પાણીની મદદથી ઉડી શકે તેવા સેટેલાઇટ બનાવશે નાસા, સફળ રહ્યા તો થશે..પૂરી સ્ટોરી વાંચીને ગજગજ છાતી ફુલી જશે

જો તમે અમારી વેબસાઈટના નિયમિત વાંચક છો તમને યાદ હશે કે અમુક સમય પહેલા અમે અંતરિક્ષમાં મોકલવામાં આવતા સેટેલાઇટ સંબંધી એક નવા સંશોધન પર એક આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો જેમાંની વિગત એવી હતી કે વર્ષ 2023 સુધીમાં જાપાન દેશ લાકડાનું સેટેલાઇટ બનાવવા માટે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે આજે એ સંબંધે જ એક નવા સંશોધન વિશે જાણીએ.

image source

નાસા એટલે કે અમેરિકાની ટોચની અંતરીક્ષ સંસ્થા નજીકના ભવિષ્યમાં જ એવા સેટેલાઇટ તૈયાર કરવા જઈ રહી છે જે પાણીની મદદથી ઉડી શકશે. આ સેટેલાઇટમાં પાણી તેના ઇંધણ તરીકે વાપરવામાં આવશે. જો નાસા આવા સેટેલાઇટ બનાવવામાં સફળ રહેશે તો તેનાથી કરોડો રૂપિયાની બચત થઈ શકશે. નાસા આ મહીનાં અંતે પાથફાઉન્ડર ટેકનોલોજી ડિમોન્સટ્રેટર અંતર્ગત પ્રથમ વખત પાણીથી ઉડી શકે તેવા ક્યુબસેટ સેટેલાઇટને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સેટેલાઇટને સ્પેસએક્સના ફોલ્કન – 9 રોકેટથી ફ્લોરિડામાં આવેલા કેપથી લોન્ચ કરવામાં આવશે. નાસાએ આ ક્યુબસેટને V-R3X નામ આપ્યું છે.

અંતરિક્ષમાં પ્રદુષણ પણ નહીં ફેલાય

image source

નાસાના સૂત્રો મુજબ પાણીથી ઉડનારા આ સેટેલાઇટને કારણે અંતરિક્ષમાં પ્રદૂષણ પણ નહીં ફેલાય. જો આ મિશન સફળ થાય તો ભવિષ્યમાં મોટા સેટેલાઇટમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નાસાનું એમ પણ કહેવું છે કે પાણીના કારણે ઉડનારા સેટેલાઇટ જો એકબીજા સાથે અથડાય તો વિસ્ફોટનું જોખમ પણ નથી રહેતું.

image source

ક્યુબસેટના પ્રોપલ્શન સિસ્ટમ અંદર રહેલા પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજનના કણોને તોડીને સેટેલાઇટને આગળ વધવા માટે ઉર્જા આપવાનું કામ કરશે. આ સાથે જ ક્યુબસેટના સોલર પેનલ પણ સૂરજના કિરણોથી ઉર્જા મેળવી પ્રોપલ્શન સિસ્ટમને ઉર્જા આપવાનું કામ કરશે જેના કારણે પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનના કણો અલગ થઈ શકશે.

image source

આ બધા સેટેલાઇટ ચારથી છ મહિના સુધી અંતરીક્ષમાં કામ કરશે અને આ દરમિયાન નાસા આ બધા સેટેલાઇટના પ્રદર્શનનું અવલોકન કરશે. ભવિષ્યમાં નાસા આ ટેકનોલોજીનો ઉપયોગ ચંદ્ર અથવા મંગળ મિશન માટે પણ કરી શકે છે.

કિફાયતી બની જશે લોન્ચિંગનો ખર્ચ

image source

પાણીમાં કોઈ વિષાતક્તા નથી હોતી અને અન્ય ઇંધણની સરખામણીએ પાણી વધુ સ્થિર છે. પાણીની મદદથી સેટેલાઇટના લોન્ચિંગમાં વધુ ખર્ચ પણ નહીં થાય. પાણી સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે અને તેના ઉપયોગમાં પણ કોઈ જોખમ ન હોવાને કારણે લોન્ચિંગનો ખર્ચ કિફાયતી બની જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ