ડેન્ડ્રફને દૂર કરવા માટેનો આ નેચરલ ઉપાય છે જોરદાર અસરકારક, અપનાવો તમે પણ

મિત્રો, ઠંડીની ઋતુની જેવી શરૂઆત થાય એટલે વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓ થવાનુ શરુ થઇ જાય છે. આ સમસ્યાઓમા મુખ્ય સમસ્યા વાળમા ખોળો પડી જવાની સમસ્યા કહી શકાય. આ સમસ્યાના કારણે મોટાભાગના લોકો તેના વાળથી ત્રાસી જતા હોય છે.

image source

આ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આપણે બજારના અનેકવિધ ઉપાયો અજમાવતા હોઈએ છીએ પરંતુ, તેનાથી કશો જ ફરક પડતો નથી. અમે આજે આ લેખમા તમને અમુક વિશેષ ઘરેલૂ નુસખા જણાવવા જઈ રહ્યા છીએ, જેનો એકવાર ઉપયોગ કરતાની સાથે જ તમને ફરક જોવા મળશે અને તમે વારેઘડી સરળ રીતે તેનો ઉપયોગ કરી શકશો. તો ચાલો જાણીએ ક્યાં છે આ ઉપચાર?

ટી ટ્રી ઓઈલ :

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટી-માઈક્રોબિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. આ વસ્તુનો ઉપયોગ કરવાથી તમે વાળના ખોળાની સમસ્યામાંથી સરળતાથી રાહત મેળવી શકો છો. આ સિવાય ટી ટ્રી ઓઈલની મદદથી તમે સ્કેલ્પનો સોજો અને ખંજવાળની સમસ્યા બંનેમાંથી મુક્તિ મેળવી શકો છો.

કોકોનટ ઓઈલ :

image source

આ સિવાય આ ઓઈલ ત્વચા અને વાળ શુષ્ક થવાની સમસ્યામા પણ રાહત આપે છે. આ કોકોનટ ઓઈલ એ ખોળાની સમસ્યાને જડમૂળથી ખતમ કરી દે છે અને વાળને સ્વસ્થ અને નરમ બનાવી રાખે છે. આ સિવાય આ કોકોનટ ઓઈલમા જો અલોવેરા મિક્સ કરીને વાળ પર લગાવવામા આવે તો તે શાઈની અને મજબૂત બને છે.

એલોવેરા :

image source

આ વસ્તુ વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે એક રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ વસ્તુના ઉપયોગથી વાળ અને ત્વચા બંને સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. આ વસ્તુને ટી ટ્રી ઓઈલની સાથે મિક્સ કરીને લગાવવામા આવે તો વાળમા ખોળાની સમસ્યામાંથી રાહત મેળવી શકો.

એપ્પલ સાઈડર વિનેગર :

image source

આ વસ્તુ એટલે કે સફરજનનુ વિનેગર. આ વસ્તુ પણ તમે વાળના ખોળાની સમસ્યાને દૂર કરવામા ઉપયોગમા લઈ શકો છો. તે વાળને મજબૂત અને શાઈની બનાવે છે. આ વિનેગરનો ઉપયોગ સ્કીનના ડેડ ભાગને હટાવીને વાળનો વિકાસ કરવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

દહી :

image source

આ વસ્તુમા જો તમે લીંબુના થોડા ટીપા મિક્સ કરો અને આ પેસ્ટને સ્કેલ્પ પર થોડીવાર માટે લગાવી રાખો અને આ સાથે આ ઉપાય અઠવાડિયામા ૨-૩ વાર અજમાવો જેથી, તમારા વાળ સિલ્કી બનશે અને આ સાથે જ ખોળાની સમસ્યામાથી પણ તમને તુરંત રાહત મળશે. દહીની આ પેસ્ટને વાળમા થોડીવાર માટે લગાવેલી રાખવામા આવે અને ત્યારબાદ તમે તેને સાદા પાણી અને રૂટિન શેમ્પૂથી ધોઈ લો તો તમારા વાળ કાળા અને મજબુત બને છે, તો એકવાર આ ઉપાય અવશ્યપણે અજમાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત