. જો કે તે આ વખતે પણ ગર્ભાવસ્થા દરમિયાન સતત એક્ટિવ જોવા મળે છે. તેણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના 9માં મહિનાની શરુઆતનો વીડિયો પણ શેર કર્યો હતો.

image soucre

કરીના કપૂર ખાન તેના બીજા બાળકને જન્મ ક્ય્રારે આપશે તેની આતુરતા તેના ફેન્સ અને ફોલોવર્સમાં પણ વધી છે ત્યારે આ અંગે કરીનાના પિતા રણધીર કપૂરે મોટો ખુલાસો કર્યો છે. રણધીર કપૂરે જણાવ્યું છે કે કરીના તેના બીજા સંતાનને જન્મ ક્યારે આપી શકે છે.

image source

કરીના કપૂર અને સૈફના ફેન્સ તેમના બીજા સંતાનના જન્મના સમાચાર સાંભળવા અને તેની ઝલક જોવા આતુર છે. જો કે બીજા બાળકને લઈને સૈફ અને કરીના એકદમ કુલ છે. એક મુલાકાત દરમિયાન સૈફ અલીએ કહ્યું હતું કે ફેબ્રુઆરીની શરુઆતમાં તેમના ઘરે બાળકનો જન્મ થવાનો છે. બેબીને લઈને તેઓ એક્સાઈટેડ છે, કારણ કે હવે તૈમૂર સાથે ઘરમાં તોફાન કરનાર બીજું કોઈ આવી જશે. કરીના પણ ગર્ભાવસ્થાના આ સમયમાં સતત એક્ટિવ રહી છે જે તેના ફેન્સ માટે પણ પ્રેરણારુપ છે.

image soucre

કરીનાના બીજા બાળકના જન્મ અંગે સૈફ ઉપરાંત રણધીર કપૂરે પણ એક મુલાકાત દરમિયાન ખુલાસો કર્યો હતો. રણધીર કપૂરે કહ્યું હતું કે કરીના તેના બીજા બાળકને 15 ફેબ્રુઆરી આસપાસ જન્મ આપી શકે છે. તેની ડ્યૂ ડેટ 15 ફેબ્રુઆરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે પરિવાર કરીનાના બીજા બાળકને લઈને ખુબ ખુશ છે કારણ કે તૈમૂરને પણ સાથ આપવા માટે એક ભાઈ કે બહેનની જરૂર હતી. પરીવારના સભ્યો પ્રાર્થના એ વાતની કે છે કે બાળક સ્વસ્થ હોય. હવે જ્યારે કરીનાની ડ્યૂ ડેટ 15 ફેબ્રુઆરી જાહેર થઈ છે અને સામે આવ્યું છે કે તે આ તારીખે બાળકને જન્મ આપી શકે છે ત્યારે તેના ફેન્સ પણ કરીના અને તેના બાળકના સ્વસ્થ હોવાની પ્રાર્થના કરી રહ્યા છે.

image soucre

કરીનાના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે હવે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એકવાર કરીના અને આમિર ખાન સાથે જોવા મળશે. જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની રીમેક છે. ફિલ્મના શૂટિંગ અને સેટની કેટલીક તસવીરો પણ સામે આવી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ