ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં જ પતાવી લો બેન્કોના બધા કામ, નહિં તો પડશે ધરમ ધક્કો

આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંક કેટલા દિવસ બંધ રહેવાની છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્રારા વાર્ષિક રજાઓની યાદી અનુસાર આ વર્ષે બેંક લગભગ 40થી વધુ દિવસ બંધ રહેશે. આજથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ છે અને આ મહિને 2 શનિવાર રવિવાર સિવાય ફક્ત 2 દિવસ બેંક બંધ રહેવાની છે. આ મહિનામાં કોઈ ધાર્મક તહેવારની રજાઓ નથી. તો જાણો કયા દિવસોએ બેંક બંધ રહેશે અને કરો તમારા કામનું પ્લાનિંગ. જો તમે બેંક સાથે જોડાયેલા કોઇ કામ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી માટે ટાળી રહ્યા છો, તો એકવાર કેલેન્ડર પર જરૂર નાખી દો. કારણ કે બની શકે કે જે દિવસે તમે બેંક જવાનું વિચારી રહ્યા હોય, તે દિવસે બેંક પર તાળુ મળી જાય.

image source

એટલા માટે સારું રહેશે કે એડવાન્સમાં આ જાણી લેવી જરૂરી છે કે ફેબ્રુઆરીમાં કયા દિવસે બેંક બંધ રહેશે, જેથી તમે તમારી બેંક સાથે જોડાયેલા કામ પહેલાં કરી લો અથવા પછી તારીખ ફિક્સ કરી લો. ભારતમાં બેંકની રજાઓ ખાસ મહત્વની રહે છે. જે લોકોને સતત બેંકનું કામ રહે છે તેમના માટે મહિનાની શરૂઆતમાં આ પ્લાનિંગ મહત્વનું રહે છે. ભારતમાં કોઈ પણ મહિનાના બીજા અને ચોથા શનિવારે અને તમામ રવિવારોએ બેંક બંધ રહે છે તે નક્કી છે. આ સિવાય પણ અનેક દિવસોએ બેંકમાં રજાઓ હોય છે. પરંતુ ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં નક્કી રજાઓ સિવાય અલગથી 2 દિવસ જ બેંક બંધ રહેશે. એટલે કે આ મહિને સૌથી ઓછી રજાઓ હશે. આરબીઆઈએ રજાઓનું લિસ્ટ પહેલાંથી તૈયાર કરી લીધું છે.

image source

તો તમે પણ લિસ્ટ અનુસાર તમારા કામનું પ્લાનિંગ કરી લો તે જરૂરી છે. ફેબ્રુઆરી 2021માં બીજો શનિવાર એટલે કે 13 ફેબ્રુઆરી અને ચોથો શનિવાર એટલે કે 27 ફેબ્રુઆરીએ બેંક બંધ રહેશે. આ સિવાય રવિવાર એટલે કે 7,14, 21 અને 28 ફેબ્રુઆરીએ બેંક બંધ રહેશે. આ સિવાય આ મહિને 29 દિવસમાં કુલ 6 દિવસ બેંક બંધ રહેશે. આ નક્કી રજાઓ છે.

ઈન્ટરનેટ બેંકિંગની મદદથી કરી શકશો કામ સરળ

image source

આપની જાણકારી માટે જણાવી દઈએ કે બેંકની બ્રાન્ચ ભલે બંધ રહે પણ તમે તમારા તમામ કામ ઈન્ટરનેટ બેંકિંગની મદદથી સરળતાથી કરી શકો છો. આરબીઆઈ કહે છે કે દરેક રાજ્યોમાં અલગ અલગ તારીખે રજાઓ હોઈ શકે છે. આ સમયે દરેક ગ્રાહકોએ પોતાના કામને પ્રાયોરિટી આપીને તેને પ્લાન કરી લેવામાં જ સરળતા રહે છે.

જાણો રજાઓનું લિસ્ટ

image source

7 ફેબ્રુઆરી – રવિવાર

12 ફેબ્રુઆરી – શુક્રવાર – સોનમ લોસાર

13 ફેબ્રુઆરી – બીજો શનિવાર

14 ફેબ્રુઆરી – રવિવાર

15 ફેબ્રુઆરી – સોમવારે- મણિપુરમાં રજા

16 ફેબ્રુઆરી – મંગળવાર – વસંતપંચમીની રજા

image source

19 ફેબ્રુઆરી – શુક્રવાર – છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ- મહારાષ્ટ્ર

20 ફેબ્રુઆરી – શનિવાર- અરુણાંચલ અને મિઝોરમમાં, સ્ટેટ ડે

21- ફેબ્રુઆરી – રવિવાર

26 – ફેબ્રુઆરી – શુક્રવાર – હજરત અલી જયંતિ, યૂપી

27 – ફેબ્રુઆરી – ચોથો શનિવાર- ગુરુ રવિદાસ જયંતિ, ચંડીગઢ, હિમાચલ અને પંજાબ તથા હરિયાણા

28- ફેબ્રુઆરી – રવિવાર

ગ્રાહકોને કેલેન્ડર જોઈને ઘરેથી નીકળવાની અપીલ

image source

આરબીઆઈએ છેલ્લી સમયની દોડાદોડથી બચવા માટે અને સાથે બેંકના કામ સમય સર પતે તે માટે ગ્રાહકોને કેલેન્ડર જોઈને ઘરેથી નીકળવાની અપીલ કરી છે આ સિવાય તમે મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગની મદદથી પણ તમારા કામ પ્લાન કરી શકો છો. આ સિવાય પણ તમે બજેટના આધારે પણ તમારા કામનું પ્લાનિંગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ