શું તમને ફાટેલા જીન્સ તેમજ બીજા કપડા પહેરવાની આદત છે? તો વાંચી લો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર…

વસ્ત્રોના કારણે પણ નડી શકે છે વાસ્તુ દોષ, બગડી શકે છે બનેલા કામ !

ઘણીવાર તમારી અપાર મહેનત તેમજ દરેક સચોટ પ્લાનિંગ છતાં તમારા કામ પાર નથી પડતાં તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. આપણને ઘણીવાર ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે આપણા વડીલો દ્વારા ટોકવામાં આવે છે ખાસ કરીને આપણા વસ્ત્રોના કારણે. વડીલો હંમેશા આપણને કાળા વસ્ત્રો પહેરવાની ના પાડતા હોય છે. તેની પાછળનું સિંમ્પલ અને સીધુ કારણ છે એ કે તેઓ આ રંગના વસ્ત્રોને અશુભ માને છે.

image source

આપણને લગ્ન કે પછી પુજા કે પછી કોઈ પણ શુભ પ્રસંગ પર ડાર્ક અને ખાસ કરીને બ્લેક શેડ કે પછી નિસ્તેજ ધોળા વસ્ત્રો પહેરવાની ના પાડવામા આવે છે ત્યારે હંમેશા ચમકીલા, રંગબીરંગી વસ્ત્રો પહેરવાની આપણી પાસેથી અપેક્ષા રાખવામા આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વાસ્તુ શાસ્ત્રમાં રંગોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આજે અમે તમને એ જણાવીશું કે કઈ રીતે વસ્ત્રો તમારા કામને બગાડી શકે છે. હા, વસ્ત્રો પણ તમારા બનતા કામને બગાડી શકે છે.

image source

– આજે ઘણા ઘરોમાં એકના એક વસ્ત્રોને જેને થોડા જ કલાકો માટે પહેરવામા આવ્યા હોય અથવા જેને માત્ર આરામ દરમિયાન જ પહેરવામા આવ્યા હોય તેને બીજા દીવસે ધોયા વગર પહેરવાનો પણ ટ્રેન્ડ છે. તેમ કરીને તેઓ કપડાં ધોવાનો ડીટર્જન્ટ બચાવે છે અને કપડાંને ઘસાતા પણ બચાવે છે. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે સવારનો નિત્યક્રમ પુર્ણ કરીને સ્વચ્છ વસ્ત્રો જ પહેરવા જોઈએ. પહેરેલાં વસ્ત્રો ધોઈ નાખવા જોઈએ.

image source

– આપણી પાસે હંમેશા સુંદર, સ્વચ્છ અને ફાટ્યા વગરના વસ્ત્રો પહેરવાની અપેક્ષા રાખવામાં આવતી હોય છે આ આપણા માતાપિતાની જ નહીં પણ આપણા દરેક હિતેચ્છુઓની ઇચ્છા હોય છે. તેમ છતાં આજના ટ્રેન્ડ પ્રમાણે ફાટેલા કપડાં ફેશનમાં છે અને લોકો તેને શોખથી ખુશી-ખુશી પહેરે છે. પણ જેમ તૂટેલો ફુટેલો સામાન ઘરમાં નથી રાખવામા આવતો તેમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારી મજબુરી ન હોય તો તમારે ફાટેલા વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ. આવા વસ્ત્રો પહેરવાથી તમે બદનસીબી નોતરો છો. તેમ તેની નકારાત્મકતાથી તમારી ઉર્જા તેમજ ક્ષમતા પણ નાશ પામે છે.

image source

– ઘરમાં ક્યારેય ફાટેલા તેમજ તુટેલા વસ્ત્રોનો સંગ્રહ ન કરવો જોઈએ. જે વસ્ત્રોનો તમે ઉપયોગ ન કરતા હોવ તેનું દાન કરી દેવું જોઈએ. આ બાબત માત્ર તમારા ઘર માટે જ નહીં પણ તમારા વ્યવસાયના સ્થળને પણ લાગુ પડે છે.

image source

– જો તમે કોઈ કારણસર મોડા કપડાં ધોતા હોવ અને તેને મોડી સાંજે ઘરની બહાર સુકવતા હોવ તો તે પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય આદત નથી. વસ્ત્રો સુકાય કે નહીં તમારે તેને રાત પડતાં જ ઘરની અંદર જ લઈ લેવા જોઈએ. વસ્ત્રો રાત્રી દરમિયાન બહાર સુકવેલા રાખવાથી ઘરની સુખ તેમજ સમૃદ્ધિ જતી રહે છે.

– જો તમે કોઈ શુભ કાર્યની શરૂઆત કરવાના હોવ તો તે દિવસે તમારે સફેદ વસ્ત્રો અને જો તેમાં લાલ રંગ તેમજ અન્ય શુભ રંગોનું કોમ્બિનેશન હોય તો ઉત્તમ તેમજ લીલા વસ્ત્રો પહેરવા જોઈએ. તેમ કરવાથી તમારું કાર્ય સફળ થાય છે.

image source

– પહેલી વાત તો એ કે ઘરમાં ટુટેલો સામાન ન રાખવો જોઈએ અને જો તમારા ઘરમાં તુટેલી તીજોરી કે કબાટ હોય તો તેમાં પણ વસ્ત્રો ન રાખવા જોઈએ. તેનાથી તમારી પ્રગતિ અટકી જાય છે.

– રવિવારે સુર્યદેવની આરાધના કરવામા આવે છે અને આ દિવસે તમારે પિળા, લાલ, ગુલાબી રંગના એટલે કે સુર્યના કીરણનો શેડ્સ ધરાવતા રંગોના વસ્ત્રો પહેરવા જોઈએ. તેમ કરવાથી તમને તે દિવસે લાભ થશે.

image source

– શનિવારના દિવસે ક્યારેય નવા વસ્ત્રો ન પહેરવા જેઈએ. આમ કરવાથી તમારા ધંધા વ્યવસાયમાં નુકસાન થાય છે. આ સિવાય તમારે શનિવારે કાળા કે વાદળી વસ્ત્રો પણ ન પહેરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ