કરણ જોહરની સંપત્તિ વિશે જાણીને તમારી પણ આંખો થઈ જશે ચાર, જાણી લો એ વિશે વધુ.

કરણ જોહર એક જાણીતા ફિલ્મ નિર્માતા, સ્ક્રીન રાઇટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર છે, જેને આજે કોઈ ઓળખની જરૂર નથી. પોતાની ઇમોશનલ ફિલ્મોથી દર્શકોની આંખમાં આંસુ લાવનાર ફિલ્મ મેકર કરણ જોહર 49 વર્ષના છે. ફિલ્મ પ્રોડ્યુસર યશ જોહર અને હિરું જોહરના દીકરા કરણનો જન્મ મુંબઈમાં થયો હતો. કરણના પિતા એમને એકટર બનાવવા માંગતા હતા. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજુર હતું.

image source

કરણ જોહરે પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી વર્ષ 1989માં ટીવી સિરિયલ શ્રીકાંતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલ દૂરદર્શન પર આવતી હતી. કરણનું વજન બાળપણમાં ખૂબ જ વધુ હતું. યશ જોહર એમને કહેતા હતા કે પાંચ છ કિલો ઘટાડી લો અને એકટર બની જાઓ. પણ કરણ જોહરે ડાયરેક્શનમાં પોતાનું કરિયર બનાવ્યું અને કુછ કુછ હોતા હે જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી. આજે અમે તમને કરણ જોહર સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છે જે કદાચ તમે નહિ જાણતા હોવ.

image source

કરણે ફિલ્મ દિલવાલે દુલહનિયા લે જાયેંગેથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એમને આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ પર કામ કરતી વખતે શાહરૂખે એમને એમની પોતાની ફિલ્મ બનાવવાની સલાહ આપી.

image source

એ પછી કરણે ફિલ્મ કુછ કુછ હોતા હે બનાવી અને આ ફિલ્મે ફિલ્મફેરમાં સાત એવોર્ડ્સ જીત્યા. આ ફિલ્મ પછી કરણે કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ન કહેના, માઇ નેમ ઇઝ ખાન, સ્ટુડન્ટ ઓફ ધ યર, બોમ્બે ટોકીઝ, એ દિલ હે મુશ્કેલ અને લસ્ટ સ્ટોરીઝ સહિત અન્ય ફિલ્મોનું શાનદાર નિર્દેશન કર્યું છે.

image source

કરણ જોહરની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હે હતી. આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા રોચક કિસ્સા છે. જેમાંથી એક છે કે ફિલ્મ માટે કાજોલ પહેલી પસંદ નહોતી. કરણ પહેલા જુહી ચાવલાને આ ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. પણ જુહી સ્ક્રીપટ સાંભળતા જ ના પાડી દીધી. એ પછી કાજોલની સાઈન કરવામાં આવી. આ જ રીતે ટીનાના રોલ માટે કરણ સૌથી પહેલા રવીના ટંડન, ઐશ્વર્યા રાય, તબ્બુ, ઉર્મિલા મારતોડકર અને કરિશ્મા કપૂર પાસે ગયા. પણ છેલ્લે રાની મુખર્જીને આ રોલ માટે પસંદ કરવામાં આવી.

image source

કરણ જોહરે જ્યારે ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી તો એમને k અક્ષર સાથે ખૂબ જ પ્રેમ હતો. એ પોતાની દરેક ફિલ્મનું નામ kથી જ રાખતા હતા. પણ જ્યારે કરણ જોહરે રાજકુમાર હિરાનીની ફિલ્મ લગે રહો મુન્નાભાઈ જોઈ તો એમને આ અક્ષરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. આ ફિલ્મમાં ન્યુમરોલોજીને ક્રિટીસાઈઝ કરવામાં આવ્યું હતું.

image source

કરણ જોહરની કુલ સંપત્તિ લગભગ 200 મિલિયન ડોલર છે જે ભારતમાં લગભગ 1400 કરોડ રૂપિયા થાય છે. એક ફિલ્મને ડાયરેકટ કરવા માટે કરણ જોહર લગભગ 3 કરોડ રૂપિયા લે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કરણ જોહરની સંપત્તિમાં લગભગ 80%નો વધારો થયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરણ સૌથી વધુ ટેક્સ આપનાર સ્ટાર્સમાં સામેલ છે.

image source

લોકો કરણ જોહર અને એમની ફિલ્મોના દીવાના છે પણ કરણ કારના દીવાના છે. એમનું કાર કલેક્શનમાં જગુઆર, મર્શિડીઝ, એસ 560, બીએમડબલ્યુ સહિત ઘણી કાર છે. ફક્ત કારના જ નહીં કરણ જોહર શૂઝના પણ શોખીન છે. એમની પાસે દરેક પ્રકારના શૂઝ છે. Louis, Vuitton, Stella, Mccartney, Donatella, Versace કરણની મનગમતી બ્રાન્ડ છે પણ ફ્રેન્ચ ડિઝાઈનર Christian Louboutinના ડિઝાઇન કરેલા સૂઝ એમને વધુ પસંદ છે. એ સાથે જ કરણ જોહર પહેલા એવા ભારતીય નિર્દેશક અને નિર્માતા છે, જેનું સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુનું અનાવરણ ખુદ કરણ જોહરે કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!