ડૂબી ગયા છો કરજમા અને પીડાવ છો માનસિક તણાવથી તો મંગળવારના દિવસે કરો આ વિશેષ ઉપાય…

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, મંગળવાર નો શુભ દિવસ એ પ્રભુ શ્રી બજરંગબલીને સમર્પિત હોય છે. આ કળીયુગમા પ્રભુ શ્રી બજરંગબલી એ એકમાત્ર દેવ એવા છે કે, જે હાજરાહજૂર છે. જો તેમનો સાચો ભકત કોઈ મુશ્કેલીમા હોય તો તે તુરંત જ તેની બધી જ પીડાઓને હરી લે છે.

image source

જો તમે મંગળવારના રોજ પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરો છો તો તમને તમારા ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ થઇ શકે છે. આ સિવાય મંગળવારનો દિવસ એ પ્રભુ શ્રી ગણેશના પૂજન માટે પણ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કરજ હેઠળ ફંસાયેલો હોય અને તેના કારણે માનસિક તણાવ પણ અનુભવી રહ્યો હોય તો આ બંને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે આપણે મંગળવારના રોજ અમુક વિશેષ ઉપાય અજમાવવા જોઈએ. તો ચાલો આજે આ લેખમા આપણે આ વિશેષ ઉપાયો વિશે માહિતી મેળવીએ.

image source

મંગળવારના શુભ દિવસે ઘરની પાસે આવેલા પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરે જાવ અને ત્યા જઈને પ્રભુ શ્રી બજરંગબલીની પ્રતિમા પાસે શ્રીફળ અર્પણ કરો. આ કાર્ય કરવાથી તમારા તમામ દુઃખ-દર્દ નો અંત આવશે. આ સિવાય જો તમે મંગળવારના દિવસે પ્રભુ શ્રી ગણેશને લાલ રંગના વસ્ત્રો , લાલ રંગની મિષ્ટાન્ન , લાલ પુષ્પો અને લાલ ફળ અર્પણ કરો. મંગળવારના દિવસે આ કાર્ય કરવાથી પ્રભુ પ્રસન્ન થશે અને ચોક્કસપણે તમારી ઇચ્છા પૂરી કરશે.

image source

જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબુત બનાવવા ઈચ્છતા હોવ તો મંગળવારના રોજ દેવીમાતાના મંદિરે ધજા ચડાવો. તમારે પાંચ મંગળવાર સુધી આ કાર્ય કરવુ જોઈએ. તેનાથી આવકના નવા સ્રોત ખુલશે અને તમારી આવકમા પણ વૃદ્ધિ થશે. આ સિવાય જો તમે મંગળવારના રોજ લાલ ગાયને રોટલી ખવડાવો તો તે અત્યંત શુભ માનવામા આવે છે.

image source

આ ઉપરાંત જો તમે માનસિક તણાવની સમસ્યામાંથી પસાર થઇ રહ્યા હોવ તો આ ઉપાય તમારા માટે અવશ્યપણે સહાયરૂપ સાબિત થઇ શકે છે. મંગળવારના શુભ દિવસે માટીના વાસણમા ઘઉંની સાથે પાંચ પુષ્પો મૂકી અને ઘરની છતના પૂર્વીય ખૂણામા રાખીને ઢાંકી દો. હવે આવતા મંગળવાર સુધી તેને સ્પર્શ કરવો નહિ.

image source

ત્યારબાદ આવતા મંગળવારે ઘઉંના દાણાને ઘરની છત પર ભભરાવી દો, જેથી પક્ષીઓ આ દાણા ચણી જશે અને પુષ્પોને ઘરના મંદિરમા રાખી દો જેથી, તમને લાભ મળશે. જો તમે મંગળવારના દિવસે પ્રભુ શ્રી ગણેશની સાથે બજરંગબલીનુ પૂજન કરો તો તમને આવનાર સમયમા તમારા કરજમાંથી મુક્તિ મળી શકે છે અને માનસિક તણાવમા પણ ઘટાડો થઇ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ