કરીના અને તૈમુર જોવા મળ્યા એરપોર્ટ પર, તસવીરો જોવા કરો ક્લિક…

કરીના કપૂર ખાન પતિ સૈફ અલિ ખાન અને દીકરા તૈમુર સાથે એરપોર્ટ પર જોવા મળી ટ્રેડીશનલ અવતારમાં

image source

કરીના કપૂર ખાન અને પતિ સૈફ જોવા મળ્યા ટ્રેડીશનલ અવતારમાં તો ફુલ ડેનિમ લૂકમાં તૈમુરે જીત્યું દીલઃ જુઓ તસ્વીરો

બોલીવૂડ સેલેબ્રિટીઝ માટે એરપોર્ટ લૂક એક મહત્ત્વનો લૂક બની ગયો છે. એરપોર્ટ પર જ્યારે પણ કોઈ સેલેબ્રીટી ખાસ કરીને બોલીવૂડ સેલેબ્રીટી જોવામાં આવે પછી તે અભિનેતાઓ હોય કે અભિનેત્રીઓ હોય તેમનો લૂક ઘણો ગ્લેમરસ હોય છે.

image source

સામાન્ય રીતે આ લૂકમાં એક્ટ્રેસીસ વેસ્ટર્ન આઉટફીટમાં જ જોવા મળે છે પણ આ વખતે કરીનાએ ટ્રેડીશનલ લૂક અપનાવ્યો છે. તેણીએ સુંદર યેલો મસ્ટર્ડ કુર્તો પહેર્યો હતો અને સાથે ગ્રે પાયજામો પેર કર્યો હતો.

image source

તો બીજી બાજુ સૈફઅલી ખાન કે જે ક્યારેય પોતાના જાહેર લૂકને એટલું મહત્ત્વ નથી આપતો તેણે પોતાની હંમેશની આદત પ્રમાણે કુર્તા પાઇજામા પહેર્યા હતા. તેણે લાઇટ પીંક રંગનો જભ્બો અને વ્હાઇટ લેંઘો પહેર્યો હતો અને આ લૂકમાં તે હંમેશની જેમ રોયલ લાગી રહ્યો હતો.

પણ અહીં દીકરા તૈમુરે ફુલ ડેનિમ અવતાર અપનાવ્યો હતો અને બાજી મારી લીધી હતી. તૈમુરના જન્મતાની સાથે જ તે પાપારાઝીઓનો ફેવરીટ સેલેબ્રીટી કીડ બની ગયો છે અને તેની એક ઝલક માટે તેઓ પડાપડી કરે છે.

image source

સામે તૈમુર પણ વિવિધ રીતે પાપારાઝિઓને પ્રતિસાદ આપતો જોવા મળે છે. ક્યારેક હાથ વેવ કરતો જોવા મળે છે તો ક્યારેક ગુસ્સે થતો જોવા મળે છે તો ક્યારેક હસતો જોવા મળે છે તો ક્યારેક જીભડી કાઢતો જોવા મળે છે. આ વખતે પણ તેણે કેમેરા સામે જીભ બતાવી હતી.

એરપોર્ટમાંથી બહાર નીકળતો તૈમુર ફુલ ડેનીમ લૂકમાં ખુબ જ ક્યુટ લાકી રહ્યો હતો. તેણે પોતાની માતાનો હાથ પકડ્યો હતો અને સાથે સાથે કેમેરાને જીભ પણ બતાવી રહ્યો હતો.

image source

કરીનાએ પણ થોડા સમય પહેલાં થયેલા એક ઇન્ટવ્યુમાં જણાવ્યુ હતું કે એકધારી કેમેરાની નઝર તૈમુર પર રેહવાથી હવે તે પહેલા જેવો ફ્રેન્ડલી નથી રહ્યો પણ કેમેરા જોતાં જ તે ચિડાઈ જાય છે.

થોડા સમય પહેલાં પણ તે કેમેરા સામે ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
કરીના કપૂર હાલ આમિરખાન સાથેની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાના શુટીંગમાં વ્યસ્ત હતી. હાલ જ તેનું શુટિંગ પુર્ણ થયું છે હવે તેનું પોસ્ટ પ્રોડક્શન શરૂ થશે. તેણી બને ત્યાં સુધી પોતાના દીકારને સાથે જ રાખવાનું પસંદ કરે છે અને સમય મળે ત્યારે પોતાના પતિ અને દિકરા સાથે ક્વોલિટિ ટાઇમ સ્પેન્ટ કરે છે.

image source

કરીના સાથે સૈફ અને તૈમુર ચંડીગઢમાં સમય પસાર કરવા જોડાયા હતા અનેહાલ તેઓ મુંબઈ પાછા આવી ગયા છે તેની જ આ વિડિયો વાયરલ થઈ રહી છે.

આ ઉપરાંત કરીના કપૂર ખાન ફિલ્મ ગુડ ન્યુઝમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે તેમજ કરનજોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્તમાં પણ તેણી મહત્ત્વની ભુમિકા કરતી જોવા મળશે. સાથે સાથે તેણી પ્રથમવાર ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાન સાથે પણ અંગ્રેઝી મિડિયમમાં કામ કરી રહી છે. આમ આવનારું વર્ષ કરીના માટે અત્યંત મહત્ત્વનું સાબિત થઈ શકે છે.

image source

સૈફ અલિખાન હંમેશા પોતાના કન્ફર્ટ લૂકમાં જ જોવાં મળે છે તે ક્યારેક બર્મુડા સ્લિપરમાં જોવા મળે તો વળી ક્યારેક સાદા જીન્સ અને ટી-શર્ટ અને કોલ્હાપુરી ચપ્પલમાં જોવા મળે છે.

image source

હાલ તે અજય દેવગન સાથે ફિલ્મ તાન્હાજીઃ ધી અનસંગ વોરીયર ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમા તે ઉદયભાન રાઠોડનું પાત્ર ભજવી રહ્યો છે. આમ સંપુર્ણ કપૂર-ખાન ફેમિલિ પોતાના કામમાં વ્યસ્ત છે અને તેમાંથી સમય કાડીને એકબીજાની નજીક રહેવા પ્રયાસ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ