કોરોના રસીને લઈ જોરદાર ઓફર, જો વેક્સિન લગાવો તો મળશે કરોડોની લોટરી, અનોખી પહેલની આખા વિશ્વમાં ચર્ચા

આખું વિશ્વ કોરોના વાયરસથી પ્રભાવિત થયું છે. પરંતુ ઘણાં લોકો અત્યારે પણ એવા છે કે જેઓ આ વાયરસના સંક્રમણથી બચવા માટે જરૂરી વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યાં છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ વિશે વાત કરીએ તો જ્યારે મેડિકલ ટીમ ઉત્તર પ્રદેશના એક ગામમાં રસી લગાવવા માટે પહોંચી ત્યારે ત્યાંના તમામ લોકો નદીમાં કૂદી પડ્યા હતા. જો કે વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં રસી પર લોટરી લગાડવામાં આવી રહી છે જેના વિશે અહીં વાત કરવામાં આવી છે.

IMAGE SOURCE

કોરોનાની રસી વિશે જાગૃતિ ફેલાવવા માટે અમેરિકાના ઓહિયોમાં લોટરી સિસ્ટમ દ્વારા ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના ઓહિયોના ગવર્નર માઇક ડીવાઇન દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓહિયોમાં રસી લેનાર દરેક આ લોટરીમાં ભાગ લઈ શકે છે. ધ ગાર્ડિયનના દ્વારા આપવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર લોટરી જીતનારા તમામ લોકોને દસ લાખ ડોલર (લગભગ 7.2 કરોડ રૂપિયા) આપવામાં આવશે. માઇક ડિવાઈને આ વિશે વાત કરતાં જણાવ્યું છે કે પહેલા અઠવાડિયાની લોટરી માટે લગભગ 27 મિલિયન લોકોએ અરજી કરી છે.

IMAGE SOURCE

મળતી માહિતી મુજબ આ લોટરીમાં જોડાવા માટે બે કેટેગરી બનાવવામાં આવી છે. પ્રથમ કેટેગરીમાં ઓહિયોના મૂળ નિવાસીઓ અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમાં સમાવેશ કરવામાં આવશે, જ્યારે 12થી 17 વર્ષની વય માટે એક અલગ લોટરી સિસ્ટમ મૂકવામાં આવી છે.

IMAGE SOURCE

બીજા કેટેગરીમાં વિજેતા માટે રોકડ ઇનામ નથી. આ બીજી કેટેગરીમાં જેમાં 12થી 17 વર્ષના યુવાનોને ચાર વર્ષની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ તમામ લોટરી યોજનાઓના નાણાં અને ખર્ચ કોવિડ ફંડ્સના ઓહિયો એડમિનિસ્ટ્રેશન દ્વારા ઉઠાવવામાં આવશે. હાલમાં અમેરિકામાં કોરોના રસીની લોટરી યોજના ચર્ચાનો વિષય બની છે.

IMAGE SOURCE

ન્યુ યોર્ક ટાઇમ્સે તેના એક લેખમાં તેને આ કામને આકર્ષક વિચાર તરીકે વર્ણવ્યું છે. માહિતી મળી છે કે અમેરિકાએ માસ્કથી મુક્તિ જાહેર કરી છે. યુ.એસ.માં આ છૂટ આપવામાં આવી છે કારણ કે તેણે તેની વસ્તીના 60 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાઈ ચુક્યો છે જેના કારણે હવે ત્યાંના નાગરિકો વાયરસનાં સંક્રમણથી બચી શકશે. રસીકરણ અંગે હજુ પણ લોકો જાગૃત બને તે માટે જ આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!