પત્ની અને દીકરા સાથે હાર્દિક પંડ્યા માણી રહ્યો છે ફેમિલી ટાઈમ

ટીમ ઈંડિયાનો સ્ટાર ખેલાડી અને ઓલરાઉંડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્તાનકોવિક થોડા મહિના પહેલા જ માતાપિતા બન્યા છે. બંને ત્યારથી અનેકવાર પોતાના દીકરા અગસ્ત્યની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તેવામાં તાજેતરમાં પણ તેણે કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. કારણ કે આ તસવીરોમાં પંડ્યા પરિવાર ફેમિલી ટાઈમ માણતા જોવા મળે છે.

image soucre

હાર્દિક પંડ્યા દીકરા અગસ્ત્ય અને પત્ની નતાશા સાથે સ્વિમિંગ પુલ પર મસ્તી કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં હાર્દિક સ્વિમિંગ ટ્રંક્સ અને બાથરોબમાં જોવા મળે છે. જ્યારે અગસ્ત્ય તેના સ્ટ્રોલરમાં દેખાય છે. આ સિવાય એક તસવીરમાં હાર્દિકે અગસ્ત્યને તેડ્યો છે. આ સમયે અગસ્ત્ય પણ ખૂબ ખુશ અને મસ્તીના મૂડમાં હોય તેમ જણાય છે.

image soucre

કેટલીક તસવીરમાં નતાશા તેના દીકરાને તેડી અને પૂલ પાસે ઊભેલી જોવા મળે છે. આ તસવીરો શેર કરી હાર્દિક પંડ્યાએ કેપ્શનમાં લખ્યું છે ટૂ કુલ ફોર ધ પુલ… હાર્દિક પંડ્યાએ 4 ફોટો શેર કર્યા છે.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક અને નતાશાના ઘરે પુત્રનો જન્મ 30 જુલાઈના રોજ થયો હતો. હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. હાર્દિક અને નતાશાના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયા મારફતે થઈ હતી. હાર્દિકે જ 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. આ સિવાય તેણે નતાશા માતા બનવાની છે તે વાત પણ જાહેર કરવામાં આવી હતી.

નતાશા અને હાર્દિકે એકબીજાને ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યા હતા. તેમણે 1 જાન્યુઆરી 2020ના રોજ પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત કરી હતી. જુલાઈમાં દીકરાના જન્મ બાદ પણ હાર્દિક અવારનવાર તેના દીકરાની પોસ્ટ શેર કરતો રહે છે. તાજેતરમાં જ તે જ્યારે ટીમ ઈંડિયા સાથે ચેન્નઈ રવાના થયો ત્યારે પણ ફ્લાઈટમાં દીકરા સાથે ફોટો ક્લિક કરી શેર કર્યો હતો. જો કે થોડા દિવસો પહેલા જ હાર્દિક પંડ્યાના પિતાનું નિધન થયું હતું. તેના પિતાનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.

image source

ઉલ્લેખનીય છે કે હાલ હાર્દિક પંડ્યા ટીમ ઈંડિયા સાથે ટેસ્ટે શ્રેણી રમી રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈંડિયા 227 રને હારી છે. હવે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરી શરુ થનાર છે. આ શ્રેણીની ત્રીજી અને ચોથી મેચ અમદાવાદ ખાતે બનેલા મોટેરા સ્ટેડિયમમાં રમાનાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ